Book Title: Jain_Satyaprakash 1947 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ ત્રણ દેરીઓ છે. સામે જ મોટી ધર્મશાળા છે. દર પૂર્ણિમાએ મેળો ભરાય છે, ભાતું અપાય છે. મહા સુદિ તેર વર્ષગાંઠ ઉજવાય છે. પાટણથી ચારૂપ થઇને આગળ જતી રેલવે લાઈનનું કાકૌશી સ્ટેશન છે,–જેને મેત્રાણારડ પણ કહે છે. સ્ટેશનથી ૧ માઈલ દર આ તીર્થ આવ્યું છે. તેમજ સિદ્ધપુરથી મોટર નું મિત્રાણા આવે છે. અત્યારે દેખરેખ મેતા અને સિદ્ધપુરના સંધની કમિટી રાખે છે. ખાસ મેતાના ભાઇઓ શેઠ દલીચંદભાઈ વગેરે સારી દેખરેખ રાખે છે. ગુજરાતનું આ તીર્થ અત્યારે રેલ્વે લાઈનથી દૂર જવાથી અને મૂલ રસ્તાયા થડે દર રહેવાથી યાત્રિકોવિહે શું લાગે છે. બાકી સ્થાન એકાંત, સુંદર અને હવાપાણી સારાં છે. આત્મધ્યાની અને શાંતિ ઇછુક મહાનુભાવોએ જરૂર લાભ લેવા જેવો છે. કલાણા મેત્રાણાથી કલાણું થઈ અમે ચારૂપ આવ્યા. કલામાં શામળીયા પાર્શ્વનાથજીનું નાનું મંદિર છે. મૂતિ બહુ જ ભવ્ય મનોહર અને પ્રાચી છે. પરંતુ દેખરેખને અભાવ છે. ન મલે ચક્ષુનું ઠેકાણું, ન મલે વ્યવસ્થાનું ઠેકાણું. આવા પવિત્ર અને શાંતિદાયક સ્થાનને લાભ લેનારા બહુ વિરલ છવો દેખાય છે. અમે અહીંથી ચાર આવ્યા. ચારૂપ ચારૂપ પ્રાચીન ઐતિહાસિક તીર્થસ્થાન છે. ગુજરાતનાં પ્રસિદ્ધ પ્રાચીન તીર્થોમાં આ તીર્થના ખાસ ગણતરી થાય છે. પ્રભાવકચત્રિમ શ્રી વીરાચાર્યજી વરસૂરિપ્રબંધ ૨૦ મા નરનો છે, તેમાં ચારૂપને ઉલ્લેખ મળે છે. આ આચાર્ય ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન છે. સિદ્ધરાજ જયસિંહનો સમય ૧૧૫૦થી ૧૧૯૨ સુધીનો છે. આ જ સમય સૂરીશ્વરજીને ગણવો જોઈએ. તેઓ પંડિકલગચ્છના શ્રી વિજયસિંહસૂરિજીના પટ્ટધર છે. તેઓ અસાધારણ વિદ્વાન, વકતા અને અનેક ર્શન શા પામી હતા; તેમજ મહાન સમયજ્ઞ ને રાજામહારાજાઓને પ્રતિબંધવાને અનુપમ શક્તિ ધરાવનાર હતા. સિદ્ધરાજ જયસિંહ તેમને બહુ માન આપતા અને અવારનવાર ધર્મોપદેશ સાંભળતા હતો. એક વાર એ મરીમાં સૂરિજીને કહ્યું મારી સભામાં તમને આ માન અને સરકાર છે તેવાં બીજે નહિ મળે. આપ બીજે જાઓ તે ખબર પડે કે આ માન અને સત્કાર કેમ જળવાય છે. સૂરિજી મહારાજ આ વરતુ સમજી ગયા અને લાભનું કારણ જાણી મંત્રબળે ઊડીને પહલી ( મરૂદેશનું વર્તમાન પાલી શહેર સંભવે છે) પહોંચી ગયા. આચાર્યશ્રી ત્યાં પહોંચ્યાના રાજાને સમાચાર મલ્યા. રાજા સિદ્ધરાજ આ સાંભળીને આશ્ચર્ય પામ્યો. સૂરિજી ત્યાંથી મહાબોહપુરમાં ગયા અને મોટી વાદસભામાં બૌદ્ધોને ટતીને ગ્વાલીયર પધાર્યા. ત્યાં પણ રાજસભામાં વાદીઓને છતી રાજ્ય તરફથી બહુ જ સન્માન સત્કાર ગૌરવ અને આદર પામ્યા. ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહને સૂપુંગવાનું ગુજરાત બહાર થયેલું ગૌરવ-સન્માન ભળી ખેદ પણ થયો. હોરે તો જ્યાં જાય ત્યાં માન પામે છે. રાજહંસ તો જ્યાં જાય ત્યાં પ્રેમ સ્નેહ અને સાદર પાસે જ છે. એને પોતાની મેતામ સુંદર જિનમંદિર, ઉપાશ્રય અને શ્રાવકેન ઘર છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36