Book Title: Jain_Satyaprakash 1949 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ૩ ] ઈતિહાસના અજવાળે [ ૨૧ ઉપરના ઉલેખથી જે મુદ્દાઓ તરી આવે છે એમાં મહારાજા શ્રેણિકનું મહત્વ મુખ્ય છે. મગધના કીર્તિવંત રાજયને સાચે સ્થાપક તે જ હતો. એણે રાજ્ય વિસ્તારમાં પડેશના કેશવ અને વૈશાલી જેવા રાજ્યોની કન્યા પરણું સ્નેહ સંબંધ જેવો હતું, એ વાત પણ ભૂલવાની નથી ઇતિહાસકાર લિપિછવીને લાગવગવાળા નોંધે છે એ સહેતુક છે. એ કાળે વિછી યોદ્ધા પરાક્રમ અને શૂરાતનમાં અગ્રપદે હતા. તેમના બ્રહ્મચર્યનું તેજ જવલંત હતું અને એમાં જેનધર્મના ઉપદેશની અસર જેવી તેવી નહતી. વૈશાલીની કન્યા એ જ અજાતશત્રુ ઉ કેણિકની માતા હતી એમ પણ ઉપરના ઉલેખમાં કહેવાયું છે. જૈન સાહિત્યમાં શ્રેણિક મહારાજના જીવન પ્રસંગે વિસ્તારથી નેધાયા છે અને ભગવંત મહાવીરના ખાસ ભક્ત તરીકે એની નોંધ લેવાઈ છે એ ઉપરની વાતથી વાસ્તવિક લેખાશે. અલબત્ત, એમાં નંદા પુત્ર અભયકુમારે અને બૌદ્ધ ગ્રંથના આધારે કહીએ તો આમ્રપાલીના પુત્ર અભયે સુંદર ભાગ ભજવે છે. પુત્ર કહે કે મુખ્ય મંત્રી કહે પણ અભયકુમાર એ બિંબિસારના રાજકાળમાં અકબર બીરબલની જોડલીને તાજી કરાવે તેવું પિતા-પુત્રનું જેટલું હતું. રાજ્ય વિસ્તારમાં એની બુદ્ધિમત્તા સ્વત: ખીલી ઊઠી છે અને એની પાછળ જૈન ધર્મના ઉમદા અને ઉદાર સિદ્ધાંત-અહિંસાની પ્રભા છૂપી રહી શક્તી નથી. એ મહામૂલા તત્વના પ્રણેતા તરીકે ભગવત મહાવીરને વીસરાય તેમ નથી જ. વૈશાલી અને મગધ જેવાં સ્પર્ધાશાળી મહારાજયોમાં પ્રથમ જૈનધર્મની પ્રભા સુવિસ્તૃત હતી. મહારાજા ચેટકનું આખું કુટુંબ તેમજ પ્રજાને અતિ મોટે સમૂહુ ભગવંત સાતપુત્રને ચુસ્ત અનુયાયી હતા. મગધને સ્વામી બિંબિસાર શરૂઆતમાં મહાત્મા બુદ્ધને અનુયાયી હેય એ વાત એટલા કારણે સંભવિત છે કે, એના જીવનના શરૂઆતનાં વર્ષોમાં એ માંસાહારી હેઈ શિકારનો ખાસ રસિયો હતો. ભગવંત મહાવીરના અહિંસા ધર્મ પ્રતિ એનું માનસ વાળવામાં અભયકુમારની બુદ્ધિએ મહત્વનો ભાગ ભજવ્યો છે, પણ એમાં અગતા આણવામાં તે ચેટકપુત્રી ચેલણની સતત પ્રેરણા અને એ અંગે તેણીએ હાથ ધરેલા પ્રસંગો જ અગપદે આવે છે. સમય જતાં રાજા શ્રેણિક શ્રી મહાવીરદેવને ચુસ્ત ઉપાસક બની જાય છે અને પરીક્ષક દેવેની પ્રતારણાથી પણ શ્રદ્ધાભ્રષ્ટ નથી થતા. આટલી દઢતા રાણી ચેલણાના સહવાસથી જ પ્રાપ્ત થઈ શકી હતી. - ઇતિહાસકાર વિન્સેન્ટ સાહેબના કથન અનુસાર શ્રેણિકનું રાજ્ય લગભગ અઠ્ઠાવીશ વર્ષ ચાલ્યું. ચેલણ પ્રતિ એને સ્નેહ અસીમ હેવાથી તેમજ એ પ્રતિભાસંપન્ન નારી હોવાથી પટરાણી પદે પણ એજ હતી. એના પુત્ર કેણિક યાને અજાતશત્રુને ગાદી મળી, જે કે અભયકુમાર પાટવી કુંવર હતો છતાં એને રાજ્યગાદીની લાલસા નહોતી. અને તેથી ભગવંત શ્રીવર્ધમાન પાસે તેણે પોતાના પિતાશ્રીના જીવનકાળમાં જ પ્રવજ્યા સ્વીકારી હતી, અજાતશત્રુએ શ્રેણિક પ્રત્યે જે જાતનું વર્તન દાખવ્યું છે, એ સંબંધી જુદાં જુદાં મંતવ્ય છે. એની વાત આગળ ઉપર, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28