Book Title: Jain_Satyaprakash 1947 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨] સૂત્ર વિષે પરામર્શ શીલાંકરિ સૂયગડની વૃત્તિ (પત્ર ૩અ)માં કહે છે કે પ્રાચીન કવિઓના ચરિત્રના કથનની મુખ્યતાવાળું સુત્ર તે “કથ્થસૂત્ર'; “ગg' એટલે બ્રહાચર્યાધ્યયન ઇત્યાદિ; પઘ' એટલે છંદમાં રચાયેલું; અને “ગેવ' એટલે સ્વરના સંચારથી મુખતયા ગીતિકામાં બંધાયેલું. - ઠાણ (ઠા. ૪, ઉ. ૪; સુર ૩૭૯)માં કાવ્યના ચાર પ્રકારો ગણાવાયા છે: (૧) ગs, પદ્ય, કચ્છ અને ગેય. અહીં કાવ્યથી જાતિનિબદ્ધ કાવ્ય લઈએ તો એને પ્રસ્તુત સાથે મેળ મળી રહે છે. ઉત્સર્ગ-સૂત્ર ઇત્યાદિ-કપનિજજત્તિ (ગા. ૧૫)માં ઉત્સર્ગ-સૂત્ર અને અપવાદસૂત્ર એમ બે ગણવાયા છે. કમ્પનું પહેલું સૂત્ર તે ઉત્સર્ગ-સૂત્ર છે અને એનું ત્રીજું સત્ર અપવાદ-સૂત્ર છે એમ મલયગિરિરિ ક૫ની વૃત્તિ (પૃ. ૯૭)માં કહે છે. વિશેષમાં તેઓ ઉત્પગપવાદ–સત્ર એવો ત્રીજો ભેદ પણ ગણાવે છે, અને એના ઉદાહરણ તરીકે, ક૫ના પાંચમા ઉદેપનાં ૪૭મા અને ૪૮મા સત્રનો ઉલ્લેખ કરે છે. આ ઉપરાંત તેઓ સૂત્રના મૌસર્મિક (ઉત્સર્ગ-સૂત્ર), આપવાદિક (અપવાદ-સૂક), ઉસગપવાદ અને અપવાદોત્સર્ગિક (અપવાદ-ઉત્સર્ગસૂત્ર) એમ ચાર પ્રકારો પણ ગણાવે છે. ઉત્સર્ગ અને અપવાદ તેમજ એને અંગેની ૨૭ ઘડ્રભંગીને વિચાર આહતદર્શનદીપિકા (પૃ. ૮૧૫-૮૧૯)માં મેં કર્યો છે એટલે અહીં એ વિષે હું ઉહાપોહ કરતો નથી. ફક્ત એટલું જ કહીશ કે કપનિજજત્તિ (ગા. ૩ર૮)માં કહ્યું છે કે જેટલા ઉત્સર્ગ છે એટલા અપવાદ છે અને જેટલા અપવાદ છે એટલા ઉત્સર્ગ છે. સૂત્રના સાત પ્રકાર—-નીચે મુજબના પઘમાં સૂચવાયા મુજબ સૂત્રના સાત પ્રકાર છે"विहि उज्जम वन्नय भय उस्सग्गऽववाय तदुभयगयाई । सुत्ताइ बहुविहाई समए गंभीरभावाई ॥२८ આમ અહીં વિધિ, ઉઘમ, વર્ણક, ભય, ઉત્સર્ગ, અપવાદ અને ઉત્સર્ગોપવાદ એમ સાત પ્રકારનાં સૂત્રને ઉલેખ છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજ્યગણિએ સાડી ત્રણ ગાથામાં સિદ્ધાન્તવચારરહસ્યગર્ભિત જે સીમંધરજિનસ્તવન રચ્યું છે તેની નવમી હાલની અગિયારમી કડીમાં આ બાબત છે. પ્રસ્તુત કહી નીચે પ્રમાણે છે “વિધિ ઉદ્યમ ભય વર્ણના ઉત્સગંહ અપવાદ; તાભય અર્થે જાણીયે સૂત્ર ભેદ અવિવાદ. આ ઉપરથી વિસે સાવસ્મયભાસ ગત બીજા ગણધરવાદના અંતમાની ગાથાની ત્તિમાં માલધારી હેમચન્દરિએ વેદનાં વાકયોના વિધિવાદ, અથવાદ અને અનુવાદ પ્રતિપાદન કરનારાં એમ ત્રણ વિભાગ કર્યા છે એ વાતનું સ્મરણ થાય છે. ૨૬. વિમલસરિન પઉમચારયના ૨૮મા ઉદ્દેસ (પત્ર ૧રરઅ)નાં ૪૭માથી ૫૦મા ૫વનું-અષભજિનસ્તુતિનું આ સ્મરણ કરાવે છે કેમકે એ પદ્યો ગેય છે. * ૨૭ (અ) ઉત્સ, (આ) અપવાદ, (ઈ) ઉત્સર્ગોપવાદ, (ઈ) અપવાદેત્સર્ગ, (O) ઉત્સર્ગોત્સર્ગ અને (B) અપવાદાપવાદ. ૨૮ આહતદરનદીપિકા (પૃ. ૮૧૬) માં મેં આ પદ્ય ઉધત કર્યું છે, પણ આનું મૂળ સ્થળ જાણવામાં નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36