Book Title: Jain_Satyaprakash 1949 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] પ્રતીકાર ને પ્રત્યુત્તર ધમીઓ એમ માનવા તૈયાર ન હોય તે હું એમની લાગણી દુભવવા માગતા નથી ” એ બરાબર નથી. આમાં માનવા ન માનવા તૈયાર હોવાનો સવાલ જ નથી, ભાઈ ગાંધીએ આમ નહોતું લખવું જોઈતું, ખેર. બીજું–શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદીએ પણું ભલે પહેલાં બુદ્ધધર્મ ગ્રહણ કર્યા પછી પણ છેવટે-જયારે યૂલિભદ્ર જેનધર્મ અંગીકાર કર્યાનું લખ્યું છે ત્યારે ભાઈ સુરેશ ગાંધીએ એ અર્ધ સત્યને જ શા માટે સ્વીકાર કર્યો ? ધૂલિભદ્રના જીવનના ઘટના એટલી રોમાંચક અને કાવ્યપૂર્ણ છે કે એને ઇતિહાસ પ્રમાણે યથારિથિત રીતે સ્વીકારવામાં આવે તે પણ કશી રસક્ષતિ ન થાય. ત્રીજી વાત એ કે આજ કાલ આપણે મૂળ આધારને વેગળે મૂકી દઈને કોઈ પણ વસ્તુને આપણી મૂળ કૃતિ તરીકે ઓળખાવવા એટલા લલચાઈ જઈએ છીએ કે પરિણામે બેટી જવાબદારી આપણું માથે આવી પડે છે. ભાઈ સુરેશ ગાંધીની બુદ્ધને શરણે' નાટિકા એને એક નમૂનો છે. તેમણે જે પિતાની એ નાટિકા સાથે આધાર ગ્રંથનું નામ ટાંકયું હતું તો તેમને ચર્ચામાં ઉતરવાનું બહુ ઓછું રહેત. કોઈ પણ માહિત્ય કુતિમાં જેનું જેનું જે કંઈ અ૫ ૫ણ ત્રણ હોય તેને આપણે સ્વીકાર કરવો જોઈએ એ આ પ્રસંગને ફલિતાર્થ છે અને સૌથી મહત્વને મુદ્દો આ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો છે. અમે અમારા ગયા અંકમાં કલા રિની અવહેલનાનાં મૂળ ઊંડા હોવાનું લખ્યું છે તે જ રીતે સ્થૂલિભદ્દે બુદ્ધધર્મની દીક્ષા લીધાની વાતનાં મુળ પણ ઠીક ઠીક ડાં છે. શ્રી મહાવીરપ્રસાદ દિવેદી હિન્દી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠા અને સમર્થ લેખક છે. આ ભૂલને સુધારવા માટે આપણે એના મૂળ સુધી પહોંચવું હોય તે શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી સાથે સંપર્ક સાધી જોઈએ અને તેમની વાત જાણી લઈને આપણી વાત તેમને જણાવવી જોઈએ. આ ભૂલને સુધારવાને આ જ ખરો ભાગ છે. આશા છે જૈન ઇતિહાસના જાણકાર આપણા વિકાને આ માર્ગ જરૂર પ્રહણ કરશે. જૈિન પત્ર] જેને ઈતિહાસને એક વધુ વિપર્યાસ: અમારા એક વાચક મિત્રે પત્ર લખી નીચેની બીના તરફ અમારું-જૈન સમાજનું ધ્યાન દોર્યું છે. તેઓ લખે છે; " અમદાવાદથી પ્રગટ થતા 'આરામ' સાપ્તાહિકના સં. ૨૦૦૫ ના દીપોત્સવી અંકમાં પૃણ ૧૧ ઉપર “ ચક્રવતી ' એ શીર્ષક નીચે લેખક શ્રી જેઠાલાલ ત્રિવેદીને એક અતિહાસિક લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ લેખમાં મહારાજા બિંબિસાર, તેના પુત્ર અજાતશત્રુ તથા રાણી વૈદેહી (ચેલ્લણ?) અને સુનંદા (અજાતશત્રુની નવી મહારાણી તરીકે વર્ણવી છે) વગેરેને પાત્ર તરીકે સમાવી લઈ કઈક જેને ઈતિહાસથી વિકૃત રીતે વસ્તુને રજુ કરવામાં આવી હોય તેમ જણાય છે, તો તે લેખ તપાસી લઈ જરૂર જણાય તો લેખકને સાચી માહિતી જણાવી ઘટતો ખુલાસો માગવા ઘટતું કરશે.” અમે “આરામ” ના દીપોત્સવી અંકમાંથી ઉક્ત સંવાદાત્મક વાર્તા વાંચી છે. એમાં મહારાજા શ્રેણિક–બિંબિસારની અંતિમ અવસ્થાનું ચિત્ર જૈન ઇતિહાસમાં મળે છે તેને મળતું જ લગભગ ચિત્ર દેરવામાં આવ્યું છે. વાર્તામાં શ્રેણિકના બદલે બિંબિસાર, કણિકના બદલે અજાતશત્ર અને રેલ્યાણને વૈદેહી નામ આપ્યાં છે. અને એમાં મહારાજા બિંબિસારને ભગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28