Book Title: Jain Sahitya na Pado Vishe Vicharana
Author(s): Chandrakant H Mehta
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૪૭ જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા ૪૭ (આર્યા) મચકુંદ ચંપમાલઈ, કમલાઈ પુફફપચ વણાઈ જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દીતી. (વીરવિજય સ્નાત્રપૂજ) આમાં પણ સ્નાનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કુસુમાર્પણ વિધિનો પણ ઉલ્લેખ છે. એ વિધિમાં વિશેષતઃ તો ફૂલોની નામાવલિ આવતી. કેટલાક જૈન પદપ્રકારો અન્ય જૈનેતર પદપ્રકારોની જોડે તદન મળતા આવે છે અને બને પ્રકારોમાં બાહ્યદષ્ટિએ કશો ભેદ નથી હોતો. ભેદ માત્ર, જે દેવની સ્તુતિ હોય તેનાં નામનો હોય છે. બાકી અન્ય રીતે એટલી બધી જૈન અને જૈનેતર પદપ્રકારમાં આપણને સમાનતા જડે છે કે જે દેવોનાં નામની અદલબદલ કરીએ તો એ પ્રકાર જૈનસાહિત્યનો છે કે જૈનેતર સાહિત્યનો છે તે વરતાય નહિ. આવો પ્રકાર આરતીનો છે. આરતીની વિધિ જૈન, વૈષ્ણવ, શિવ, માતા બધા મંદિરોમાં સમાન હતો એટલું જ નહિ, પણ બધે એક જ શિરસ્તા પ્રમાણે આરતી ઉતારાતી. એટલે બને પ્રકારનાં મંદિરોની જરૂરિયાત પૂરી પાડવા માટે આરતીનો પદપ્રકાર ઉદભવ્યો. મહાવીરસ્વામીની નીચેની આરતી કાંઈક વિશિષ્ટ હોવાથી આપી છે. મહાવીર સ્વામીની આરતી જયદેવ જયદેવ જયસુખના સ્વામી પ્રભુ (૨) તુજને વંદન કરીએ (૨) ભવભવના ભામી – જયદેવ જયદેવ. સિદ્ધારથના સુત, ત્રિશલાના જાયા પ્રભુ (૨) જશોદાના છે કંથજી, (૨) ત્રિભુવન જગરાયા – જયદેવ જયદેવ. બાળપણમાં આપ ગયા રમવાને કાજે – પ્રભુ (૨) દેવતાએ દીધો પડછાયો (૨) બીવરાવા કાજે – જયદેવ જયદેવ. એકવારનું રૂપ લીધું છે નાગનું પ્રભુ (૨) બીજીવારનું રૂપ (૨) લીધું છે બાળકનું – જયદેવ જયદેવ. બાળક બીના સહુ પોતે નથી બીને પ્રભુ (૨) દેવતાનું કાંઈ નવ ચાલ્યું, (૨) હારી જતા રહેતા – જયદેવ જયદેવ. એવા છે ભગવાન, મહાવીર તમે જાણે પ્રભુ (૨) વળે છે સહુ તેને (૨) નમે રાયરાણે – જયદેવ જયદેવ. અહીં “જયદેવ” “દેવ”નું ધ્રુવ ઉચ્ચારણ, એક પંક્તિના ઉત્તરાર્ધનું અને બેકી પંક્તિના પૂર્વાર્ધનું બે બે વાર ઉચ્ચારણ, એ બધા જૈનેતર તેમ જ જૈન આરતીના પદના બાહ્ય સ્વરૂપનાં સમાનતત્ત્વો છે. અને મહાવીરને બદલે માત્ર નામ બદલીને કૃષ્ણને માટે પણ આ આરતી ચાલી શકે એટલી સમાનતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8