________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરાક૯૫
૧૪૭
અહિં શ્રત-સાગરના પારગામી આય કંબલાલ અને સંબલ નામના બે મંગુ૮ આચાર્ય ઋદ્ધિ શાતાગારવમાં બાલ બળદ જિનદાસ શેઠના સંસર્ગથી લુબ્ધ બની યક્ષપણું પામ્યા અને જીભ
પ્રતિબોધ પામ્યા અને મૃત્યુ પામી નાગબહાર કાઢીને સાધુઓને અપ્રમાદી થવા માટે પ્રતિબંધ કર્યો.
કુમારમાં દેવપણે ઉત્પન્ન થયા. અને પછી પુછ્યું, સાધ્વીજીએ આખી ઘટના હૃદયભેદક શબ્દોમાં સંભળાવી. પુત્ર સાથેનાં પિતાનાં અઢારે સગપણ સંબંધ જણાવ્યા અને મુદ્રિકા પણ બતાવી. કુબેરદત્તે પ્રતીબોધ પામી સાધુપણું સ્વીકાર્યું. અને મૃત્યુ પામી સ્વર્ગ ગયો.
કુબેરસેનાએ શ્રાવકનાં વ્રત સ્વીકારી જૈનધર્મ આદર્યો અને કુબેરદત્તા સાધ્વીજી ગુરૂણી પાસે ગયાં.
આ આખી ઘટના જૈન ગ્રન્થમાં અઢાર નાતરાને નામે પ્રસિદ્ધ છે. જે મથુરામાં જ બનેલ છે. ૧૮ આચાર્ય આર્ય મંગુ
આ આચાર્ય નદીસૂત્રની ગુર્નાવલીના અનુસાર શ્રી આર્ય સમુદ્રના શિષ્ય હતા. તેઓ આચાર્ય પદપર અધિષ્ઠિત થયા હતા અને યુગપ્રધાન પણ હતા. આ મહાન પદ પામ્યા પછી શાતા ઋદ્ધિગારવમાં ફસી ગયા. જીહેન્દ્રિયના લાલચુ બની ગયા. આનું પ્રાયશ્ચિત લીધા સિવાય કાળધર્મ પામી મથુરા નગરીની નાલ-ગટર ઉપર યક્ષપણે ઉત્પન્ન થયા, અને તેમની મતિ પણ પુજાવા લાગી. એ રસ્તેથી જતા જેન શ્રમણોને જોઇને યક્ષરાજ જીભ બતાવવા લાગ્યા. સાધુઓએ પૂછ્યું આ શું છે ? જીભ કેમ કાઢે છે ? પછી યક્ષરાજે જવાબ આપતાં પિતાનું પૂર્વ સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે-હું ઇન્દ્રિયનો લાલચુ થવાથી આ દશા પામ્યો છું માટે તમારામાં કોઈ જીહેન્દ્રિયના લાલચુ હે તો ચેતી જઈ વધુ ત્યાગો અને વૈરાગ્યમય બનશે.
ગ્રન્થકારના સમયે આ મંગુ આચાર્યનું મંદીર હતું, અત્યારે તે વિદ્યમાન નથી. ૧૯ કંબલ અને સંબલ
- કંબલ અને સંબલની ઉત્પત્તિ માટે કલ્પસૂત્ર સુબાધિકાવૃત્તિમાં આ પ્રમાણે ઉલેખ મળે છે, “ મથુરા નગરમાં જીનદાસ શ્રાવક અને સાધુદાસી નામની તેમની સ્ત્રી શ્રાવિકા હતી. બન્ને પરમ ધર્મનિષ્ટ હતાં. તેમણે શ્રાવકનાં બારવ્રત ઉચ્ચર્યા હતાં અને તિથિએ ઉપવાસ, પિષધ આદિ નિરંતર કરતાં. એક વાર તેમને ઘેર દુધ દેનારી ભરવાડણને ત્યાં વિવાહ હતો અને તે વિવાહની શોભામાટેની કેટલીક કિમતી સામગ્રી શેઠ જીનદાસને ત્યાંથી આવી હતી, જેથી તેમને વિવાહ મહોત્સવ બહુજ દીપી ઉઠશે, તેથી તેના બદલારૂપે તેમણે બે નાનાં નાનાં વાછડાં શેઠ જીનદાસને ભેટ ધર્યો. શેઠે ઘણી ના કહી છતાં શેઠને આંગણે પરાણે તે બાંધી ગયો. શેઠને પાંચમા પરિગ્રહ વ્રતમાં કોઈપણ તિર્યંચ પિતાને ત્યાં ન રાખવાનાં પચ્ચખાણ હતાં. શેઠને વાછડાં રાખવાની ઇચ્છી લેશમાત્ર ન હતી. છતાંય ભરવાડને તે પાછા આપવાથી તેને ખસી કરશે; નાથ ઘાલી ભાર ખેંચાવશે વગેરે, તેની દયાથી
For Private And Personal Use Only