Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણું પ્રા. ચંદ્રકાન્ત મહેતા, એમ. એ., એલએલ. બી., પીએચ. ડી.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશેષ વ્યાપક, વિશેષ લોકગમ્ય અને લોકપ્રિય, અને વિશેષ સમૃદ્ધ પ્રકાર પદનો હતો. બીજા પ્રકારોમાં આમજનતા મોટે ભાગે શ્રોતાનું કામ કરતી. પરંતુ, આ પ્રકાર જ એવો હતો, કે જે આમજનતા, મુખપાઠ કરીને, હોંશે હોંશે, દિનપ્રતિદિન ગાઈને, આનંદ માણી શકે. આ પ્રકાર એ જૈન, જૈનેતર—બન્નેએ વિકસાવ્યો છે. આ પ્રકારની લોકપ્રિયતા એટલી બધી હતી, કે પ્રબંધલેખકો પ્રબંધોમાં, આખ્યાનકારો આખ્યાનમાં, રાસાલેખકો રાસામાં, ને વાર્તાકારો વાર્તામાં એનો છૂટથી ઉપયોગ કરતા. આમ પદનું સ્વતંત્ર સ્થાન તો હતું જ, પરંતુ અન્ય પ્રકારી જોડે પણ એ પ્રકાર સંકળાયેલો હતો.
પદ એ ઊર્મિજન્ય કાવ્યપ્રકાર છે. એથી પદને આપણી અર્વાચીન કાવ્યસત્તા આપવી હોય તો, આપણે એને ઊર્મિકાવ્ય (Lyrics) કહી શકીએ. આ પ્રકારમાં ઊર્મિ જેટલે અંશે પ્રબળ, કાવ્યોચિત, તેટલે અંશે કાવ્યની ઉત્તમતા. જે ઊર્મિનું પદમાં નિરૂપણ થાય છે તે ઊર્મિ બે પ્રકારની છે એક ભક્તિની ને બીજી ઉપદેશાત્મક, ઉપદેશાત્મક ઊર્મિમાં પદો બહુધા શાક્તરસનાં હોય છે અને એ પ્રકાર જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં ખીલ્યો છે. જૈન સાહિત્યનાં પદમાં આપણને જે ઊર્મિ દૃષ્ટિએ પડે છે તે કાં તો કથનાત્મક યા તો વર્ણનાત્મક સ્વરૂપમાં વ્યક્ત થઈ છે.
મધ્યકાલીન સાહિત્યની એક વિશેષતા એ હતી કે સાહિત્ય અને જીવન પરસ્પર સુસંકલિત હતાં. જીવનની જરૂરિયાતમાંથી જ સાહિત્યનો ઊગમ થતો. આથી સાહિત્યનું આખું માળખું જ જીવન જોડે સંકળાયેલું રહેતું. આથી મધ્યકાલીન કવિ સામાન્ય માનવી માટે જ કાવ્ય રચતો, સામાન્ય જનને માટે જ પોતાની ઊર્મિને વ્યક્ત કરતો અને એથી સાહિત્ય સર્વજનસુલભ અને સર્વ જનનું બની જતું. એ સમયનો કવિસામાન્ય જનથી ભિન્ન એવી ભાષામાં બોલતો કે કાવ્ય રચતો નહિ. કાવ્યનો રચયિતા અને ભાવક બને એક જ પ્રકારની દૈનંદિન વપરાતી ભાષાથી સંકળાયેલા હતા. કવિ સામાન્ય જીવનમાંથી જ પોતાનાં વકતવ્ય માટે ઉપમાનો ને દષ્ટાન્તો શોધતો; લોકજીવન જ એનું પ્રેરણાસ્થાન હતું; જેમકે સમયસુન્દર એમનાં નીચેના પદમાં લોકજીવનનું જ રૂપક આપે છે.
ધોબીડાં તું ધોજે મનનું ધોતીયું રે,
રખે રાખતો મેલ લગાર રે. એણે રે મેલે જગ મેલો કર્યો છે, - વિણ ધોયું ન રાખે લગાર રે. અમદમ આજે જે શીલ રે,
તિહાં પખાળે આતમ ચીર રે. તપવજે તપ તડકે કરી રે,
જાળવજે નવબલ વાય રે.
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
છાંટા ઉરાડે પાપ અઢારના રે,
એમ ઉજળું હોંશે તત્કાળ રે, આલોયણ સાબુડો સુધો કરે રે,
રખે આવે માયા શેવાળ રે. અહીં ધોબીનું રૂપક સર્વજનગમ્ય છે એટલું જ નહિ, પણ સરળ શબ્દોમાં, સ્પષ્ટતાથી, રૂપકને કવિએ એક પછી એક ધોબીનાં જીવનનાં ચિત્રો આપીને સમજાવ્યું છે.
આ ઉપરાંત, માનવનાં નિત્યકર્મને પણ પદમાં ગૂંથી તે દ્વારા ધર્મોપદેશ કરવાની, કે માનવને એનાં કર્તવ્યનું મરણ કરાવવાની રીતિ પણ પદમાં દષ્ટિએ પડે છે. વાચક જશવિજયજીનું નીચેનું સ્તવન–
દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુગુણ જલમુખ શુદ્ધ ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુખ નિર્મળ બુદ્ધ જતનાએ સ્નાન કરીએજી, કાઢો મેલ મિશ્યાય દીવો કરતાં ચિંતવોજી, જ્ઞાનદીપક સુપ્રકાશ
નયચિંતા ઘી પૂરીયુંછ, તત્ત્વપાત્ર સુવિશાળ રોજના અત્યંત અગત્યનાં એવાં કાર્યો કવિએ અહીં પોતાનું વક્તવ્ય શ્રોતાઓના હૃદયમાં સોસ ઊતરે માટે આલેખ્યાં છે. આમ પદનું સાહિત્ય જીવન જેડે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું હતું.
સામાન્ય રીતે જૈનસાહિત્યનાં પદ સિવાયના બીજા પ્રકારોમાં, જૈનેતર સાહિત્યની કે ધર્મની અસર જવલ્લે જ દષ્ટિએ પડે છે, પરંતુ, જૈનપદોની એક વિલક્ષણતા એ છે કે, એમાં જૈનેતર પ્રેમલક્ષણા ભક્તિની અસર સ્પષ્ટપણે દૃષ્ટિએ પડે છે. વૈરાગ્યપ્રધાન જૈનધર્મમાં પ્રેમલક્ષણા ભક્તિને સ્થાન ન હોય, પણ જૈનકવિઓ પદના પ્રકારમાં પ્રેમલક્ષણા ભક્તિની પરિભાષામાં જ પોતાની ઊર્મિને વ્યક્ત કરે છે. શૃંગારની પરિભાષાનો ઉપયોગ, જૈન કવિઓને પણ જૈનેતર કવિઓ જેટલો જ સુગમ હતો, અને એ વાહન દ્વારા પણ પોતાની ઉમિઓ અત્યંત આસાનીથી વ્યક્ત કરતા. ઈશ્વરને પ્રિયતમ માનીને એની ઉપાસના કરાઈ હોય એવું કવિ આનંદઘનજીનું નીચેનું પદ જુઓ:
મુને મારો ના હો લિયો મ ળ વા નો કોડ મીઠાબોલા મનગમતા માહછ વિણ તનમન થાએ મોડ કાંઈ ઢોળિયો ખાટ પછેડી તળાઈ ભાવે ન રેશમ સોડ અબ સબ મારે ભલારે ભલેરા, મારે આનંદઘન શિરમોડ
(જેમકાવ્યદોહન, પૃ. ૪૭)
બીજા એક પદમાં એઓ કહે છે:
નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી કોઈ નહિ હું કોણ શું બોલું, સહુ આલંબન ટૂંકી પ્રાણનાથ તુમે દૂર પધાર્યા, મૂકી નેહ નિરાશી જણજણના નિત્ય પ્રતિગુણ ગાતાં, જનમારો કિમ જોશી
(જૈનકાવ્યદોહન, પૃ. ૪૭).
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા
અહીં ઈશ્વરને માટે શ્યામ', ‘ પ્રાણનાથ ' વગેરે સંબોધનો, સ્પષ્ટ રીતે, ગોપી જ કૃષ્ણને સંબોધતી હોય, અને પોતાની વિરહવેદના આર્દ્ર શબ્દોમાં વ્યક્ત કરતી હોય એમ લાગે છે. આનંદધનજીનું નીચેનું પદ તો એથી પણ વધારે આગળ વધીને, જાણે દયારામ કે નરસિંહે જ લખ્યું હોય, એવી ઉત્કટ શૃંગારની પિરભાષામાં પોતાના ભાવો વ્યક્ત કરે છે.
અથવા
પિયાબીન સુધસ્મુધ બુંદી હો વિરહ ભુજંગ નિશા સમે, મેરી સેજડી બૂંદી હો. નિશદિન જોઉં તારી વાટડી મેરે આવો રે ઢોલા.
મીઠો લાગે કંતડો ને ખારો લાગે લોક કંતવિહુણી ગોઠડી, તે રણમાંહે પોક.
જાણીતા કવિ યશોવિજયજી પણ એમના પદોમાં ગોપીભાવને મળતો પ્રિયતમ–પ્રિયતમાનો ભાવ નિરૂપે છે. એમના એક પ૬માં એઓ કહે છેઃ
પિયુ પિયુ કરી તુમને જપું રે હું ચાતક તુમે મેહ
( ચૈત્યવંદન ચોવીશી )
આ પંક્તિ મીરાંની આવી જ ઉપમાવલિઓની સહજ રીતે આપણને યાદ આપે છે. આ પરિભાષા એ જૈનપદ સાહિત્યની એક વિશેષતા ગણી શકાય. જૈન રાસાઓ, કથાઓ તથા પ્રબંધોમાં શૃંગાર આવે છે, પણ એ શૃંગારનું એ પ્રકારોમાં સ્વતંત્ર સ્થાન છે. ભક્તિની ભાવનાને વ્યક્ત કરવાની પરિભાષા યા તો રૂપક તરીકે નહિ.
જૈનો મુખ્યત્વે વાણિજ્યપ્રધાન કોમ હોઈ વાણિજ્યની પરિભાષા કે વાણિજ્ય જગતમાંથી લીધેલાં રૂપકો પણ જૈનપદોમાં સ્વાભાવિક રીતે મળે છે. આપણા વાણિજ્યપ્રધાન મુલકને એવાં રૂપકો વિશેષ રૂચે અને ગ્રાહ્ય બને એ સ્વાભાવિક છે. આનંદધનજીના નીચેના પદમાં જિંદગી ટૂંકી છે અને જીવનમાં આપણે જે સાધવાનું છે તે ધણું છે, એ હકીકત વેપારની પરિભાષામાં સમજાવતાં એઓ કહે છેઃ
જે
મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જાય. તલપદ પૂંછ મેં આપી સધળી રે,
તોય વ્યાજ પૂરું નહિ થાય. વ્યાપાર ભાગો જલવટ થલવટે રે,
ધીરે નહિ નિશાની માય. વ્યાજ ખોડાવી કોઈ ખંદા પરવે,
તો મૂલ આખું સમ ખાય. હાટડું મારું રૂડાં માણેકચોકમાં રે,
સાર્જનિયાનું મનડું મનાય. આનંદધન પ્રભુ શેઠે શિરોમણિ ૩, મહુડી
ઝાલને ? આય.
Page #4
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આમાં કવિનું વક્તવ્ય વિશદાર્થ છે અને રૂપકની પસંદગી પણ યોગ્ય રીતે થઈ છે. નરસિંહ મહેતાનું
અમે તો વહેવારિયા રામનામના રે,
વેપારી આવે છે બધા ગામગામના રે. એ પદનું આ પદ વાંચતાં સ્મરણ થાય છે. બન્ને કાવ્યમાં વેપારીની સૃષ્ટિમાંથી જ રૂપકની પસંદગી કરી છે. આ બન્નેમાં સમાનતા લાગે તેનું કારણ એ કે બન્ને પદોનું પ્રેરણાસ્થાન એક જ હતું. બન્ને જનતાને દૃષ્ટિ સમક્ષ રાખીને, તેમને પોતાનું વકતવ્ય શી રીતે સુગ્રાહ્ય બને, એ દષ્ટિએ લખાયાં છે.
જૈનપદોનો બીજો એક વિશિષ્ટ પ્રકાર “સજજાય”નો છે. સજજાય' શબ્દ સ્વાધ્યાયપરથી આવ્યો છે. રોજ પ્રાતઃકાળે કે પ્રભાતે, પોતાના અધ્યયન માટે ભક્તજનો પોતાને જે સજજાયો મુખપાઠ હોય તે બોલી જતા. આ રીતે સર્જાયો મુખપાઠ થતી અને મંદિરોમાં પણ ગવાતી. સજજાયોનો મુખ્ય હેતુ લોકોને ધર્મમાર્ગે દોરવાનો હતો. ધર્મમાર્ગે લોકોને બે રીતે દોરી શકાય : કાં તો સીધેસીધો ઉપદેશ આપીને, અથવા તો દૃષ્ટાન્ત દ્વારા -- વાર્તા કહીને – પરોક્ષ ઉપદેશ આપીને. સજજાયમાં આ બન્ને પ્રકારો દૃષ્ટિએ ખડે છે. કથાપ્રધાન સજજાયોમાં કોઈ ત્યાગી પુરુષનું કે મુનિનું જીવનવૃત્તાંત સંક્ષેપમાં આવતું. જેમકે
ઈલાચીપુત્રની સજ્જાય નામ ઈલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર નટવી દેખીને મોઠીયો, જે રાખે ઘર સૂત્ર
કરમ ન છૂટે રે પ્રાણિયા – ટેક. નિજકૂળ છાંડી રે નટ થયો, નાણું શરમ લગાર – કરમ ઈકપૂર આવ્યો રે નાચવા, ઊંચો વાંસ વિશેષ તિહાં રાય જોવા રે આવીયો, મળિયા લોક અનેક – કરમ દોય પણ પહેરી રે પાવડી, વાંસ ચઢ્યો ગજગેલ નિરાધાર ઉપર નાચતો ખેલે નવનવા ખેલ –– કરમ ઢોલ વજાડે રે નટવી, ગયે કિન્નર સાદ, પાયતલ ઘુઘરા રે ઘમધમે, ગાજે અંબર નાદ-કરમ તિહાં રાય ચિત્તમેં ચિંતવે, લુબ્ધો નટવીની સાથ જે નટ પડે રે નાચતો, તો નટવી મુજ હાથ – કરમ ધન ન આપે રે ભૂપતિ, નટ જાણે રે ભૂપ વાત હું ધનવંછું રે રાયનો, ને રાય વછે મુજ ઘાત. – કરમ તવતિહાં મુનિવર પેખિયા, ધનધન સાધુ નિરાગ ધિક્ ધિક વિખીયા રે જીવરે, એમ તે પામ્યો વૈરાગ. –- કરમ થાળ ભરી શુદ્ધ મોદક, પદમણી ઊભેલાં બહાર લો લો કે છે લેતા નથી, ધનધન મુનિ અવતાર – કરમ સંવર ભાવે રે કેવળી, થયો મુનિ કર્મ ખમાય કેવળ મહિમા રે સૂર કળે, લબ્ધિવિજે ગુણ ગાય – કરમ
(સજજાયમાળા)
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા
આ કથામાં કોઈ પણ જાતના ઉપચાર વિના સીધું કથન જ છે. એમાં કથાને ઉચિત વરતું છે. જરા પણ આ ગયા વિના લબ્ધિવિયજીએ કથા કહી છે. ઈલાચીપુત્રને વૈરાગ એ મધ્યબિન્દુ છે. અહીં કથાનો દૃષ્ટાન્ત તરીકે ઉપયોગ થયો છે. આમાં ઊર્મિ નથી–સીધું કથન છે. મુનિ વખતસર આવી પહોંચ્યા અને પેલાને રાજા તરફ ઈર્ષા થવાને બદલે વૈરાગ આવ્યો એમાં વાર્તાની ખરી ચમત્કૃતિ રહેલી છે. આવી ઘણી કથાઓ સજજાયોમાં કહેવાઈ છે. જેમકે “મેતારનીમુનિની સજાય', “ અરણિકમુનિની સજજાય', ‘વયરમુનિની સજજાય”, “પશુકમુનિની સજજાય ” વગેરે. સજામાં ક્યારેક સીધો ઉપદેશ પણ આવતો.
કડવાં ફળ છે ક્રોધનાં જ્ઞાની એમ બોલે. રીસતણું રસ જાણુએ, હલાહલ તોલે. ક્રોધ કોડ પૂરવતણું સંય ફળ થાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય.
( વિવિધ સ્તવનાદિ સમુચ્ચય ગ્રન્થ)
અથવા,
દષ્ટિરાગે નવ લાગીએ, વળી જાગીએ ચિત્તે માગીએ શીખ જ્ઞાન તણી, હવે ભાંગીએ નિત્ય જ્ઞાની ગુરુવચન રળિયામણું, કટુ તરસ લાગે દષ્ટિરાગે ભ્રમ ઊપજે, વધે જ્ઞાન ગુણ રાગે.
(પદસજજાયમાળા)
બીજા જેનપદના પ્રકારોમાં ‘ચિત્યવંદન ” અને “સ્નાત્રપૂજા” છે. આ બન્ને પ્રકારો મંદિરો જોડે સંકળાયેલા છે. ચિત્યનો અર્થ જૈનમંદિર એવો થાય છે. સામાન્ય રીતે ભક્તો દેવનાં દર્શન કરતી વખતે જે ગીતો કે સ્તુતિ બોલતાં તે ચૈત્યવંદન કહેવાય છે. એટલે સ્વાભાવિક રીતે એમાં મંદિરસ્થ દેવનું સંકીર્તન આવતું. ખીમાએ ચૈત્યવંદનામાં શત્રુંજય તીર્થમાહામ્ય ગાયું છે. જેમકે :
આરાધું સામિણી શારદા, જિમ મતિ વડી દિઈ મતિ અદા શ્રી શેત્રંજ તીરથ વંદેવિ, ચૈત્રપ્રવાડિ ચેઈ સશિ. પાલીતાણુઈ પ્રણમું પાશ, જિમ મનવાંછિત પૂરઈ આશ લલિતાસૂર વંદુ જિનવીર, સોઈ સાયર જિમ ગુહિર ગંભીર
આ પદમાં આરંભ શિરસ્તામુજબ શારદાની સ્તુતિથી કર્યો છે અને લાંબા કાવ્યમાં જે પ્રમાણેનો વિધિ હોય છે, તેવો વિધિ અહીં છે. અંતમાં તે કવિ મંદિરસ્થ દેવની જ પ્રશસ્તિ કરે છે. કવિ કહે છે:
એહ સ્વામી તુમ ગુણ જેટલા, મઈ કિમ બોલઈ તેતલા, તું ગુણ રયણાયર હોઈ એહ સંક્ષા નવ જણાઈ કોઈ
Page #6
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આ રીતે ચૈત્યવંદન એટલે, ચૈત્યમાં વંદન કરતી વખતે ગવાતાં પદો, આ પ્રકારમાં કવચિત્ સ્થળમાહાત્મ્ય પણ આવતું. મૂળા નામનાં કવિએ એનાં ચૈત્યવન્દનમાં બધા દેવની વંદના કરીને અંતે કહ્યું છે કેઃ કલસ છન્નુએ જિનવર છન્નુએ જિનવર
સાસય
અર્ધી ઊર્ધ્વ તે લોક તીઅે જાણું એ અસાસય જૈન પરિમા, તે સર્વે વખાણ્યું એ ગચ્છ વિધિપક્ષ પૂજ્ય પરગટ, શ્રી ધર્મમૂર્તિ સરિંદું એ વાચક મૂલા કહે ભણુતાં ત્રદ્ધિ, વૃદ્ધિ આણંદું એ
૪
અહીં કાવ્યના શીર્ષકમાં જે કળશ છે, તે સ્નાનપૂજામાં જે કળશ આવે છે તે નહિ, પણ ‘કળશ’ એ ઢાળનું કે કાવ્યમાં વપરાતી દેશીનું નામ હતું તે છે. જ્યારે સ્નાત્રપૂજાના ગીતને જે કળશ નામ આપવામાં આવે છે. તે સ્નાત્રપૂજામાં વપરાતા કળશને લઈ ને હોવું જોઇએ.
ચૈત્યવંદન જેવો જ મંદિરની જોડે સંકળાયેલો અને મંદિરની જરૂરિયાતમાંથી ઉદ્ભવેલો પદપ્રકાર એ ‘ સ્નાત્રપૂજા’ વા ‘કળશ'નો છે. દેવને સ્નાન કરાવતી વખતે અને પુષ્પ ચઢાવતી વખતે ‘સ્નાત્રપ્રજા’ કે ‘કળશ'નાં પદો ગવાતાં. આ પદોમાં સ્નાનનો સ્પષ્ટ ઉલ્લેખ આવતો. પવિત્ર ઉદક લેઈ અંગ પખાળી,
વિવિધ વસ્ત્ર નવ ચિરમાળા કુસુમાંજલિ મહેલો આદિ જિગુંદા, તોરા ચરણુકમળ સેવે ચોસ. જિણુંદા
X
સરસ
સેવંતરિ માલતીમાલા,
ગુણ ગાવે મિ કવિય દેવાલા, ઋષભ અજિત સંભવ ગુણ ગાઉં,
અનંત ચોવીશી જિનની ઓળગ પાઉં, મહેલો વીરજિદા,
કુસુમાંજલિ
તોરા ચરણકમળ સેવે ચોસઠ ઈદા
—કુસુમાંજલિ
અહીં પ્રથમ પંક્તિમાં અંગપ્રક્ષાલનનો અને દ્વિતીય પક્તિમાં કુસુમાર્પણનો ઉલ્લેખ આવે છે. બીજા એક સ્નાત્રપૂજાનાં પદમાં કહ્યું છેઃ
નિર્મળ જળ
કળશે નવડાવે
વસ્ત્ર અમુલખ અંગ ધરાવે કુસુમાંજલિ મેલો આદિ જિણુંદા
સિદ્ધ સ્વરૂપી અંગ પુંખાળી
આતમનિર્મળ દૂઈ સુકુમાલિ
—કુસુમાંજલિ
Page #7
--------------------------------------------------------------------------
________________
૪૭
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા
૪૭ (આર્યા) મચકુંદ ચંપમાલઈ, કમલાઈ પુફફપચ વણાઈ જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દીતી.
(વીરવિજય સ્નાત્રપૂજ) આમાં પણ સ્નાનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કુસુમાર્પણ વિધિનો પણ ઉલ્લેખ છે. એ વિધિમાં વિશેષતઃ તો ફૂલોની નામાવલિ આવતી.
કેટલાક જૈન પદપ્રકારો અન્ય જૈનેતર પદપ્રકારોની જોડે તદન મળતા આવે છે અને બને પ્રકારોમાં બાહ્યદષ્ટિએ કશો ભેદ નથી હોતો. ભેદ માત્ર, જે દેવની સ્તુતિ હોય તેનાં નામનો હોય છે. બાકી અન્ય રીતે એટલી બધી જૈન અને જૈનેતર પદપ્રકારમાં આપણને સમાનતા જડે છે કે જે દેવોનાં નામની અદલબદલ કરીએ તો એ પ્રકાર જૈનસાહિત્યનો છે કે જૈનેતર સાહિત્યનો છે તે વરતાય નહિ. આવો પ્રકાર આરતીનો છે. આરતીની વિધિ જૈન, વૈષ્ણવ, શિવ, માતા બધા મંદિરોમાં સમાન હતો એટલું જ નહિ, પણ બધે એક જ શિરસ્તા પ્રમાણે આરતી ઉતારાતી. એટલે બને પ્રકારનાં મંદિરોની જરૂરિયાત પૂરી પાડવા માટે આરતીનો પદપ્રકાર ઉદભવ્યો. મહાવીરસ્વામીની નીચેની આરતી કાંઈક વિશિષ્ટ હોવાથી આપી છે.
મહાવીર સ્વામીની આરતી જયદેવ જયદેવ જયસુખના સ્વામી પ્રભુ (૨) તુજને વંદન કરીએ (૨) ભવભવના ભામી – જયદેવ જયદેવ. સિદ્ધારથના સુત, ત્રિશલાના જાયા પ્રભુ (૨) જશોદાના છે કંથજી, (૨) ત્રિભુવન જગરાયા – જયદેવ જયદેવ. બાળપણમાં આપ ગયા રમવાને કાજે – પ્રભુ (૨) દેવતાએ દીધો પડછાયો (૨) બીવરાવા કાજે – જયદેવ જયદેવ. એકવારનું રૂપ લીધું છે નાગનું પ્રભુ (૨) બીજીવારનું રૂપ (૨) લીધું છે બાળકનું – જયદેવ જયદેવ. બાળક બીના સહુ પોતે નથી બીને પ્રભુ (૨) દેવતાનું કાંઈ નવ ચાલ્યું, (૨) હારી જતા રહેતા – જયદેવ જયદેવ. એવા છે ભગવાન, મહાવીર તમે જાણે પ્રભુ (૨)
વળે છે સહુ તેને (૨) નમે રાયરાણે – જયદેવ જયદેવ. અહીં “જયદેવ” “દેવ”નું ધ્રુવ ઉચ્ચારણ, એક પંક્તિના ઉત્તરાર્ધનું અને બેકી પંક્તિના પૂર્વાર્ધનું બે બે વાર ઉચ્ચારણ, એ બધા જૈનેતર તેમ જ જૈન આરતીના પદના બાહ્ય સ્વરૂપનાં સમાનતત્ત્વો છે. અને મહાવીરને બદલે માત્ર નામ બદલીને કૃષ્ણને માટે પણ આ આરતી ચાલી શકે એટલી સમાનતા છે.
Page #8
--------------------------------------------------------------------------
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ મહાવીરના જીવનના સંક્ષેપમાં આલેખાયેલા પ્રસંગોને બદલે કૃષ્ણના પ્રસંગો મૂકી શકાય. આ સમાનતાનું કારણ ઉપર જણાવ્યું તેમ આરતી ગાવાની પદ્ધતિ, તેમ જ આરતી બધે સરખી હતી, વિધિ સરખો હતો, તે જ છે. બીજી એક લાક્ષણિક આરતી જઈએ : અપ્સરા કરતી આરતી જિન આગે હાં રે જિન આગે રે જિન આગે હાં રે એ તો અવિચળ સુખડાં માગે, હાં રે નાભિનંદન પાસ–અપ્સરા તા થઈ નાટક નાચતી, પાય ઠમકે હાં રે દોય ચરણે - ઝાંઝર ઝળકે. હાં રે સોવન ઘુઘરી ઘમકે, હાં રે લેતી ફૂદડી બાઈ– અપ્સરા તાલ મૃદંગ ને વાંસળી ડફ વેણા, હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણા હાં રે મધુર સુરાસુર નયણાં, હાંરે જેતી મુખડું નિહાળ–અપ્સરા આની વિશેષતા એ છે કે એમાં દેવના વર્ણનને બદલે દેવની આરતી ઉતારતી અપ્સરાનું વર્ણન છે. આરતીના અંતભાગમાં કવિ સીધું જ જિનવરને પોતાની સઘળી આપત્તિ હરવાની વિનતિ કરે છે. સામાન્ય રીતે આરતીમાં મૂતિનું વર્ણન, સ્તવન, કે એની પ્રશરિત જ હોય છે. આ રીતે આરતીનો પ્રકાર જૈન તેમ જ જૈનેતર સાહિત્યમાં બાહ્ય દષ્ટિએ–વસ્તુ અને નિરૂપણ બન્ને દષ્ટિએ—અત્યંત સમાન હતો. આ રીતે જૈન પદસાહિત્યમાં વૈવિધ્ય ઘણું છે. એમાં કથન, વર્ણન, ઊર્મિ વગેરે ઘણાં તત્ત્વો આવતાં. આ પ્રકાર જૈનેતર સાહિત્યની જેમ વિશેષતઃ મંદિરો જોડે સંકળાયેલો હતો, અને તેથી જ આ પ્રકાર, જૈનેતર પદપ્રકાર જેટલો જ સમૃદ્ધ, પોતાની આગવી વિશેષતાવાળો, છતાં બીજાં પદોથી સાવ અસ્કૃષ્ટ નહિ પણ સંકળાયેલો એવો મનોહારી સાહિત્ય પ્રકાર છે. અને મધ્યકાલીન પદ સાહિત્યની અઢળક સમૃદ્ધિમાં, જૈનસાહિત્યકારોનો ફાળો પણ ચિરસ્મરણીય છે, સારો તેમ જ માતબર છે એ હકીકત દીવા જેવી સ્પષ્ટ છે.