Book Title: Jain Sahitya na Pado Vishe Vicharana Author(s): Chandrakant H Mehta Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 3
________________ જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા અહીં ઈશ્વરને માટે શ્યામ', ‘ પ્રાણનાથ ' વગેરે સંબોધનો, સ્પષ્ટ રીતે, ગોપી જ કૃષ્ણને સંબોધતી હોય, અને પોતાની વિરહવેદના આર્દ્ર શબ્દોમાં વ્યક્ત કરતી હોય એમ લાગે છે. આનંદધનજીનું નીચેનું પદ તો એથી પણ વધારે આગળ વધીને, જાણે દયારામ કે નરસિંહે જ લખ્યું હોય, એવી ઉત્કટ શૃંગારની પિરભાષામાં પોતાના ભાવો વ્યક્ત કરે છે. અથવા પિયાબીન સુધસ્મુધ બુંદી હો વિરહ ભુજંગ નિશા સમે, મેરી સેજડી બૂંદી હો. નિશદિન જોઉં તારી વાટડી મેરે આવો રે ઢોલા. મીઠો લાગે કંતડો ને ખારો લાગે લોક કંતવિહુણી ગોઠડી, તે રણમાંહે પોક. જાણીતા કવિ યશોવિજયજી પણ એમના પદોમાં ગોપીભાવને મળતો પ્રિયતમ–પ્રિયતમાનો ભાવ નિરૂપે છે. એમના એક પ૬માં એઓ કહે છેઃ Jain Education International પિયુ પિયુ કરી તુમને જપું રે હું ચાતક તુમે મેહ ( ચૈત્યવંદન ચોવીશી ) આ પંક્તિ મીરાંની આવી જ ઉપમાવલિઓની સહજ રીતે આપણને યાદ આપે છે. આ પરિભાષા એ જૈનપદ સાહિત્યની એક વિશેષતા ગણી શકાય. જૈન રાસાઓ, કથાઓ તથા પ્રબંધોમાં શૃંગાર આવે છે, પણ એ શૃંગારનું એ પ્રકારોમાં સ્વતંત્ર સ્થાન છે. ભક્તિની ભાવનાને વ્યક્ત કરવાની પરિભાષા યા તો રૂપક તરીકે નહિ. જૈનો મુખ્યત્વે વાણિજ્યપ્રધાન કોમ હોઈ વાણિજ્યની પરિભાષા કે વાણિજ્ય જગતમાંથી લીધેલાં રૂપકો પણ જૈનપદોમાં સ્વાભાવિક રીતે મળે છે. આપણા વાણિજ્યપ્રધાન મુલકને એવાં રૂપકો વિશેષ રૂચે અને ગ્રાહ્ય બને એ સ્વાભાવિક છે. આનંદધનજીના નીચેના પદમાં જિંદગી ટૂંકી છે અને જીવનમાં આપણે જે સાધવાનું છે તે ધણું છે, એ હકીકત વેપારની પરિભાષામાં સમજાવતાં એઓ કહે છેઃ જે મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જાય. તલપદ પૂંછ મેં આપી સધળી રે, તોય વ્યાજ પૂરું નહિ થાય. વ્યાપાર ભાગો જલવટ થલવટે રે, ધીરે નહિ નિશાની માય. વ્યાજ ખોડાવી કોઈ ખંદા પરવે, તો મૂલ આખું સમ ખાય. હાટડું મારું રૂડાં માણેકચોકમાં રે, સાર્જનિયાનું મનડું મનાય. આનંદધન પ્રભુ શેઠે શિરોમણિ ૩, મહુડી ઝાલને ? આય. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8