Book Title: Jain_Satyaprakash 1949 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] જેનું તત્વજ્ઞાન અને ચારિત્ર અંતિમ સ્વરૂપ પ્રાપ્ત થયું અને એટલા માટે જ તેને ઉપર્યુક્ત અને પરસ્પર વિરુદ્ધ ધર્મોની અપેક્ષાએ પિતાના ધર્મને નિશ્ચિત પાયે નાખવાની જરૂરત લાગી, ઉપનિષદોના કર્તાઓએ એ તત્વની શોધ કરી કે, પ્રત્યેક પ્રાથમાં રહેનારું એક શાશ્વત નિરાબાધ અને અદિતીય તત્ત્વ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થઈ રહેલું છે. આ તત્વની તેમણે તેમનાથી બની શકે તેટલી મહિમા રાઈ છે. જો કે આ શાશ્વત અવિનાશી તત્વને જા વિશ્વ સાથે શું સંબંધ છે, તે તેમણે સ્પષ્ટ રીતે બતાવ્યો નથી, પણ એમાં સલ નથી અને દરેક નિપક્ષ પુરષ આ વાતને સ્વીકાર કરશે કે તેઓ આ દશ્ય જગતને સત્ય અથવા વાસ્તવિક સમજતા હતા. અલબત્ત, આ વિષયમાં દાનુયાયીઓની ભિન્ન ભિન્ન શાખાઓએ જુદા જુદા વિચારો પ્રગટ કર્યા છે પરંતુ તેની મમતા કરવાની અહીં જરૂર નથી. આ નિત્ય શુદ્ધ બ્રહ્મવાળા સિદ્ધાંતની વિરુદ્ધ ગાતમબુદ્ધ એવો ઉપદેશ કર્યો છે. અધું જગત ક્ષણિક- વિનાશી છે. “પ્રત્યેક વિદ્યમાન પદાર્થ નશ્વર છે.” આ જ તેમના છેલા શાબ્દો હતા. બૌદ્ધોનું કહેવું છે કે, આત્મવાદ અર્થાત આત્માને અવિનાશી માનવે એ જ સૌથી મોટું મિથ્યાત્વ છે. સંસારમાં જેટલા પદાર્થો છે તે બધા કેવળ દેખાવા પૂરતા છે. બ્રુહદેવના શબ્દોમાં અને આ રીતે કહી શકાય કે, “સમસ્ત પદાર્થો ધર્મ છે પરંતુ તેને કોઈ આધાર કે ધમી નથી.' મતલબ કે, કઈ દ્રવ્ય નિત્ય નથી જેથી ધર્મ તેને ગણ અથવા વિશેષણ કહી શકાય. આ પ્રકારે વિશ્વને એક બીજાના વિરુદ્ધરૂપે અવલોકન કરતાં બ્રાહ્મણ અને માદ્ધએ બંનેએ પરસ્પર વિરુદ્ધ સિદ્ધતિની સ્થાપના કરેલી છે. હવે આપણે તત્વદષ્ટિએ વિચાર કરીએ તે બ્રાહ્મણધર્મનું સ્થન છે કે, "વિશ્વનું સંપૂર્ણ અસ્તિત્વ અવિનાન્શ, નિરપેક્ષ અને એકરૂપ છે ” એ સત્ય લાગે છે. પરંતુ આપણુ રોજના અનુભવ મુજબ વિચાર કરીએ તે “ આખું જગત જન્મ અને મરણની એક પરંપરા છે ” અાવું બૌદ્ધોનું કથન વારતવિક જણાય છે પરંતુ મઈ એક પરોક્ષ સાત વસ્તુને નિર્ણય કરવામાં ભલે બ્રાહ્મણધર્મના તાત્વિક પ્રતિપાદનની સહાય લેવામાં આવે કે બાહોના અનુભવના આધારભૂત મતની સહાય લેવામાં આવે છતાં બંનેયમાં અનેક આચણો આવીને ઊભી રહે છે અને જ્યાં સુધી એક માની લીધેલા સિદ્ધાંતની સત્યતામાં અંધવિશ્વાસ રાખવામાં ન આવે ત્યાં સુધી તે આચણો દૂર થઈ શકતી નથી. હવે એ જોવું જોઈએ કે, આ તાવિક પ્રશ્નના સંબંધમાં જેને માત એ છે? તેઓ કહે છે કે, કાર-ચય-શૌથયુ સસ્ તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય ૫ સત્ર ૨૯] અર્થાત સમસ્ત પદાર્થો ઉત્પત્તિ નાશ અને સ્થિતિ આ ત્રણ અવસ્થાથી યુકર છે. વેદીઓના નિત્યવાન અને બૌદ્ધોના અનિત્યવાદથી જુદા સમજી શકાય એ ખાતર માં પોતાના સિદ્ધાંતને અનેકાંતવાદ કહે છે. ધમી નિત્ય પરંતુ તેના ઘર્મો કે ગુણો અનિત્ય છે અર્થાત્ તે ઉત્પન થાય છે અને નષ્ટ થાય છે. જેમ પ્રત્યેક જ પથ પુગલ સ્વરૂપની" અપેક્ષાએ નિત્ય છે, પરંતુ તેમાં જે પુદગલ પરમાણુ છે, તે જુદા જુદા આકાશ અને ગુણોને ધારણ કરે છે તેથી અનિત્ય છે. પુદ્ગલપણની અપેક્ષાએ માટી શાશ્વત -અવિનોશી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28