________________
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણું પ્રા. ચંદ્રકાન્ત મહેતા, એમ. એ., એલએલ. બી., પીએચ. ડી.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશેષ વ્યાપક, વિશેષ લોકગમ્ય અને લોકપ્રિય, અને વિશેષ સમૃદ્ધ પ્રકાર પદનો હતો. બીજા પ્રકારોમાં આમજનતા મોટે ભાગે શ્રોતાનું કામ કરતી. પરંતુ, આ પ્રકાર જ એવો હતો, કે જે આમજનતા, મુખપાઠ કરીને, હોંશે હોંશે, દિનપ્રતિદિન ગાઈને, આનંદ માણી શકે. આ પ્રકાર એ જૈન, જૈનેતર—બન્નેએ વિકસાવ્યો છે. આ પ્રકારની લોકપ્રિયતા એટલી બધી હતી, કે પ્રબંધલેખકો પ્રબંધોમાં, આખ્યાનકારો આખ્યાનમાં, રાસાલેખકો રાસામાં, ને વાર્તાકારો વાર્તામાં એનો છૂટથી ઉપયોગ કરતા. આમ પદનું સ્વતંત્ર સ્થાન તો હતું જ, પરંતુ અન્ય પ્રકારી જોડે પણ એ પ્રકાર સંકળાયેલો હતો.
પદ એ ઊર્મિજન્ય કાવ્યપ્રકાર છે. એથી પદને આપણી અર્વાચીન કાવ્યસત્તા આપવી હોય તો, આપણે એને ઊર્મિકાવ્ય (Lyrics) કહી શકીએ. આ પ્રકારમાં ઊર્મિ જેટલે અંશે પ્રબળ, કાવ્યોચિત, તેટલે અંશે કાવ્યની ઉત્તમતા. જે ઊર્મિનું પદમાં નિરૂપણ થાય છે તે ઊર્મિ બે પ્રકારની છે એક ભક્તિની ને બીજી ઉપદેશાત્મક, ઉપદેશાત્મક ઊર્મિમાં પદો બહુધા શાક્તરસનાં હોય છે અને એ પ્રકાર જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં ખીલ્યો છે. જૈન સાહિત્યનાં પદમાં આપણને જે ઊર્મિ દૃષ્ટિએ પડે છે તે કાં તો કથનાત્મક યા તો વર્ણનાત્મક સ્વરૂપમાં વ્યક્ત થઈ છે.
મધ્યકાલીન સાહિત્યની એક વિશેષતા એ હતી કે સાહિત્ય અને જીવન પરસ્પર સુસંકલિત હતાં. જીવનની જરૂરિયાતમાંથી જ સાહિત્યનો ઊગમ થતો. આથી સાહિત્યનું આખું માળખું જ જીવન જોડે સંકળાયેલું રહેતું. આથી મધ્યકાલીન કવિ સામાન્ય માનવી માટે જ કાવ્ય રચતો, સામાન્ય જનને માટે જ પોતાની ઊર્મિને વ્યક્ત કરતો અને એથી સાહિત્ય સર્વજનસુલભ અને સર્વ જનનું બની જતું. એ સમયનો કવિસામાન્ય જનથી ભિન્ન એવી ભાષામાં બોલતો કે કાવ્ય રચતો નહિ. કાવ્યનો રચયિતા અને ભાવક બને એક જ પ્રકારની દૈનંદિન વપરાતી ભાષાથી સંકળાયેલા હતા. કવિ સામાન્ય જીવનમાંથી જ પોતાનાં વકતવ્ય માટે ઉપમાનો ને દષ્ટાન્તો શોધતો; લોકજીવન જ એનું પ્રેરણાસ્થાન હતું; જેમકે સમયસુન્દર એમનાં નીચેના પદમાં લોકજીવનનું જ રૂપક આપે છે.
ધોબીડાં તું ધોજે મનનું ધોતીયું રે,
રખે રાખતો મેલ લગાર રે. એણે રે મેલે જગ મેલો કર્યો છે, - વિણ ધોયું ન રાખે લગાર રે. અમદમ આજે જે શીલ રે,
તિહાં પખાળે આતમ ચીર રે. તપવજે તપ તડકે કરી રે,
જાળવજે નવબલ વાય રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org