Book Title: Jain_Satyaprakash 1947 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ પાવાપુરમાં અત્યારે દસ જિન મંદિર છે તે આ પ્રમાણે – ૧ પ્રલવીયા પાર્શ્વનાથજી–મૂલનાયક શ્રી પાર્શ્વનાથજી છે. ત્રણ માલનું ભવ્ય પ્રાચીન જિનમંદિર છે. આ મંદિરની પાસે જ શ્રી આદિનાથજીનું અને નેમિનાથજીનું મંદિર છે. ઉપર પણ પ્રાચીન સુદર મૂર્તિઓ છે. ધાતુની પ્રાચીન પંચતીર્થી ભવ્ય અને દર્શનીય છે. આ ત્રણે મંદિર સાથે જ છે. ત્રણેનું કમ્પાઉન્ડ પણ એક જ છે. મંદિરની બહાર વીરવિદ્યોતેજક સભાનું પુસ્તકાલય છે. ૨ શાતિનાથજીનું–તપગચ્છના ઉપાશ્રય પાસે જ આવેલું આ ત્રણ માળનું નાજુક ભવ્ય મંદિર છે. મલનાયકજીની મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે. આ મંદિરમાં આ. શ્રોસર્વદેવસૂરિજીપ્રતિષ્ઠિત સત્તરી જિનપક બહુ જ સુંદર છે. આ. શ્રી સર્વે દેવસૂરિજીની મૂર્તિ પણ છે. ૩ શ્રી શાન્તિનાથજી–આ મંદિર ડાયરામાં ગણાય છે. ૪-૫ આદિનાથજી અને ભવનાથજી–સુંદર શિખરબદ્ધ ભવ્ય મંદિર કમાલપુરામાં એક સાથે જ આ બન્ને મંદિરો આવેલાં છે. આ સિવાય બાકીનાં ઘર મંદિર છે જે નીચે પ્રમાણે છે – ૬ ઝવેર મલકનું ઘર દરાસર–મૂલનાયકજી આદીશ્વર ભગવાન છે. પાષાણુની સુંદર મૂતિ છે. ૭-૮ બાદરગંજ માં બે ઘર બરાસર છે. એકમાં પાષાણુની શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ છે અને બીજામાં સફટિકની શ્રી સુવિધિનાથજીની મૂર્તિ છે. ૯. નગા પારેખના વાસમાં નશા પારેખનું ઘર દેરાસર છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર પચતી છે. ૧૦ નગરશેઠનું ઘર દેરાસર. અહી પંચતીર્થી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. પાલણપુરમાં ત્રણ હસ્તલિખિત પુસ્તકના ભંડાર છે. ૧-ડાયરામાં પ્રાચીન હસ્તલિખિત પુસ્તકાને સંગ્રહ સારો છે. વિસ્ટ પણ થયેલું છે. ૨–તપગચ્છના ઉપાશ્રય પાસેની શ્રોસંધની પેઢીમાં એક કબાટ ભરીને હસ્તલિખિત પુસ્તકોને સંગ્રહ છે. તેનું લિસ્ટ પણ થયેલું છે. ૩–કમાલપુરામાં હસ્તલિખિત પુસ્તકાને સંપ્રહ છે, પણ તેનું લિસ્ટ નથી થયું. લાયબ્રેરીમાં પુસ્તકો છે. જાહેર પિપર પણ આવે છે. ૫૦૦ થી ૬૦ વર જેનોનાં છે. પાઠશાળા, કન્યાશાળા વગેરે ધાર્મિક સંસ્થાઓ પણ ચાલે છે. આયંબિયશાળા ભેજનશાળા પણ છે. ૪૫ ઉપાશ્રય છે. ધર્મશાળા છે. પાલનપુરનો પ્રાચીન ઇતિહાસ પાલનપુરનવાસી સુશ્રાવક ભાઇ કપૂરચદ મંછાચંદ શાહ પાસે સંગ્રહીત છે. એમણે મને એમના સંગ્રહને ઉપયોગ કરવા ઘણે સંગ્રહ આપો છે. હું સમય મેળવી બધું તૈયાર કરી એક જુદા પુસ્તકરૂપે એને પ્રકાશિત કરવાની ભાવના રાખું છું. એટલે અહીં પાલનપુરને માત્ર પરિચય જ આપ્યો છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36