Book Title: Jain Sahitya na Pado Vishe Vicharana Author(s): Chandrakant H Mehta Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 8
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ મહાવીરના જીવનના સંક્ષેપમાં આલેખાયેલા પ્રસંગોને બદલે કૃષ્ણના પ્રસંગો મૂકી શકાય. આ સમાનતાનું કારણ ઉપર જણાવ્યું તેમ આરતી ગાવાની પદ્ધતિ, તેમ જ આરતી બધે સરખી હતી, વિધિ સરખો હતો, તે જ છે. બીજી એક લાક્ષણિક આરતી જઈએ : અપ્સરા કરતી આરતી જિન આગે હાં રે જિન આગે રે જિન આગે હાં રે એ તો અવિચળ સુખડાં માગે, હાં રે નાભિનંદન પાસ–અપ્સરા તા થઈ નાટક નાચતી, પાય ઠમકે હાં રે દોય ચરણે - ઝાંઝર ઝળકે. હાં રે સોવન ઘુઘરી ઘમકે, હાં રે લેતી ફૂદડી બાઈ– અપ્સરા તાલ મૃદંગ ને વાંસળી ડફ વેણા, હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણા હાં રે મધુર સુરાસુર નયણાં, હાંરે જેતી મુખડું નિહાળ–અપ્સરા આની વિશેષતા એ છે કે એમાં દેવના વર્ણનને બદલે દેવની આરતી ઉતારતી અપ્સરાનું વર્ણન છે. આરતીના અંતભાગમાં કવિ સીધું જ જિનવરને પોતાની સઘળી આપત્તિ હરવાની વિનતિ કરે છે. સામાન્ય રીતે આરતીમાં મૂતિનું વર્ણન, સ્તવન, કે એની પ્રશરિત જ હોય છે. આ રીતે આરતીનો પ્રકાર જૈન તેમ જ જૈનેતર સાહિત્યમાં બાહ્ય દષ્ટિએ–વસ્તુ અને નિરૂપણ બન્ને દષ્ટિએ—અત્યંત સમાન હતો. આ રીતે જૈન પદસાહિત્યમાં વૈવિધ્ય ઘણું છે. એમાં કથન, વર્ણન, ઊર્મિ વગેરે ઘણાં તત્ત્વો આવતાં. આ પ્રકાર જૈનેતર સાહિત્યની જેમ વિશેષતઃ મંદિરો જોડે સંકળાયેલો હતો, અને તેથી જ આ પ્રકાર, જૈનેતર પદપ્રકાર જેટલો જ સમૃદ્ધ, પોતાની આગવી વિશેષતાવાળો, છતાં બીજાં પદોથી સાવ અસ્કૃષ્ટ નહિ પણ સંકળાયેલો એવો મનોહારી સાહિત્ય પ્રકાર છે. અને મધ્યકાલીન પદ સાહિત્યની અઢળક સમૃદ્ધિમાં, જૈનસાહિત્યકારોનો ફાળો પણ ચિરસ્મરણીય છે, સારો તેમ જ માતબર છે એ હકીકત દીવા જેવી સ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8