________________ સગ્રન્થ સેવનના ફાયદા ગમ્મત ખાતર પ્રગટ થતું હલકટ સસ્તું સાહિત્ય વાંચી તમારા દૈવી આત્માને દૂષિત ન કરે. એવા ગ્રન્થમાં કે પત્રોમાં ચિત્રાયેલી વિષયલીલા તે તમે ઘેર ઘેર જઈ શકે છો મરદને–સિંહને–એવું સાહિત્ય વાંચવું ન શોભે, મોદે તે આ જગતમાં અનેક સાહસ ખેડવાં છે; તેને રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, જેવી ધમસાધના કરવી છે; અર્જુન, ભીમ, પ્રતાપ અને નેપોલિયન સમાન વીર્યસાધના કરવી છે; જગડુશા, પ્રેમચંદ, કરમચંદ, એઝ કાનેગી જેવી અર્થસાધના કરવી છે, લેનિન, કમાલપાશા, તિલક, ગાંધી જેમ સ્વાતંત્ર્યસાધના કરવી છે, તેવાઓએ ઝેરી સાહિત્યથી દૂર રહેવું જોઈએ. થીગડાં દીધેલાં કપડાં અને સાંધેલા જોડા પહેરશે, પરંતુ પુસ્તકોની બાબતમાં કંજૂસાઈ—કરકસર કરતા નહિ. બાળકોને અછકલાં કપડાં અને ઘરેણુને ભાર લાદી તે છડા, અભિમાની કે વિલાસી બનાવ્યા કરતાં ઉત્તમ પુસ્તક આપી તેમને ઉત્તમ માણસ બનાવી શકે છે. આપણુમાં ગુપ્ત રહેલી અનંત શક્તિઓ સારા ગ્રન્થો વાંચવાથી જાગૃત થાય છે. જે હમેશાં આપણે ઉત્તમ વિચાર, શુદ્ધ શૈલી, મજબૂત દલીલ અને સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિવાળા ગ્રન્થ વાંચીએ તો આપણું ગુણોનો વિકાસ થાય.