Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન
પ્રા. હરિવલ્લભ ચુ. ભાયાણી, એમ. એ., પીએચ. ડી.
પ્રાસ્તાવિક
અપભ્રંશ સાહિત્યની એક તરત જ ઊડીને આંખે વળગે તેવી વિશિષ્ટતા તેને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યથી નોખું તારવી આપે છે. ઉપલબ્ધ અપભ્રંશ સાહિત્ય એટલે જૈનોનું જ સાહિત્ય એમ કહીએ તો પણ ચાલે, કેમ કે તેઓએ એ ક્ષેત્રમાં જે સમર્થ અને વિવિધતાવાળું નિર્માણ કર્યું છે તેની તુલનામાં બૌદ્ધ અને બ્રાહ્મણ ( એ તો હજી શોધવાનું રહ્યું — મળે છે તે છૂટાંછવાયાં થોડાંક ટાંચણો જ માત્ર ) પરંપરાનું પ્રદાન અપવાદરૂપ અને તેનું મૂલ્ય પણ મર્યાદિત. એમ કહોને કે અપભ્રંશ સાહિત્ય એટલે જૈનોનું આગવું ક્ષેત્ર — જો કે આપણને મળી છે તેટલી જ અપભ્રંશ કૃતિઓ હોય તો જ ઉપરનું વિધાન સ્થિર સ્વરૂપનું ગણાય. પણ અપભ્રંશ સાહિત્યની ખોજની તિશ્રી નથી થઈ ગઈ –—એ દિશામાં હજી ઘણું કરવાનું બાકી છે. એટલે ભવિષ્યમાં મહત્ત્વની કે ગણનાપાત્ર સંખ્યામાં જૈનેતર કૃતિઓ હોવાનું જાણવામાં આવે તો આપણું આ ચિત્ર પલટાઈ જાય.
-
પ્રધાનપણે જૈન અને ધર્મપ્રાણિત હોવા ઉપરાંત અપભ્રંશ સાહિત્યની બીજી એક આગળ પડતી લાક્ષણિકતા તે તેનું ઐકાન્તિક પદ્ય સ્વરૂપ. અપભ્રંશ ગદ્ય નગણ્ય છે. તેનો સમગ્ર સાહિત્યપ્રવાહ છંદમાં જ વહે છે. આનું કારણ અપભ્રંશ ભાષા જે ખાસ પરિસ્થિતિમાં ઉદ્ભવી અને વિશિષ્ટ ઘડતર પામી તેમાં ક્યાંક રહ્યું હોવાનો સંભવ છે.
અપભ્રંશ ભાષા
સાહિત્યિક પ્રાકૃતોની જેમ સાહિત્યિક અપભ્રંશ પણ એક સારી રીતે કૃત્રિમ ભાષા હોવાનું જણાય છે. એ એક એવી વિશિષ્ટ ભાષા હતી જેના ઉચ્ચારણમાં ‘ પ્રાકૃત ’ ભૂમિકાનાં પ્રમુખ લક્ષણો જળવાઈ રહ્યાં હતાં, પણ જેનાં વ્યાકરણ અને રૂઢિપ્રયોગો ( તથા શબ્દકોશનો થોડોક અંશ પણ ) સતત વિકસતી તતતત્કાલીન બોલીઓના રંગે અંશતઃ રંગાતાં રહેતાં હતાં. આથી અપભ્રંશને એક લાભ એ થયો કે તે જડ ચોકઠામાં જકડાઈ જવાના ભયથી છૂટી. કેમ કે શિષ્ટમાન્ય ધોરણનું કડક પાલન કરવાના વલણવાળી કોઈ પણ સાહિત્યભાષા વધુ ને વધુ રૂઢિબદ્દ થતી જાય છે. તેમાં યે અપભ્રંશ સંસ્કૃત તથા પ્રાકૃત જેવી શતાબ્દીઓ-જૂની પ્રશિષ્ટ પરંપરા ધરાવતી સાહિત્ય—ભાષાઓના ચાલુ વર્ચસ્વ નીચે ઊછરી હતી. એટલે તેને માટે બીજે પક્ષે જીવંત બોલીઓ સાથેનો સતત સંપર્ક નવચેતન અર્પતો નીવડે એ ઉઘાડું છે.
કઈ જાતની પરિસ્થિતિ વચ્ચે અપભ્રંશ ભાષા અને સાહિત્યનો ઉદ્ગમ થયો ? આ બાબત હજી સુધી તો પૂર્ણ અંધકારમાં દટાયેલી છે. આરંભનું ધણુંખરું સાહિત્ય સાવ લુપ્ત થયું છે. અપભ્રંશ સાહિત્યવિકાસના પ્રથમ સોપાન કયાં તે જાણવાની કશી સાધનસામગ્રી ઉપલબ્ધ નથી. અપભ્રંશના આગવા ને આકર્ષક સાહિત્યપ્રકારો તથા છંદોનો ઉદ્ભવ ક્યાંથી થયો તે કોઈપણ રીતે સ્પષ્ટપણે સમજાવી શકવાની આપણી સ્થિતિ નથી.
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આરંભ અને મુખ્ય સાહિત્યસ્વરૂપો સાહિત્યમાં તથા ઉત્કીર્ણ લેખોમાં મળતા ઉલ્લેખો પરથી સમજાય છે કે ઈસવી છઠ્ઠી શતાબ્દીમાં તો અપભ્રંશે એક સ્વતંત્ર સાહિત્યભાષાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. સંસ્કૃત અને પ્રાકૃતની સાથોસાથ તે પણ એક સાહિત્યભાષા તરીકે ઉલ્લેખાé ગણાતી. આમ છતાં આપણને મળતી પ્રાચીનતમ અપભ્રંશ કતિ ઈસવી નવમી શતાબ્દીથી બહુ વહેલી નથી. એનો અર્થ એ થયો કે તે પહેલાંનું બધું સાહિત્ય લુપ્ત થયું છે. નવમી શતાબ્દી પૂર્વે પણ અપભ્રંશ સાહિત્ય સારી રીતે ખેડાતું રહ્યું હોવાના પુષ્કળ પુરાવા મળે છે, અને તેના ઉપલબ્ધ પ્રાચીનતમ નમૂનાઓમાં સાહિત્યસ્વરૂપ, શૈલી અને ભાષાની જે સુવિકસિત કક્ષા જોવા મળે છે તે ઉપરથી પણ એ વાત સમર્થિત થાય છે. નવમી શતાબ્દી પૂર્વેના બે પિંગલકારોના પ્રતિપાદન પરથી સ્પષ્ટ સમજાય છે કે પૂર્વકાલીન સાહિત્યમાં અજાણ્યાં એવાં ઓછામાં ઓછાં બે નવાં સાહિત્યસ્વરૂપો – સંધિબંધ અને રાસાબંધ – તથા સંખ્યાબંધ પ્રાસબદ્ધ નવતર માત્રાવૃત્તો અપભ્રંશકાળમાં અસ્તિત્વમાં આવ્યાં હતાં.
સંધિબંધ આમાં સંધિબંધ સૌથી વધુ પ્રચલિત રચનાપ્રકાર હતો. એનો ઉપયોગ ભાતભાતની કથાવસ્તુ માટે થયેલો છે. પૌરાણિક મહાકાવ્ય, ચરિતકાવ્ય, ધર્મકથા – પછી તે એક જ હોય કે આખું કથાચક્ર હોય – આ બધા વિષયો માટે ઔચિત્યપૂર્વક સંધિબંધ યોજાયો છે. ઉપલબ્ધમાં પ્રાચીનતમ સંધિબંધ નવમી શતાબ્દી લગભગનો છે, પણ તેની પૂર્વ લાંબી પરંપરા રહેલી હોવાનું સહેજે જોઈ શકાય છે. સ્વયંભૂની પહેલાં ભદ્ર (કે દક્તિભદ્ર), ગોવિન્દ અને ચતુર્મુખે રામાયણ અને કૃષ્ણકથાના વિષય પર રચનાઓ કરી હોવાનું સાહિત્યિક ઉલ્લેખો પરથી અનુમાન થઈ શકે છે. આમાંથી ચતુર્મુખનો નિર્દેશ પછીની અનેક શતાબ્દીઓ સુધી માનપૂર્વક થતો રહ્યો છે. ઉક્ત વિષયોનું સંધિબંધમાં નિરૂપણ કરનાર એ અગ્રણી કવિ હતો.
સ્વયંભૂદેવ પણ એમાંના એક પણ પ્રાચીન કવિની કૃતિ ઉપલબ્ધ ન હોવાથી કવિરાજ રવયંભૂદેવ (ઈસવી સાતમીથી દસમી શતાબ્દી વચ્ચે)નાં મહાકાવ્યો એ સંધિબંધ વિશેની માહિતી પૂરી પાડવા માટે આપણે પ્રાચીનતમ આધાર છે. ચતુર્મુખ, સ્વયંભૂ અને પુષ્પદંત ત્રણે અપભ્રંશના પ્રથમ પંક્તિના કવિઓ છે, અને તેમાંયે પહેલું સ્થાન સ્વયંભૂને આપવા પણ કોઈ પ્રેરાય. કાવ્યપ્રવૃત્તિ સ્વયંભૂની કુળ પરંપરામાં જ હતી. તેણે કર્ણાટક અને તેની સમીપના પ્રદેશમાં જુદા જુદા જૈન શ્રેષ્ઠીઓના આશ્રયે રહી કાવ્યરચના કરી હોવાનું જણાય છે. સ્વયંભૂ યાપનીયનામક જૈન પંથનો હોય એ ઘણું સંભવિત છે. એ પંથનો તેના સમય આસપાસ ઉકત પ્રદેશમાં ઘણો પ્રચાર હતો. સ્વયંભૂની માત્ર ત્રણ કતિઓ જળવાઈ રહી છેઃ qસમરિસ અને રિનિરિ૩ નામે બે પૌરાણિક મહાકાવ્ય અને સ્વમૂત્ર નામનો પ્રાપ્ત અને અપભ્રંશ છંદોને લગતો ગ્રંથ.
- માધ્યમિક ભારતીય – આર્ય છંદો માટે એક પ્રાચીન અને પ્રમાણભૂત સાધન લેખેની તેની અગત્ય ઉપરાંત સાયમૂછનું મોટું મહત્ત્વ તેમાં અપાયેલાં પૂર્વકાલીન પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યનાં ટાંચણોને અંગે છે. આથી આપણને એ સાહિત્યની સુખ સમૃદ્ધિનો સારો ખ્યાલ આવે છે.
મફત અને અપભ્રંશ સારા લેખન તેની અગઢ ઉપરાંત
લત સમૃદ્ધિનો સારો ખ્યાલ
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન
पउमचरिउ
k
વસમરિક ( સં. પદ્મરિતમ્ ) એ રામાયળપુરાળુ ( સં. રામાચળપુરાળમ્ ) નામે પણ જાણીતું છે. એમાં પદ્મ એટલે રામના ચરિત પર મહાકાવ્ય રચવાની સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યની પરંપરાને સ્વયંભૂ અનુસરે છે. ૧૩મરિકમાં રજૂ થયેલું રામકથાનું જૈન સ્વરૂપ વાલ્મીકિ રામાયણમાં મળતા બ્રાહ્મણુ પરંપરા પ્રમાણેના રવરૂપ( બંનેમાં આ પુરોગામી છે)થી અનેક અગત્યની બાબતમાં જુદું પડે છે. સ્વયંભૂરામાયણનો વિસ્તાર પુરાણની સ્પર્ધા કરે તેટલો છે. તે વિદ્વાર ( સં. વિદ્યાધર ), સન્ના ( સં. અયોધ્યા ), સુવર, જીન્ન ( સં. યુદ્ધ ) અને ઉત્તર એમ પાંચ કાંડમાં વિભક્ત છે. આ દરેક કાંડ મર્યાદિત સંખ્યાના સંધિ' નામના ખંડોમાં વહેંચાયેલો છે. પાંચે કાંડના બધા મળીને તેવું સંધિ છે. આ દરેક સંધિ પણુ બારથી વીશ જેટલા ‘ કુડવક ’ નામના નાના સુગ્રથિત એકમોનો બનેલો છે. આ કડવક ( = પ્રાચીન ગુજરાતી સાહિત્યનું ‘ કડવું ’ ) નામ ધરાવતો પદ્યપરિચ્છેદ અપભ્રંશ અને અર્વાચીન ભારતીય–આર્યના પૂર્વકાલીન સાહિત્યની વિશિષ્ટતા છે. કથાપ્રધાન વસ્તુ ગૂંથવા માટે તે ઘણું જ અનુકૂળ છે. કડવદેહ કોઈ માત્રાછંદમાં રચેલા સામાન્યતઃ આઠ પ્રાસમૃદ્ધ ચરણુયુગ્મનો અનેલો હોય છે. કડવકના આ મુખ્ય કલેવરમાં વર્ણ વિષયનો વિસ્તાર થાય છે, જ્યારે જરા ટૂંકા છંદમાં બાંધેલો ચાર ચરણનો અંતિમ ટુકડો વર્ણ વિષયનો ઉપસંહાર કરે છે કે વધારેમાં પછીના વિષયનું સૂચન કરે છે આવા વિશિષ્ટ બંધારણને કારણે અપભંશ સંધિ શ્રોતાઓ સમક્ષ લયબદ્ધ રીતે પઠન કરાવાની કે ગીત રૂપે ગવાવાની ઘણી ક્ષમતા ધરાવે છે.
૧૩મરિકના તેવું સંધિમાંથી છેલ્લા આઠ સ્વયંભૂના જરા વધારે પડતા આત્મભાનવાળા પુત્ર ત્રિભુવનની રચના છે, કેમ કે કોઈ અજ્ઞાત કારણે સ્વયંભૂએ એ મહાકાવ્ય અધૂરું મૂકેલું. આ જ પ્રમાણે પોતાના પિતાનું બીજું મહાકાવ્ય રિઢળેમિરિક પૂરું કરવાનો યશ પણ ત્રિભુવનને ફાળે જાય છે અને તેણે પંચમીરિક ( સં. પશ્વનીરિતમ્ ) નામે એક સ્વતંત્ર કાવ્ય રચ્યું હોવાનો પણ ઉલ્લેખ છે.
૩૩
સ્વયંભૂએ પોતાના પુરોગામીઓના ઋણુનો સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો છે. મહાકાવ્યના સંધિબંધ માટે તે ચતુર્મુખથી અનુગૃહીત હોવાનું જણાવે છે, જ્યારે વસ્તુ અને તેના કાવ્યાત્મક નિરૂપણ માટે તે આચાર્ય રવિષેણુનો આભાર માને છે. મરિના કથાનક પૂરતો તે રવિષેના સંસ્કૃત પદ્મપરિત કે પદ્મપુરાળ( ઈ. સ. ૬૭૭-૭૮ )ને પગલે પગલે ચાલે છે. તે એટલે સુધી કે પમરિકને પદ્મપરિતનો મુક્ત અને સંક્ષિપ્ત અપભ્રંશ અવતાર કહેવો હોય તો કહી શકાય. તે છતાંયે સ્વયંભૂની મૌલિકતા અને ઉચ્ચ પ્રતિની કવિત્વશક્તિનાં પ્રમાણ પમન્નરિકમાં ઓછાં નથી. એક નિયમ તરીકે તે રવિષણે આપેલા કથાનકના દોરને વળગી રહે છે અને આમેય એ કથાનક તેની નાનીમોટી વિગતો સાથે પરંપરાથી રૃઢ થયેલું હોવાથી કથાવસ્તુ પુરતો તો મૌલિક કલ્પના માટે કે સંવિધાનની દૃષ્ટિએ પરિવર્તન કે રૃપાંતર માટે ભાગ્યે જ કશો અવકાશ રહેતો. પણ શૈલીની દૃષ્ટિએ કથાવસ્તુને શણગારવાની બાબતમાં, વર્ણનો ને રસનિરૂપણની બાબતમાં, તેમજ મનગમતા પ્રસંગને બહેલાવવાની ખબતમાં, કવિને જોઈ એ તેટલી છૂટ મળતી. આવી મર્યાદાથી બંધાયેલી હોવા છતાં સ્વયંભૂની સૂક્ષ્મ કલાદષ્ટિએ પ્રશસ્ય સિદ્ધિ મેળવી છે. પોતાની આચિત્યબુદ્ધિને અનુસરીને તે આધારભૂત સામગ્રીમાં કાપકૂપ કરે છે, તેને નવો ઘાટ આપે છે કે કદીક નિરાળો જ માર્ગ ગ્રહણ કરે છે.
* અપભ્રંશ કડવકનું સ્વરૂપ પ્રાચીન અવધિ સાહિત્યનાં સુફી પ્રેમાખ્યાનક કાવ્યોમાં અને તુલસીદાસકૃત રામચરિતમાનસ જેવી કૃતિઓમાં ઊતરી આવ્યું છે.
* રવિષેણનું પદ્મરિત પોતે પણ જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા વિમલસૂરિષ્કૃત વત્તુરિયા (સંભવતઃ ઈસવી ત્રીશ્ શતાબ્દી )ના પલ્લવિત સંસ્કૃત છાયાનુવાદથી ભાગ્યે જ વિશેષ છે,
3
Page #4
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પ૩નવરિડના ચૌદમા સંધિનું વસંતનાં દશ્યોની મોહક પૃષ્ઠભૂમિ પર આલેખાયેલું તાદશ, ગતિમાન, ઈદ્રિયસંતપર્ક જલક્રીડાવર્ણન એક ઉત્કૃષ્ટ સર્જન તરીકે પહેલેથી જ પંકાતું આવ્યું છે. જુદાં જુદાં યુદ્ધદશ્યો, અંજનાના ઉપાખ્યાન (સંધિ ૧૭–૧૯)માંના કેટલાક ભાવોદ્રેકવાળા પ્રસંગો, રાવણના અગ્નિદાહના ચિત્તહારી પ્રસંગમાંથી નીતરતો વેધક વિષાદ (૭૭મો સંધિ) - આવા આવા હૃદયંગમ ખંડોમાં સ્વયંભૂની કવિપ્રતિભાના પ્રબળ ઉન્મેષનાં આપણે દર્શન કરી શકીએ.
रिटुणेमिचरित સ્વયંભૂ નું બીજું મહાકાય મહાકાવ્ય રિકોમિરિ૩ (સં. અરિષ્ટનેમિનરિતમ્) અથવા હરિવંતપુરાણ (. હિંસાપુરામ) પણ પ્રસિદ્ધ વિષયને લગતું છે. તેમાં બાવીશમાં તીર્થકર અરિષ્ટનેમિનું જીવનચરિત તથા કૃષ્ણ અને પાંડવોની જૈન પરંપરા પ્રમાણેની કથા અપાયેલી છે. કેટલાક નમૂનારૂપ ખંડો બાદ કરતાં તે હજી સુધી અપ્રકાશિત છે. તેના એક સો બાર સંધિઓ (જેનાં બધાં મળીને ૧૯૩૭ કડવક અને ૧૮૦૦૦ બત્રીશ–અક્ષરી એકમો-ગ્રંથાગ્ર’–હોવાનું કહેવાય છે)ના ચાર કાંડમાં સમાવેશ થાય છે: નાવ( સં. ), ૬, (સં. યુદ્ધ) અને ઉત્તર. આ વિષયમાં પણ સ્વયંભૂ પાસે કેટલીક આદર્શભૂત પૂર્વકૃતિઓ હતી. નવમી શતાબ્દી પહેલાં વિમલસૂરિ અને વિદગ્ધ પ્રાકૃતમાં, જિનસેને (ઈ. સ. ૭૮૩-૮૪) સંસ્કૃતમાં અને ભદ્ર (કે દન્તિભઢે ? ભદ્રાચ્છે?), ગોવિન્દ તથા ચતુર્મુખે અપભ્રંશમાં હરિવંશના વિષય પર મહાકાવ્યો લખ્યાં હોવાનું જણાય છે. દિનિવ૩િનો નવ્વાણુભા સંધિ પછીનો અંશ સ્વયંભૂના પુત્ર ત્રિભુવનનો રચેલો છે, અને પાછળથી ૧૬મી શતાબ્દીમાં તેમાં ગોપાચલ (= વાલીઅર)ના એક અપભ્રંશ કવિ યશકીતિ ભટ્ટારકે કેટલાક ઉમેરા કરેલા છે.
- રામ અને કૃષ્ણના ચરિત પર સ્વયંભૂ પછી રચાયેલાં અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યોમાંથી કેટલાંકનો ઉલ્લેખ અહીં જ કરી લઈએ – આ બધી કૃતિઓ હજી અપ્રસિદ્ધ છે; ધવલે (ઈસવી અગીઆરમી શતાબ્દી પહેલાં) ૧૨૨ સંધિમાં રિવંરાપુરાન રચ્યું. ઉપર્યુક્ત યશકીર્તિ ભટ્ટારકે ૩૪ સંધિમાં પાંડુપુરાનું (સં. પાંડુપુરાણમ્) (ઈ. સ. ૧૫૩) તથા તેના સમકાલીન પંડિત રઈધુ અપરનામ સિંહસેને ૧૧ સંધિમાં
પુરાણુ (સં. વમદ્રપુરા) તેમ જ નેમિનારિક (સં. નેમિનાથવરિત) રચ્યાં એ જ સમય લગભગ શ્રુતકીર્તિએ ૪૦ સંધિમાં રિવંતપુરાણુ (સં. રિવંશપુરાણમ્) (ઈ. સ. ૧૫૫૧) પૂરું કર્યું. આ કૃતિઓ સ્વયંભૂ પછી સાત સો જેટલાં વરસ વહી ગયાં છતાં રામાયણ ને હરિવંશના વિષયોની જીવંત પરંપરા અને લોકપ્રિયતાના પુરાવારૂપ છે.
પુષ્પદત પુષ્પદન્ત (અપ. પુજયંત) અપરના મમ્મઈય (ઈ. સ. ૯૫૭ – ૯૭૨ માં વિદ્યમાન)ની કૃતિઓમાંથી આપણને સંધિબંધમાં ગૂંથાતા બીજા બે પ્રકારોની જાણ થાય છે. પુષ્પદન્તનાં માતાપિતા બ્રાહ્મણ હતાં. તેમણે પાછળથી દિગંબર જૈન ધર્મ સ્વીકારેલો. પુપદન્તનાં ત્રણે અપભ્રંશ કાવ્યોની રચના માન્યખેટ (= હાલનું હૈદરાબાદ રાજયમાં આવેલું માલ ખેડ)માં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ રાજાઓ કૃષ્ણ ત્રીજા (ઈ. સ. ૯૩૯-૯૬૮) અને ખોટિંગદેવ (ઈ. સ. ૯૬૮-૯૭૨ )ના પ્રધાનો અનુક્રમે ભરત અને તેના પુત્ર નન્નના આશ્રય નીચે થઈ હતી. સ્વયંભૂ અને તેના પુરોગામીઓએ રામ અને કૃષ્ણપાંડવનાં કથાનકનો ઠીકઠીક કસ કાઢ્યો હતો, એટલે પુછપદન્તની કવિપ્રતિભાએ જૈન પુરાણકથાના જુદા- અને વિશાળતર પ્રદેશોમાં વિહરવાનું પસંદ કર્યું હશે. જેના પૌરાણિક માન્યતા પ્રમાણે પૂર્વના સમયમાં ત્રેસઠ મહાપુરુષો (કે શલાકાપુ ) થઈ ગયા. તેમાં ચોવીશ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ (= અર્ધચક્રવર્તી), નવ બલદેવ (તે તે વાસુદેવના ભાઈ) અને નવ પ્રતિવાસુદેવ (એટલે કે તે તે વાસુદેવના વિરોધી)નો
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન
૩૫
સમાવેશ થાય છે. લક્ષ્મણ, પા (= રામ) અને રાવણ એ આઠમા બલદેવ, વાસુદેવ ને પ્રતિવાસુદેવ
કૃષ્ણ, બલભદ્ર અને જરાસંધ એ નવમા ગણાય છે. આ ત્રેસઠ મહાપુનો જીવનવૃત્તાંત આપતી રચનાઓ “મહાપુરાણ” અથવા “ત્રિષષ્ટિમહાપુરૂષ(કેન્શલાકાપુરુષ–)ચરિતીને નામે ઓળખાય છે. આમાં પહેલા તીર્થકર ઋષભ અને પહેલા ચક્રવર્તી ભરતનાં ચરિતને વર્ણવતો આરંભનો અંશ આદિપુરાણ, અને બાકીના મહાપુરુષોનાં ચરિતવાળો અંશ “ઉત્તરપુરાણ” કહેવાય છે.
પુષ્પદત પહેલાં પણ આ વિષય પર સંસ્કૃત અને પ્રાકૃતમાં કેટલીક પદ્યકૃતિઓ રચાયેલી. પણ અપભ્રંશમાં પહેલવહેલાં એ વિષયનું મહાકાવ્ય બનાવનાર પુપદન્ત હોવાનું જણાય છે. મહાપુરાણ કે તિનિહાપુરિમાળા (સં. ત્રિષ્ટિમહાપુરુષારઃ ) નામ ધરાવતી તેની એ મહાકૃતિમાં ૧૦૨ સંધિ છે, જેમાંથી પહેલા સાડત્રીશ સંધિ આદિપુરાણને અને બાકીના ઉત્તરપુરાણને ફાળે જાય છે.
પુષ્પદન્ત કથાનક પૂરતો જિનસેન-ગુણભકૃત સંસ્કૃત, વિષ્ટિમપુWળરીરસંપ્રદ (ઈ. સ. ૮૯૮ માં સમાપ્ત)ને અનુસરે છે. આ વિષયમાં પણ પ્રસંગો અને વિગતો સહિત કથાનકોનું સમગ્ર કલેવર પરંપરાથી રૂઢ થયેલું હતું, એટલે નિરૂપણમાં નાવિન્ય અને ચાતા લાવવા કવિને માત્ર પોતાની વર્ણનની અને શૈલીસજાવટની શક્તિઓ પર જ આધાર રાખવાનો રહેતો. વિષય કથનાત્મક સ્વરૂપના ને પરાણિક હોવા છતાં જૈન અપભ્રંશ કવિઓ તેમના નિરૂપણમાં પ્રશિષ્ટ સંસ્કૃતના આલંકારિક મહાકાવ્યની પરંપરા અપનાવે છે અને આછોપાતળા કથાનક કલેવરને અલંકાર, છંદ ને પાંડિત્યના ઠઠેરાથી ચઢાબઢાવે છે તેનું એક કારણ આ પણ છે. દિનિવરિ૩માં સ્વયંભૂ આપણને સ્પષ્ટ કહે છે કે કાવ્યરચના કરવા માટે તેને વ્યાકરણ ઇદ્ર દીધું, રસ ભરતે, વિસ્તાર વ્યાસે, છંદ પિંગલે, અલંકાર ભામહ અને દંડીએ, અક્ષરબર બાણે, નિપુણત્વ શ્રીહર્ષ અને છડુણી, દ્વિપદીને ધ્રુવકથી મંતિ પદ્ધડિકા ચતુર્મુખે. પુષ્પદન્ત પણ પરોક્ષ રીતે આવું જ કહે છે, વિદ્યાનાં બીજાં કેટલાંક ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવાં થોડાંક નામો ઉમેરે છે અને એવી ઘોષણા કરે છે કે પોતાના મહાપુરાણમાં પ્રાકૃતલક્ષણો, સકલ નીતિ, છંદોભંગી, અલંકારો, વિવિધ રસો તથા તત્વાર્થનો નિર્ણય મળશે. સંસ્કૃત મહાકાવ્યનો આદર્શ સામે રાખી તેની પ્રેરણાથી રચાયેલાં અપભ્રંશ મહાકાવ્યોનું સાચું બળ વસ્તુના વૈચિત્ર્ય કે સંવિધાન કરતાં વિશેષ તો તેના વર્ણન કે નિરૂપણમાં રહેલું છે.
રવયંભૂની તુલનામાં પુષ્પદન્ત અલંકારની સમૃદ્ધિ, છંદોવૈવિધ્ય અને વ્યુત્પત્તિ ઉપર વિશેષ આધાર રાખે છે. છંદોભેદની વિપુલતા તથા સંધિ અને કડવકની દીર્ઘતા પુષ્પદન્તના સમય સુધીમાં સંધિબંધનું સ્વરૂપ કાંઈક વધુ સંકુલ થયું હોવાની સૂચક છે. મહાપુરાણના ચોથા,બારમા, સત્તરમા, છતાળીશમા, બાવનમા ઈત્યાદિ સંધિઓના કેટલાક અંશો પુષ્પદન્તની અસામાન્ય કવિત્વશક્તિનાં ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંકી શકાય. મહાપુરાનના ૬૦થી ૭૯ સંધિમાં રામાયણની કથાનો સંક્ષેપ અપાયો છે, ૮૧થી ૯૨ સંધિ જન હરિવંશ આપે છે, જ્યારે અંતિમ અંશમાં ત્રેવીસમા તથા ચોવીસમા તીર્થંકર પાર્શ્વ અને મહાવીરનાં ચરિત છે.
ચરિતકાવ્ય - પુછપદન્તનાં બીજાં બે કાવ્ય, જયનારરિ૩ (સં. નાઝુભારવરિતમ્). અને હરિય (સં. થરાધરવરિતમ્) પરથી જોઈ શકાય છે કે વિશાળ પોરાણિક વિષયો ઉપરાંત જૈન પુરાણ, અનુશ્રુતિ કે પરંપરાગત ઇતિહાસની પ્રસિદ્ધ વ્યક્તિઓનાં બોધક જીવનચરિત આપવા માટે પણ સંધિબંધ વપરાતો. વિસ્તાર અને નિરૂપણની દષ્ટિએ આ ચરિતકાવ્યો કે કથાકાવ્યો સંસ્કૃત મહાકાવ્યોની પ્રતિકૃતિ જેવાં
Page #6
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
ગણાય. આમાં પણ પુષ્પદન્ત પાસે કેટલાંક પૂર્વદષ્ટાંત હોવાં જોઈએ. અછડતા ઉલ્લેખ પરથી આપણે પુષ્પદન્તની પહેલાંનાં ઓછામાં ઓછાં બે ચરિતકાવ્યોનાં નામ જાણીએ છીએઃ એક તે સ્વયંભુકૃત સુદ્રયરિ૩ અને બીજું તેના પુત્ર ત્રિભુવનકત કંવમી૩િ. નારિવરિ૩ નવ સંધિમાં તેના નાયક નાગકુમાર (જૈન પુરાણકથ્થા પ્રમાણે ચોવીશ કામદેવમાંનો એક)નાં પરાક્રમો વર્ણવે છે અને સાથે તે ફાગણ શુદિ પાંચમને દિવસે શ્રીપંચમીનું વ્રત કરવાથી થતી ફળપ્રાપ્તિનું ઉદાહરણ પૂરું પાડે છે.
પુછપદન્તનું ત્રીજું કાવ્ય સરિ૩ ચાર સંધિમાં ઉજજયિનીના રાજા યશોધરની કથા આપે છે ને તે દ્વારા પ્રાણિવધના પાપનાં કડવાં ફળો ઉદાહત કરે છે. પુષ્પદન્તની પહેલાં અને પછી આ જ કથાનકને થતી પ્રાકત, સંસ્કૃત, અપભ્રંશ અને અર્વાચીન ભાષાઓમાં મળતી અનેક રચનાઓ એ જૈનોમાં અતિશય લોકપ્રિય હોવાની સૂચક છે.
પુષ્પદન્તનું પ્રશિષ્ટ કાવ્યરીતિ પરનું પ્રભુત, અપભ્રંશ ભાષામાં અનન્ય પારંગતતા, તેમ જ બહુમુખી પાંડિત્ય તેને ભારતના કવિઓમાં માનવંતુ સ્થાન અપાવે છે. એક સ્થળે કાવ્યના પોતાના આદર્શનો આછો ખ્યાલ આપતાં તે કહે છે કે ઉત્તમ કાવ્ય શબ્દ અને અર્થના અલંકારથી તથા લીલાયુક્ત પદાવલિથી મંડિત, રસભાવનિરંતર, અર્થની ચારુતાવાળું, સર્વ વિદ્યાકલાથી સમૃદ્ધ, વ્યાકરણ અને છંદથી પુષ્ટ અને આગમથી પ્રેરિત હોવું જોઈએ. ઉચ્ચ કોટિનું અપભ્રંશ સાહિત્ય આ આદર્શનો સાક્ષાત્કાર કરવામાં પ્રયત્નશીલ રહ્યું છે, પણ તેમાં સૌથી વધુ સફળતા પુષ્પદન્તને મળી છે એમ કહેવામાં કશી અયુક્તિ નથી.
પુષ્પદત પછીનાં ચરિતકાવ્ય પુષ્પદન્ત પછી આપણને સંધિબહુ ચરિતકાવ્યો કે કથાકાવ્યોનાં પુષ્કળ નમૂના મળે છે. પણ તેમાંનાં ઘણાંખરાં હજી માત્ર હસ્તપ્રતરૂપે જ રહ્યાં છે. જે કાંઈ થોડાં પ્રકાશિત થયાં છે, તેમાં સૈૌથી મહત્ત્વની ધનપાલકૃત વિસટ્ટ (સં. વિધ્યત્તતથા) છે. ધનપાલ દિગંબર ધર્કટ વણિક હતો અને સંભવતઃ ઈસવી બારમી શતાબ્દી પહેલાં થઈ ગયો. બાવીશ સંધિના વિસ્તારવાળું તેનું કાવ્ય પ્રમાણમાં સરળ શૈલીમાં ભવિષ્યદત્તની કૌતુકરંગી કથા કહે છે અને સાથે સાથે કાર્તિક સુદિ પાંચમને દિવસે આવતું ભૂતપંચમી કે જ્ઞાનપંચમીનું વ્રત કરવાથી મળતાં ફળનું ઉદાહરણ આપવાનો ઉદ્દેશ પણ પાર પાડે છે. તેનું કથાનક એવું છે કે એક વેપારી નિષ્કારણુ અણગમો આવતાં પુત્ર ભવિષ્યદત્ત સહિત પોતાની પત્નીનો ત્યાગ કરે છે અને બીજી પત્ની કરે છે. ભવિષ્યદત્ત મોટો થતાં કોઈ પ્રસંગે પરદેશ ખેડવા જાય છે ત્યારે તેનો ઓરમાન નાનો ભાઈ બે વાર કપટ કરી તેને એક નિર્જન દ્વીપ પર એકલોઅટૂલો છોડી જાય છે. પણ માતાએ કરેલા શ્રતપંચમીના વ્રતને પરિણામે છેવટે તેની બધી મુશ્કેલીઓનો અંત આવે છે, તેનો ઘણો ઉદય થાય છે અને શત્રુનો પરાજય કરવામાં રાજાને સાહાસ્ય કરવા બદલ તે રાજયાર્ધનો અધિકારી બને છે. મરણ પછી ચોથા ભવમાં શ્રુતપંચમીનું વ્રત કરવાથી તેને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધનપાલ પહેલાં આ જ વિષય પર અપભ્રંશમાં ત્રિભુવનનું પંનિવરિ૩ તથા પ્રાકૃતમાં મહેશ્વરની નાળપંનો (સં. જ્ઞાનપંચમીથાઃ) મળે છે. ધનપાલની સમીપના સમયમાં શ્રીધરે ચાર સંધિમાં અપભ્રંશ વિસરંવરિ૩ (સં. મવચ્ચત્તરિતમ્) (ઈ. સ. ૧૧૭૪) રચેલું છે, જે હજી અપ્રસિદ્ધ છે.
કનકામરનું રકgવ૩િ સં. રરિતમ્) દસ સંધિમાં એક પ્રત્યેકબુદ્ધ(એટલે કે સ્વયંપ્રબુદ્ધ સંત)નો જીવનવૃત્તાંત આપે છે. બૈદ્ધ સાહિત્યમાં પણ કરકંકુની વાત આવે છે.
ધાહિલકૃત પરમસિરિરિક (સં. શ્રીચરિતમ્) (ઈસવી અગીઆરમી શતાબ્દી લગભગ) કપટભાવયુક્ત આચરણનાં માઠાં ફળ ઉદાહત કરવા ચાર સંધિમાં પાશ્રીનો ત્રણ ભવતો વૃત્તાંત આપે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન
૩૭
પણ પહેલાં કહ્યું તેમ સંધિબદ્ધ ચારિતકાવ્યોના ઘણા મોટા ભાગને હજી મુદ્રણનું સદ્ભાગ્ય નથી સાંપડયું. અહીં આપણે તેવાં કાવ્યોની એક યાદી—અને તે પણ સંપૂર્ણ નહીં—આપીને જ સંતોષ માનશું. સામાન્ય રીતે આ કાવ્યો અમુક જૈન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના દૃષ્ટાંત લેખે કોઇ તીર્થંકરનું કે જૈન પુરાણકથાના યા ઇતિહાસના કોઈ યશવી પાત્રનું ચરિત વર્ણવે છે.
ચરિતકાવ્યોની યાદી
નામ
पासपुराणु
( સં. પાર્શ્વપુરાનમ્ ) નવૃત્તમિત્રરિક ( સં. નમ્વસ્વામિપરિતમ્ ) जम्बूसामिचरिउ ( સં. નવ્રૂસ્વામિ~રિતમ્ ) सुदंसणचरिउ ( સં. સુલીન પરિતમ્ ) સં. વિજ્ઞાનવતીયા )
विलासasकहा
( સં. પાર્શ્વપરિતમ્ )
पासचरिउ सुकुमाचरिउ
( સં. સુનારવરિતમ્ )
સુકુમાતાનિવરિ૩ ( સં. સુલુનાસ્વામિરિતમ્ )
पज्जुण्णकहा
( સં. પ્રન્નુમ્નયા ) जिणदत्तचरिउ ( સં. નાિનત્તચરિતમ્) वयरसामिचरिउ વાડુવજિવેવચરિતમ્ ( સં. વાહુષ્ટિવેવરિતમ્)
( સં. વષ્રસ્વામિપરિતમ્ )
सेणियचरिउ
( સં. શ્રન્તિરિતમ્)
चन्द पहचरिउ
( સં. શ્રદ્ધમરિતમ્ )
સમ્મલિનરિક ( સં. સન્મતિનાિનવરિતમ્ )
मेहेसरचरिउ
( સં. મેઘેશ્વરત્ત્વરિતમ્ )
धणकुमारचरिउ
( સં. જનમારરિતમ્) ( સં. વર્ધમાનાવ્યમ્ )
माण अमरसेणचरिउ ( સં. અમરસેનરિતમ્) આયવુમારરિક ( સં. નાળવુમારિતમ્) सुलोयणाचरिउ ( સં. મુોષના વરિતમ્)
વિ
પદ્મકીર્તિ
સાગરદત્ત
૧૧
વીર નયનંદી
૧૧
સાધારણ અથવા સિદ્ધસેન ૧૧
શ્રીધર
૧૨
શ્રીધર
પૂર્ણભદ્ર
સિંહ કે સિદ્ધ
લખણ
વરદત્ત
ધનપાલ
જયમિત્ર હલ્લ યશ:કીર્તિ
રઇધૂ
રધ્
23
જયમિત્ર હલ્લ માણિકયરાજ
""
દેવસેન
સંધિ
સંખ્યા
૧૮
ૐ
૧૫
11
૨
૧૮
૧૧
૧૧
૧૦
૧૩
૪
૧૧
૯
""
૨૮
રચનાસમય ( ઈસવીસનમાં)
૯૪૩
૧૨૦
૧૦૨૦
૧૦૪૦
૧૦૬૮
૧૧૩૩
૧૧૫૨
...
૧૨મી શતાબ્દી
૧૨૧૯
૧૩૯૮
૧૫મી શતાબ્દી
27
33
""
""
""
થાકોશો
અહીં સુધીમાં ગણાવ્યા તે ઉપરાંત બીજો એક વિષયપ્રકાર પણ સંધિબંધમાં મળે છે. તે છે કોઈ વિશિષ્ટ જૈન ગ્રંથમાં પ્રતિપાદિત થયેલા અમુક ધાર્મિક વા નૈતિક વિષયને ઉદાહત કરતી કથાવલી. ‘ કથાકોશ ' નામે જાણીતા આ સાહિત્યની સંખ્યાબંધ કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં મળે છે. અપભ્રંશમાં ૫૬ તથા ૫૮ સંધિના એ ભાગમાં રચાયેલું નયનંદીકૃત સયવિિિવાળવું ( સં. સવિધિવિધાનાથ્થમ્) (ઇ. સ. ૧૦૪૪) તથા ૫૩ સંધિમાં નિબદ્ધ શ્રીચંદ્રકૃત જોવુ (સં. થાશેરાઃ) (ઈસવી અગીઆરની સદી) એ બંને, શ્રમણુજીવનને લગતા ને જૈન શૌરસેનીમાં રચાયેલા આગમપ
(
૧૫૨૦
..
Page #8
--------------------------------------------------------------------------
________________
૩.
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
પ્રસિદ્ધ દિગંબર ગ્રંથ માવતી-માધનાની સાથે સંકળાયેલી કથાઓ વર્ણવે છે. નયનંદી અને શ્રીચંદ્રે પોતાની કૃતિઓ પુરોગામી સંસ્કૃત અને પ્રાકૃત આરાધનાકથાકોશોને આધારે રચી હોવાનું જણાવ્યું છે. ૨૧ સંધિનો શ્રીચંદ્રકૃત સળવળતંતુ (સં. શનથારન૦૪:) (ઈ. સ. ૧૦૬૪), ૧૧ સંધિની હરિષેણુ કૃત ધમ્મરિયલ (સં. ધર્મપરીક્ષા) (ઈ. સ. ૯૮૮), ૧૪ સંધિનું અમરકીર્તિકૃત છમુવએતો (સં. હોવા) અને સંભવતઃ ૭ સંધિનું શ્રુતકીતિકૃત મિક્રિયાસસાહ (સં. પરમેષ્ઠિપ્રારĪસર:) (ઈ. સ. ૧૪૯૭) વગેરેનો પણ આ જ પ્રકારમાં સમાવેશ થાય છે. આ બધી કૃતિઓ પણ
હજી પ્રકાશમાં નથી આવી.
આમાં હરિષણની ધમ્મરિયલ તેના વસ્તુની વિશિષ્ટતાને કારણે ખાસ રસપ્રદ છે. તેમાં મુખ્યત્વે બ્રાહ્મણ પુરાણો કેટલાં વિસંગત અને અર્થહીન છે તે સચોટ યુક્તિથી પુરવાર કરીને મનોવેગ પોતાના મિત્ર પવનવેગ પાસે જૈન ધર્મનો સ્વીકાર કરાવે છે તેની વાત છે. મનોવેગ પવનવેગની હાજરીમાં એક બ્રાહ્મણસભા સમક્ષ પોતાના વિશે સાવ અસંભવિત અને ઉટપટંગ જોડી કાઢેલી વાતો કહે છે, અને જ્યારે પેલા બ્રાહ્મણો તેને માનવાની ના પાડે છે, ત્યારે તે રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી એવા જ અસભવિત પ્રસંગો ને અનાવો સમર્થનમાં ટાંકી પોતાના શબ્દોને પ્રમાણભૂત ઠરાવે છે. હરિષેણુની આ કૃતિનો આધાર કોઈ પ્રાકૃત રચના હતી. ધમ્મરિયલને અનુસરીને પછીથી સંસ્કૃત તેમ જ ખીજી ભાષાઓમાં કેટલાંક કાવ્યો રચાયાં છે. હરિભદ્રકૃત પ્રાકૃત ધૂર્તીસ્થાન (ઈસવી આઠમી શતાબ્દી)માં આ જ કથાયુક્તિ અને પ્રયોજન છે અને આ વિષયની સર્વપ્રથમ કૃતિ હોવાનું માન તેને ફાળે જાય છે.
આ સંક્ષિપ્ત નૃત્તાંત પરથી અપભ્રંશ સાહિત્યમાં સંધિબંધનું કેટલું મહત્ત્વ છે તેનો ઘટતો ખ્યાલ મળી રહેશે.
શસાબંધ
સંધિબંધની જેમ અપભ્રંશે સ્વતંત્રપણે વિકસાવેલું અને ઠીકઠીક પ્રચલિત ખીજું સાહિત્યસ્વરૂપ તે રાસાબંધ. તે ઊમિપ્રધાન કાવ્યના પ્રકારની, મધ્યમ માપની (આમ સંસ્કૃત ખંડકાવ્યનું સ્મરણ કરાવતી) રચના હોવાની અટકળ થઈ શકે છે. તેમાં કાવ્યના કલેવર માટે સામાન્ય રીતે અમુક એક પરંપરાઢ માત્રા છંદ પ્રયોજાતો, જ્યારે વૈવિધ્ય માટે વચ્ચે વચ્ચે ભાતભાતના રુચિર છંદો વપરાતા. રાસાબંધનો પ્રચાર અને લોકપ્રિયતા આપણને ઉપલબ્ધ પ્રાચીનતમ પ્રાકૃત-અપભ્રંશના હિંગલકારોએ આપેલી રાસકની વ્યાખ્યાથી સમર્થિત થતાં હોવા છતાં ( સ્વયંભૂ તો તેને પતિગોષ્ઠીઓમાં રસાયણુરૂપ કહીને વખાણે છે) એક પણ પ્રાચીન રાસાનો નમૂનો તો ઠીક, નામે ય નથી જળવાઈ રહ્યું એ આશ્ચર્યની વાત છે. અને પાછળના સમયમાં પણ આ મહત્ત્વના અપભ્રંશ કાવ્યપ્રકાર વિશેનું આપણું અજ્ઞાન ધટાડે તેવી સામગ્રી સ્વલ્પ છે. સતત અને ધરમૂળનું પરિવર્તન પામીને રાસો અર્વાચીન ભારતીય – આર્ય સાહિત્યમાં ઓગણીશમી શતાબ્દીના અંત સુધી ચાલુ રહ્યો છે. પ્રાચીન ગુજરાતી–રાજસ્થાની સાહિત્યમાં ઘણુંખરું જૈન લેખકોના રચેલા રાસાઓ સેંકડોની સંખ્યામાં મળે છે. પણ અપભ્રંશમાં ઠેઠ તેરમી શતાબ્દી લગભગના એક મુસ્લિમ રાસક અને ખારમી શતાબ્દી લગભગના સાહિત્યદૃષ્ટિએ મૂલ્યહીન એક ઉપદેશાત્મક જૈન રાસ સિવાય ખીજું કશું મળતું નથી. આમાં પાબ્લી કૃતિ હવેારસાયનાસ એંશી પદ્યોમાં સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રશંસા અને ગુરુ અને કુધર્મની નિંદા કરે છે. એ રાસકકાવ્ય એક પ્રતિનિધિરૂપ કૃતિ નહીં, પણ લોકપ્રિય સાહિત્યપ્રકારનો ધર્મપ્રચાર અર્થે ઉપયોગ કરવાનું ઉત્તરકાલીન ઉદાહરણ માત્ર છે. માળિય-પ્રસ્તારિા-પ્રતિદ્ર-રાસ નામે એક વધારાના રાસનો ઉલ્લેખ આરમી શતાબ્દીની કૃતિમાં મળે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન
અનિબદ્ધ રચનાપ્રકારો
જેમાં પ્રતિપાદ્ય વિષયને સંવિધાન, સંયોજન વગેરે દ્વારા ચોક્કસ ધાટ આપવાનો હોય છે તેવા વિશિષ્ટ બંધવાળા પ્રકારો ઉપરાંત અપભ્રંશમાં બંધરહિત પ્રકારોનો પણ ઉપયોગ થતો.
અપભ્રંશ કથાકાવ્ય માટે સંધિબંધ જ નિયત હતો એવું નથી. કેમકે આરંભથી અંત સુધી નિરપવાદપણે એક જ છંદ યોજાયો હોય અને બંધારણ કે વિષયાદિને અવલખીને કોઈ પણ જાતના વિભાગ કે ખંડ પાડવામાં ન આવ્યા હોય તેવાં કથાકાવ્યોનાં આપણને એકખે નમૂના મળે છે. ઈ. સ. ૧૧૫૦માં સમાપ્ત થયેલું હરિભદ્રનું નેમિનારિક( સં. નેમિનાથપરિતમ્ )નું પ્રમાણુ ૮૦૩૨ શ્લોક જેટલું છે, અને તે સળંગ રડ્ડા નામના એક મિશ્ર છંદમાં રચાયું છે. હરિભદ્ર પહેલાં ઓછામાં ઓછી ત્રણ શતાબ્દી પૂર્વે થયેલા ગોવિંદ નામે અપભ્રંશ કવિએ પણ રડ્ડાછંદના વિવિધ પ્રકારોમાં એક કૃષ્ણકાવ્ય રચ્યું હોવાનું આપણે સ્વયમ્મુમાં આપેલાં ટાંચણો પરથી અનુમાન કરી શકીએ છીએ. ધાર્મિક, તથા આધ્યાત્મિક કૃતિઓ
અપભ્રંશમાં કથાકાવ્યોની અને સંભવતઃ ઊર્મિપ્રધાન કાવ્યોની) વિપુલતા હતી. એનો અર્થ એવો નથી કે તે ખીજા કાવ્યપ્રકારોથી સાવ અજ્ઞાત હતો. ધાર્મિક-બોધક વિષયની કેટલીક નાની નાની રચનાઓ ઉપરાંત ત્રણ આધ્યાત્મિક કે યોગવિષયક રચનાઓ પણ મળે છે.
૩૯
આમાં યોગીન્દુદેવ (અપ. જોઈ )નો પરમવ્વપયાસુ ( સં. પરમાત્મપ્રારા ) : અને ચોલાર સૌથી વિશેષ મહત્ત્વના છે. પરમપ્પપયાસુના એ અધિકારમાં પહેલામાંથી ૧૨૩ દોહા છે, જેમાં ખાદ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું મુક્ત, રસવતી શૈલીમાં પ્રતિપાદન કરેલું છે. ૨૧૪ પદ્યો( ઘણાખરા દોહા )નો બીજો અધિકાર મોક્ષતત્ત્વ અને મોક્ષસાધન ઉપર છે. યોગીન્દુ સાધક યોગીને આત્મસાક્ષાત્કારનુ સર્વોચ્ચ મહત્ત્વ સમજાવે છે, અને તે માટેના માર્ગ તરીકે વિષયોપભોગ તજવાનો, ધર્મના માત્ર બાહ્યાચારને નહીં, પણ આંતરિક તત્ત્વને વળગી રહેવાનો, આંતરિક શુદ્ધિનો અને આત્માના સાચા સ્વરૂપનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપે છે. યોગસારમાં ૧૦૮ પદ્યો( ધણાખરા દોહા )માં સંસારભ્રમણથી વિરક્ત મુમુક્ષુને પ્રબુદ્ધ કરવા માટે ઉપદેશ અપાયેલો છે. સ્વરૃપ, શૈલી અને સામગ્રીની દૃષ્ટિએ તેનું પરમવ્વપયાસુ સાથે ધણું સામ્ય છે.
આ જ શબ્દો રામસિંહકૃત હોહાપાદુક( સં. રોહામામૃત )ને લાગુ પડે છે. તેનાં ૨૧૨ દોહાબહુલ પદ્યોમાં એ જ અધ્યાત્મિક નૈતિક દૃષ્ટિ પર ભાર મુકાયો છે. તેમાં શરીર અને આત્માનો તાત્ત્વિક ભેદ નિરૂપી, પરમાત્માની સાથે આત્માની અભેદાનુભૂતિને સાધક યોગીનું સર્વોચ્ચ સાધ્ય ગણ્યું છે. વિચારમાં તેમ જ પરિભાષામાં આ ત્રણે કૃતિઓ બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરાની અધ્યાત્મવિષયક કેટલીક કૃતિઓ સાથે ગણનાપાત્ર સામ્ય ધરાવે છે.
તેમની ભાષા અને શૈલી સરળ, સચોટ, લોકગમ્ય અને અલંકારના તથા પાંડિત્યના ભારથી મુક્ત છે. તેમને ભારતીય અધ્યાત્મરહસ્યવાદી સાહિત્યમાં જૈન પરંપરાના મૂલ્યવાન પ્રદાન તરીકે ગણાવી શકાય.
નાની ધાર્મિક કૃતિઓમાં લક્ષ્મીચંદ્રકૃત સાયષમ્મદ્રોહા (સં. આવજધર્મદ્રોહા ) અપરનામ નવા આવવાનાર ( ૧૬ મી શતાબ્દી પહેલાં ) ઉલ્લેખાહે છે. તેમાં નામ પ્રમાણે શ્રાવકોનું કર્તવ્ય લોકભોગ્ય શૈલીમાં સમજાવ્યું છે. એ ઉપરાંત ૨૫ દોહાની મહેશ્વરકૃત સંયમવિષયક સંયમમારી ( સંભવતઃ ૧૩મી શતાબ્દી લગભગ )નો, જિનદત્ત (ઈ. સ. ૧૦૭૬ - ૧૧૫ર ) કૃત ત્વરી અને
Page #10
--------------------------------------------------------------------------
________________ 40 આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ત્રિકુનો, અને ધનપાલકૃત સત્યપુરHટ્ટનમવીરોત્સાહૂ (ઈસવી ૧૧મી શતાબ્દી), અભયદેવકૃત નતિદુવમળ આદિ સ્તવનો વગેરેનો ઉલ્લેખ કરી શકાય. પ્રકીર્ણ કૃતિઓ અને ઉત્તરકાલીન વલણ સ્વતંત્ર કૃતિઓ ઉપરાંત જૈન પ્રાકૃત તથા સંસ્કૃત ગ્રંથોમાં અને ટીકાસાહિત્યમાં નાનામોટા સંખ્યાબંધ અપભ્રંશ ખંડો મળે છે. ઉદાહરણ લેખે થોડાંક જ નામ ગણાવીએ: વર્ધમાનકૃત મત (ઈ. સ. 1104), દેવચંદ્રકૃત સાન્તિનાથવરિત્ર (ઈ. સ. 1104), હેમચંદ્રકૃત સિદ્ધદેન વ્યાકરણ તથ કુમારપક્વરિત અપરનામ સુવ્યાશ્રય (ઈસવી ૧૨મી શતાબ્દી), રત્નપ્રભકૃત ઉપરાત્રિાવો ઘટ્ટીવૃત્તિ (ઈ. સ. 1182), સોમપ્રભકૃત કુમારપઢિપ્રતિબોધ (ઈ. સ. 1185), હેમહંસશિષ્યકત સંગમમંત્રરીત્તિ (ઈસવી ૧પમી શતાબ્દી પહેલાં) વગેરે. સંધિ તેરમી શતાબ્દી આસપાસ ટૂંકા અપભ્રંશ કાવ્યો માટે “સંધિ' નામે (આગલા “સંધિબંધ’થી આ ભિન્ન છે) એક નવી રચનાપ્રકાર વિકસે છે. તેમાં કોઈ ધાર્મિક, ઉપદેશાત્મક કે કથાપ્રધાન વિષયનું થોડાંક કડવાંમાં નિરૂપણ કરેલું હોય છે, અને તેમનો મૂળ આધાર ઘણી વાર આગામિક કે ભાષાસાહિત્યમાંનો - અથવા તો પૂર્વકાલીન ધર્મકથા સાહિત્યમાંનો - કોઈ પ્રસંગ કે ઉપદેશવચનો હોય છે. રત્નપ્રભકૃત સંતરાસંધિ (ઈસવી ૧૩મી શતાબ્દી), જયદેવકૃત માવનાસંધિ, જીનપ્રભ (ઈસવી ૧૩મી શતાબ્દી)કૃત ફેરાસંધિ, મહાસંધ (ઈ. સ. 1241) તથા અન્ય સંધિઓ, વગેરે. તેરમી શતાબ્દીમાં અને તે પછી રચાયેલી કૃતિઓના ઉત્તરકાલીન અપભ્રંશમાં તત્કાલીન બોલીઓનો વધતો જતો પ્રભાવ છતો થાય છે. આ બોલીઓમાં પણ ક્યારનીય સાહિત્યરચના થવા લાગી હતી - જે કે પ્રારંભમાં આ સાહિત્ય અપભ્રંશ સાહિત્યપ્રકારો ને સાહિત્યવલણોના વિસ્તારરૂપ હતું. બોલચાલની ભાષાનો આ પ્રભાવ આછારૂપમાં તો ઠેઠ હેમચંદ્રીય અપભ્રંશ ઉદાહરણોમાં પણ છે. ઊલટપક્ષે સાહિત્યમાં અપભ્રંશપરંપરા ઠેઠ પંદરમી શતાબ્દી સુધી લંબાય છે અને કવચિતે પછી પણ ચાલુ રહેલી જોવા મળે છે. વસ્તુનિર્માણની અને ક્ષેત્રની મર્યાદા છતાં નૂતન સાહિત્યસ્વરૂપો અને છંદસ્વરૂપોનું સર્જન, પરંપરાપુનિત કાવ્યરીતિનું પ્રભુત્વ, વર્ણનનિપુણતા અને રસનિષ્પત્તિની શક્તિ - આ બધાં દ્વારા જૈન અપભ્રંશ સાહિત્યનાં જે સામર્થ્ય અને સિદ્ધિ પ્રકટ થાય છે તેથી ભારતીય સાહિત્યના ઇતિહાસમ સહેજે તેને ઊંચું ને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થાય છે. : -