Book Title: Jain Sahitya na Pado Vishe Vicharana Author(s): Chandrakant H Mehta Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 2
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ છાંટા ઉરાડે પાપ અઢારના રે, એમ ઉજળું હોંશે તત્કાળ રે, આલોયણ સાબુડો સુધો કરે રે, રખે આવે માયા શેવાળ રે. અહીં ધોબીનું રૂપક સર્વજનગમ્ય છે એટલું જ નહિ, પણ સરળ શબ્દોમાં, સ્પષ્ટતાથી, રૂપકને કવિએ એક પછી એક ધોબીનાં જીવનનાં ચિત્રો આપીને સમજાવ્યું છે. આ ઉપરાંત, માનવનાં નિત્યકર્મને પણ પદમાં ગૂંથી તે દ્વારા ધર્મોપદેશ કરવાની, કે માનવને એનાં કર્તવ્યનું મરણ કરાવવાની રીતિ પણ પદમાં દષ્ટિએ પડે છે. વાચક જશવિજયજીનું નીચેનું સ્તવન– દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુગુણ જલમુખ શુદ્ધ ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુખ નિર્મળ બુદ્ધ જતનાએ સ્નાન કરીએજી, કાઢો મેલ મિશ્યાય દીવો કરતાં ચિંતવોજી, જ્ઞાનદીપક સુપ્રકાશ નયચિંતા ઘી પૂરીયુંછ, તત્ત્વપાત્ર સુવિશાળ રોજના અત્યંત અગત્યનાં એવાં કાર્યો કવિએ અહીં પોતાનું વક્તવ્ય શ્રોતાઓના હૃદયમાં સોસ ઊતરે માટે આલેખ્યાં છે. આમ પદનું સાહિત્ય જીવન જેડે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું હતું. સામાન્ય રીતે જૈનસાહિત્યનાં પદ સિવાયના બીજા પ્રકારોમાં, જૈનેતર સાહિત્યની કે ધર્મની અસર જવલ્લે જ દષ્ટિએ પડે છે, પરંતુ, જૈનપદોની એક વિલક્ષણતા એ છે કે, એમાં જૈનેતર પ્રેમલક્ષણા ભક્તિની અસર સ્પષ્ટપણે દૃષ્ટિએ પડે છે. વૈરાગ્યપ્રધાન જૈનધર્મમાં પ્રેમલક્ષણા ભક્તિને સ્થાન ન હોય, પણ જૈનકવિઓ પદના પ્રકારમાં પ્રેમલક્ષણા ભક્તિની પરિભાષામાં જ પોતાની ઊર્મિને વ્યક્ત કરે છે. શૃંગારની પરિભાષાનો ઉપયોગ, જૈન કવિઓને પણ જૈનેતર કવિઓ જેટલો જ સુગમ હતો, અને એ વાહન દ્વારા પણ પોતાની ઉમિઓ અત્યંત આસાનીથી વ્યક્ત કરતા. ઈશ્વરને પ્રિયતમ માનીને એની ઉપાસના કરાઈ હોય એવું કવિ આનંદઘનજીનું નીચેનું પદ જુઓ: મુને મારો ના હો લિયો મ ળ વા નો કોડ મીઠાબોલા મનગમતા માહછ વિણ તનમન થાએ મોડ કાંઈ ઢોળિયો ખાટ પછેડી તળાઈ ભાવે ન રેશમ સોડ અબ સબ મારે ભલારે ભલેરા, મારે આનંદઘન શિરમોડ (જેમકાવ્યદોહન, પૃ. ૪૭) બીજા એક પદમાં એઓ કહે છે: નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી કોઈ નહિ હું કોણ શું બોલું, સહુ આલંબન ટૂંકી પ્રાણનાથ તુમે દૂર પધાર્યા, મૂકી નેહ નિરાશી જણજણના નિત્ય પ્રતિગુણ ગાતાં, જનમારો કિમ જોશી (જૈનકાવ્યદોહન, પૃ. ૪૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8