Book Title: Jain Sahitya na Pado Vishe Vicharana
Author(s): Chandrakant H Mehta
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 4
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આમાં કવિનું વક્તવ્ય વિશદાર્થ છે અને રૂપકની પસંદગી પણ યોગ્ય રીતે થઈ છે. નરસિંહ મહેતાનું અમે તો વહેવારિયા રામનામના રે, વેપારી આવે છે બધા ગામગામના રે. એ પદનું આ પદ વાંચતાં સ્મરણ થાય છે. બન્ને કાવ્યમાં વેપારીની સૃષ્ટિમાંથી જ રૂપકની પસંદગી કરી છે. આ બન્નેમાં સમાનતા લાગે તેનું કારણ એ કે બન્ને પદોનું પ્રેરણાસ્થાન એક જ હતું. બન્ને જનતાને દૃષ્ટિ સમક્ષ રાખીને, તેમને પોતાનું વકતવ્ય શી રીતે સુગ્રાહ્ય બને, એ દષ્ટિએ લખાયાં છે. જૈનપદોનો બીજો એક વિશિષ્ટ પ્રકાર “સજજાય”નો છે. સજજાય' શબ્દ સ્વાધ્યાયપરથી આવ્યો છે. રોજ પ્રાતઃકાળે કે પ્રભાતે, પોતાના અધ્યયન માટે ભક્તજનો પોતાને જે સજજાયો મુખપાઠ હોય તે બોલી જતા. આ રીતે સર્જાયો મુખપાઠ થતી અને મંદિરોમાં પણ ગવાતી. સજજાયોનો મુખ્ય હેતુ લોકોને ધર્મમાર્ગે દોરવાનો હતો. ધર્મમાર્ગે લોકોને બે રીતે દોરી શકાય : કાં તો સીધેસીધો ઉપદેશ આપીને, અથવા તો દૃષ્ટાન્ત દ્વારા -- વાર્તા કહીને – પરોક્ષ ઉપદેશ આપીને. સજજાયમાં આ બન્ને પ્રકારો દૃષ્ટિએ ખડે છે. કથાપ્રધાન સજજાયોમાં કોઈ ત્યાગી પુરુષનું કે મુનિનું જીવનવૃત્તાંત સંક્ષેપમાં આવતું. જેમકે ઈલાચીપુત્રની સજ્જાય નામ ઈલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર નટવી દેખીને મોઠીયો, જે રાખે ઘર સૂત્ર કરમ ન છૂટે રે પ્રાણિયા – ટેક. નિજકૂળ છાંડી રે નટ થયો, નાણું શરમ લગાર – કરમ ઈકપૂર આવ્યો રે નાચવા, ઊંચો વાંસ વિશેષ તિહાં રાય જોવા રે આવીયો, મળિયા લોક અનેક – કરમ દોય પણ પહેરી રે પાવડી, વાંસ ચઢ્યો ગજગેલ નિરાધાર ઉપર નાચતો ખેલે નવનવા ખેલ –– કરમ ઢોલ વજાડે રે નટવી, ગયે કિન્નર સાદ, પાયતલ ઘુઘરા રે ઘમધમે, ગાજે અંબર નાદ-કરમ તિહાં રાય ચિત્તમેં ચિંતવે, લુબ્ધો નટવીની સાથ જે નટ પડે રે નાચતો, તો નટવી મુજ હાથ – કરમ ધન ન આપે રે ભૂપતિ, નટ જાણે રે ભૂપ વાત હું ધનવંછું રે રાયનો, ને રાય વછે મુજ ઘાત. – કરમ તવતિહાં મુનિવર પેખિયા, ધનધન સાધુ નિરાગ ધિક્ ધિક વિખીયા રે જીવરે, એમ તે પામ્યો વૈરાગ. –- કરમ થાળ ભરી શુદ્ધ મોદક, પદમણી ઊભેલાં બહાર લો લો કે છે લેતા નથી, ધનધન મુનિ અવતાર – કરમ સંવર ભાવે રે કેવળી, થયો મુનિ કર્મ ખમાય કેવળ મહિમા રે સૂર કળે, લબ્ધિવિજે ગુણ ગાય – કરમ (સજજાયમાળા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8