Book Title: Jain Satyaprakash 1938 01 SrNo 30
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪]. શ્રી જૈન સત્ય પ્રાકશ [વર્ષ ૩ વમોહનીય પુંજના ઉદયમાં વર્તતા એવા તે છે લાપશમિક સમ્યગ્દર્શનને પામે છે. અને કોઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ જે ત્રણે કરણો કરીને અંતરકરના પહેલે સમયે આપશમિક સમ્યગ્દર્શનને પામે, તે તે જવ ત્રિપુંજ ન કરી શકે. કારણ કે તે (આપશમિક)ની અલ્પ સ્થિતિ છે અને તેને ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલે વખત અને જઘન્યથી એક સમય પ્રમાણુ કાલ બાકી રહે ત્યારે તે (આપશમિક)ને વમીને જરૂર મિથ્યાત્વને જ પામે. એમ શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે. તેને પાઠ આ પ્રમાણે જાણ– आलंबणमलहंती जह सट्ठाणं न मुंचए इलिया ॥ एवं अकयतिपुंजी मिच्छं चिय उवसमीएइ ॥१॥ સમ્યકત્વ ગુણને પામતી વખતે કોઈ વધારે વિશુદ્ધ પરિ મવાલો ભય જીવ દેશવિરતિને અથવા સર્વવિરતિને પણ પામે છે. જુઓ આ બાબત સાક્ષિપાઠ उवसमसम्मदिट्टी अंतरकरणे ठिओ कोइ, देसविरइंपि लहेइ, कोइ पमत्तापमत्ताभावंपि, ॥ सासायणो पुण न किंपि लहेइ ॥ આ ચાલુ પ્રસ્તાવમાં એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બીના છે કે–સિદ્ધાંતકારના અભિપ્રાયે જેમ પહેલી વાર સમ્યકત્વને પામતી વખતે ત્રણ કરણને કરવાનું કહ્યું, તેમ દેશવિરતિ ગુણને અથવા સર્વવિરતિ ગુણને પામતી વખતે તે ત્રણ કરણે કરવામાં આવતાં નથી. કારણ કે અપૂર્વકરણના પહેલા સમયમાં જ તે બેમાંના એકને લાભ થતો હોવાથી અનિવૃત્તિકરણ કરવામાં આવતું નથી. તેથી બે કરણે કરાય અને એક છેલ્લે કરણ કરાતું નથી, એમ સમજવું. દેશવિરતિને અથવા સર્વવિરતિને પામે છે અંતમુહૂર્ત સુધી તે વધતા પરિણામવાળે હેય છે. તેમજ જે જીવ ઉપયોગરહિત અવસ્થાનાં વિરતિભાવનો ત્યાગ કરે, તે (જીવ) કરણક્રિયાને કર્યા વિના જ ફરીવાર વિરતિ ગુણને પામે છે. અને જે જીવ ઉ ોગ અવસ્થામાં વિરતિને ત્યાગ કરે અને તેવી જ રીતે ઉપયોગ ભાવે) મિથ્યાભાવને પામે તે વ વહેલામાં વહેલા અંતમુહૂર્ત જેટલો વખત વિત્યાબાદ અને મોડામાં મેડા લાંબે કાળે પણ પહેલાં કહેલી ત્રણે કરણની ક્રિયા કરીને જ ફરી વિરતિ ગુણને પામી શકે, એમ શ્રી. શિવશર્મસૂરિજી મહારાજે બનાવેલી કર્મ પ્રકૃતિની આચાર્ય શ્રી, મલયગિરિજની કરેલી ટીકામાં કહ્યું છે. તથા સિદ્ધાન્તકારને એ અભિપ્રાય પણ જાણવા જેવો છે કે-જે જ પામેલા સમ્યગ્દર્શન ગુણને વમને ફરી સમ્યગ્દર્શન પામ્યા હોય તે જમાને કોઈ જીવ ઉત્કૃષ્ટથી છઠ્ઠી નરક સુધી પણ જઈ શકે છે. આ બાબતમાં કર્મગ્રંથાકારને એ અભિપ્રાય છે કે-તે ફરી દર્શન ગુણને પામેલો) જીવ વૈમાનિક દેવપણે જ ઉત્પન્ન થાય, એમ શ્રી પ્રવચનસારેદ્વારની ટીકામાં કહ્યું છે. વલી કર્મગ્રંથકારને અભિપ્રાય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે મિથ્યાભાવ પામે ત્યારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બાંધે, પરંતુ તેઓને તે રસબંધ ન કરે. આ બાબતમાં સિદ્ધાંતકાર એમ કહે છે કે ગ્રંથિને ભેદ કરનાર જીવ-ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધે. ૨ ઉદય આવેલા મિથ્યાત્વના ક્ષયથી અને નહિ ઉદય આવેલા મિથ્યાત્વને ઉપશમાવવાથી આ દશન પ્રકટે છે. આ બાબત વધારે બીના માટે જુઓ. તત્ત્વાર્થ-અધ્યા ૧ ની ટીકામાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44