Book Title: Jain Paramparanu Apbhramsa Sahitya ma Pradan Author(s): H C Bhayani Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 3
________________ જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન पउमचरिउ k વસમરિક ( સં. પદ્મરિતમ્ ) એ રામાયળપુરાળુ ( સં. રામાચળપુરાળમ્ ) નામે પણ જાણીતું છે. એમાં પદ્મ એટલે રામના ચરિત પર મહાકાવ્ય રચવાની સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યની પરંપરાને સ્વયંભૂ અનુસરે છે. ૧૩મરિકમાં રજૂ થયેલું રામકથાનું જૈન સ્વરૂપ વાલ્મીકિ રામાયણમાં મળતા બ્રાહ્મણુ પરંપરા પ્રમાણેના રવરૂપ( બંનેમાં આ પુરોગામી છે)થી અનેક અગત્યની બાબતમાં જુદું પડે છે. સ્વયંભૂરામાયણનો વિસ્તાર પુરાણની સ્પર્ધા કરે તેટલો છે. તે વિદ્વાર ( સં. વિદ્યાધર ), સન્ના ( સં. અયોધ્યા ), સુવર, જીન્ન ( સં. યુદ્ધ ) અને ઉત્તર એમ પાંચ કાંડમાં વિભક્ત છે. આ દરેક કાંડ મર્યાદિત સંખ્યાના સંધિ' નામના ખંડોમાં વહેંચાયેલો છે. પાંચે કાંડના બધા મળીને તેવું સંધિ છે. આ દરેક સંધિ પણુ બારથી વીશ જેટલા ‘ કુડવક ’ નામના નાના સુગ્રથિત એકમોનો બનેલો છે. આ કડવક ( = પ્રાચીન ગુજરાતી સાહિત્યનું ‘ કડવું ’ ) નામ ધરાવતો પદ્યપરિચ્છેદ અપભ્રંશ અને અર્વાચીન ભારતીય–આર્યના પૂર્વકાલીન સાહિત્યની વિશિષ્ટતા છે. કથાપ્રધાન વસ્તુ ગૂંથવા માટે તે ઘણું જ અનુકૂળ છે. કડવદેહ કોઈ માત્રાછંદમાં રચેલા સામાન્યતઃ આઠ પ્રાસમૃદ્ધ ચરણુયુગ્મનો અનેલો હોય છે. કડવકના આ મુખ્ય કલેવરમાં વર્ણ વિષયનો વિસ્તાર થાય છે, જ્યારે જરા ટૂંકા છંદમાં બાંધેલો ચાર ચરણનો અંતિમ ટુકડો વર્ણ વિષયનો ઉપસંહાર કરે છે કે વધારેમાં પછીના વિષયનું સૂચન કરે છે આવા વિશિષ્ટ બંધારણને કારણે અપભંશ સંધિ શ્રોતાઓ સમક્ષ લયબદ્ધ રીતે પઠન કરાવાની કે ગીત રૂપે ગવાવાની ઘણી ક્ષમતા ધરાવે છે. ૧૩મરિકના તેવું સંધિમાંથી છેલ્લા આઠ સ્વયંભૂના જરા વધારે પડતા આત્મભાનવાળા પુત્ર ત્રિભુવનની રચના છે, કેમ કે કોઈ અજ્ઞાત કારણે સ્વયંભૂએ એ મહાકાવ્ય અધૂરું મૂકેલું. આ જ પ્રમાણે પોતાના પિતાનું બીજું મહાકાવ્ય રિઢળેમિરિક પૂરું કરવાનો યશ પણ ત્રિભુવનને ફાળે જાય છે અને તેણે પંચમીરિક ( સં. પશ્વનીરિતમ્ ) નામે એક સ્વતંત્ર કાવ્ય રચ્યું હોવાનો પણ ઉલ્લેખ છે. ૩૩ સ્વયંભૂએ પોતાના પુરોગામીઓના ઋણુનો સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો છે. મહાકાવ્યના સંધિબંધ માટે તે ચતુર્મુખથી અનુગૃહીત હોવાનું જણાવે છે, જ્યારે વસ્તુ અને તેના કાવ્યાત્મક નિરૂપણ માટે તે આચાર્ય રવિષેણુનો આભાર માને છે. મરિના કથાનક પૂરતો તે રવિષેના સંસ્કૃત પદ્મપરિત કે પદ્મપુરાળ( ઈ. સ. ૬૭૭-૭૮ )ને પગલે પગલે ચાલે છે. તે એટલે સુધી કે પમરિકને પદ્મપરિતનો મુક્ત અને સંક્ષિપ્ત અપભ્રંશ અવતાર કહેવો હોય તો કહી શકાય. તે છતાંયે સ્વયંભૂની મૌલિકતા અને ઉચ્ચ પ્રતિની કવિત્વશક્તિનાં પ્રમાણ પમન્નરિકમાં ઓછાં નથી. એક નિયમ તરીકે તે રવિષણે આપેલા કથાનકના દોરને વળગી રહે છે અને આમેય એ કથાનક તેની નાનીમોટી વિગતો સાથે પરંપરાથી રૃઢ થયેલું હોવાથી કથાવસ્તુ પુરતો તો મૌલિક કલ્પના માટે કે સંવિધાનની દૃષ્ટિએ પરિવર્તન કે રૃપાંતર માટે ભાગ્યે જ કશો અવકાશ રહેતો. પણ શૈલીની દૃષ્ટિએ કથાવસ્તુને શણગારવાની બાબતમાં, વર્ણનો ને રસનિરૂપણની બાબતમાં, તેમજ મનગમતા પ્રસંગને બહેલાવવાની ખબતમાં, કવિને જોઈ એ તેટલી છૂટ મળતી. આવી મર્યાદાથી બંધાયેલી હોવા છતાં સ્વયંભૂની સૂક્ષ્મ કલાદષ્ટિએ પ્રશસ્ય સિદ્ધિ મેળવી છે. પોતાની આચિત્યબુદ્ધિને અનુસરીને તે આધારભૂત સામગ્રીમાં કાપકૂપ કરે છે, તેને નવો ઘાટ આપે છે કે કદીક નિરાળો જ માર્ગ ગ્રહણ કરે છે. * અપભ્રંશ કડવકનું સ્વરૂપ પ્રાચીન અવધિ સાહિત્યનાં સુફી પ્રેમાખ્યાનક કાવ્યોમાં અને તુલસીદાસકૃત રામચરિતમાનસ જેવી કૃતિઓમાં ઊતરી આવ્યું છે. * રવિષેણનું પદ્મરિત પોતે પણ જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા વિમલસૂરિષ્કૃત વત્તુરિયા (સંભવતઃ ઈસવી ત્રીશ્ શતાબ્દી )ના પલ્લવિત સંસ્કૃત છાયાનુવાદથી ભાગ્યે જ વિશેષ છે, 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10