Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 66
________________ भानुचंद्रगणिचरित અકબરના દરબારમાં જૈન ધર્મને પ્રભાવ જમાવનાર અને જેને સમાજની પ્રતિષ્ઠા વધારના મહોપાધ્યાય ભાનુચન્દ્રગણિનું અપૂર્વ જીવનચરિત્ર જે તેમના પ્રધાન શિષ્ય મહોપાધ્યાય સિદ્ધિચંદ્રનું બનાવેલું છે, પ્રથમ જ પ્રકાશિત થાય છે. કઈ રીતે અકબર જેવો મહાપ્રતાપી મુગલ સમ્રાટ જૈન ધર્મ તરફ અત્યંત આદર ભાવ રાખતો થયો તેનો જે સંપૂર્ણ વિશ્વસનીય ઇતિહાસ જાણવો હોય તો આ ગ્રંથ અવશ્ય અવલોકવો જોઈએ. આ ગ્રન્થનું સંપાદન શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઇએ કર્યું છે. અને અંગ્રેજીમાં વિસ્તૃત ઉદ્દઘાત, ગ્રન્થસાર, ઐતિહાસિક નોંધો આદિ લખીને ગ્રન્થને સુન્દર રીતે સજાવ્યો છે. અંતમાં કેટલાય પરિશિષ્ટો પણ આપેલાં છે મૂળ પ્રતિના આદિ અને અંતના પાનાના ફેટ બ્લેક પણ આપવામાં આવ્યાં છે. મૂલ્ય : ___खरतर गुर्वावलि ગુર્નાવલિ વિષયક સાહિત્યમાં એક અદ્દભુત અને અપૂર્વ કૃતિ ૪૦૦૦ જેટલા કલેકવાળી આ ગુર્નાવલિ અનેક એતિહાસિક બાબતોથી ભરપૂર અને વિશિષ્ટ વસ્તુ પૂર્ણ છે શ્રી જિનેશ્વરસૂરિથી લઈ જિનપદ્મસૂરિના પટ્ટાભિષેક સુધીને એમાં જે ઈતિહાસ આપવામાં આવ્યો છે તે અન્યત્ર અજ્ઞાત એવો છે અને અતિ વિસ્તાર સાથે સર્વથા વિશ્વસનીય રીતે એ આપવામાં આવ્યો છે. મારવાડ, મેવાડ, માલવા, વાગડ, ગુજરાત, સૌરાષ્ટ, સિન્ધ, દિલ્લી અને પૂર્વ દેશવાસી અનેક સમર્થ શ્રાવકે અને કુટુંબનાં કીતિકલાપનું બહુ જ સુન્દર વર્ણન એમાંથી મળી આવે છે. પ્રસ્તાવના પરિશિષ્ટ, વિશેષ નામાનુક્રમ સાથે ઉત્તમ રીતે સંપાદિત કરવામાં આવી છે. મૂ. ૩–૧૨–૦

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72