________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પ૩નવરિડના ચૌદમા સંધિનું વસંતનાં દશ્યોની મોહક પૃષ્ઠભૂમિ પર આલેખાયેલું તાદશ, ગતિમાન, ઈદ્રિયસંતપર્ક જલક્રીડાવર્ણન એક ઉત્કૃષ્ટ સર્જન તરીકે પહેલેથી જ પંકાતું આવ્યું છે. જુદાં જુદાં યુદ્ધદશ્યો, અંજનાના ઉપાખ્યાન (સંધિ ૧૭–૧૯)માંના કેટલાક ભાવોદ્રેકવાળા પ્રસંગો, રાવણના અગ્નિદાહના ચિત્તહારી પ્રસંગમાંથી નીતરતો વેધક વિષાદ (૭૭મો સંધિ) - આવા આવા હૃદયંગમ ખંડોમાં સ્વયંભૂની કવિપ્રતિભાના પ્રબળ ઉન્મેષનાં આપણે દર્શન કરી શકીએ.
रिटुणेमिचरित સ્વયંભૂ નું બીજું મહાકાય મહાકાવ્ય રિકોમિરિ૩ (સં. અરિષ્ટનેમિનરિતમ્) અથવા હરિવંતપુરાણ (. હિંસાપુરામ) પણ પ્રસિદ્ધ વિષયને લગતું છે. તેમાં બાવીશમાં તીર્થકર અરિષ્ટનેમિનું જીવનચરિત તથા કૃષ્ણ અને પાંડવોની જૈન પરંપરા પ્રમાણેની કથા અપાયેલી છે. કેટલાક નમૂનારૂપ ખંડો બાદ કરતાં તે હજી સુધી અપ્રકાશિત છે. તેના એક સો બાર સંધિઓ (જેનાં બધાં મળીને ૧૯૩૭ કડવક અને ૧૮૦૦૦ બત્રીશ–અક્ષરી એકમો-ગ્રંથાગ્ર’–હોવાનું કહેવાય છે)ના ચાર કાંડમાં સમાવેશ થાય છે: નાવ( સં. ), ૬, (સં. યુદ્ધ) અને ઉત્તર. આ વિષયમાં પણ સ્વયંભૂ પાસે કેટલીક આદર્શભૂત પૂર્વકૃતિઓ હતી. નવમી શતાબ્દી પહેલાં વિમલસૂરિ અને વિદગ્ધ પ્રાકૃતમાં, જિનસેને (ઈ. સ. ૭૮૩-૮૪) સંસ્કૃતમાં અને ભદ્ર (કે દન્તિભઢે ? ભદ્રાચ્છે?), ગોવિન્દ તથા ચતુર્મુખે અપભ્રંશમાં હરિવંશના વિષય પર મહાકાવ્યો લખ્યાં હોવાનું જણાય છે. દિનિવ૩િનો નવ્વાણુભા સંધિ પછીનો અંશ સ્વયંભૂના પુત્ર ત્રિભુવનનો રચેલો છે, અને પાછળથી ૧૬મી શતાબ્દીમાં તેમાં ગોપાચલ (= વાલીઅર)ના એક અપભ્રંશ કવિ યશકીતિ ભટ્ટારકે કેટલાક ઉમેરા કરેલા છે.
- રામ અને કૃષ્ણના ચરિત પર સ્વયંભૂ પછી રચાયેલાં અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યોમાંથી કેટલાંકનો ઉલ્લેખ અહીં જ કરી લઈએ – આ બધી કૃતિઓ હજી અપ્રસિદ્ધ છે; ધવલે (ઈસવી અગીઆરમી શતાબ્દી પહેલાં) ૧૨૨ સંધિમાં રિવંરાપુરાન રચ્યું. ઉપર્યુક્ત યશકીર્તિ ભટ્ટારકે ૩૪ સંધિમાં પાંડુપુરાનું (સં. પાંડુપુરાણમ્) (ઈ. સ. ૧૫૩) તથા તેના સમકાલીન પંડિત રઈધુ અપરનામ સિંહસેને ૧૧ સંધિમાં
પુરાણુ (સં. વમદ્રપુરા) તેમ જ નેમિનારિક (સં. નેમિનાથવરિત) રચ્યાં એ જ સમય લગભગ શ્રુતકીર્તિએ ૪૦ સંધિમાં રિવંતપુરાણુ (સં. રિવંશપુરાણમ્) (ઈ. સ. ૧૫૫૧) પૂરું કર્યું. આ કૃતિઓ સ્વયંભૂ પછી સાત સો જેટલાં વરસ વહી ગયાં છતાં રામાયણ ને હરિવંશના વિષયોની જીવંત પરંપરા અને લોકપ્રિયતાના પુરાવારૂપ છે.
પુષ્પદત પુષ્પદન્ત (અપ. પુજયંત) અપરના મમ્મઈય (ઈ. સ. ૯૫૭ – ૯૭૨ માં વિદ્યમાન)ની કૃતિઓમાંથી આપણને સંધિબંધમાં ગૂંથાતા બીજા બે પ્રકારોની જાણ થાય છે. પુષ્પદન્તનાં માતાપિતા બ્રાહ્મણ હતાં. તેમણે પાછળથી દિગંબર જૈન ધર્મ સ્વીકારેલો. પુપદન્તનાં ત્રણે અપભ્રંશ કાવ્યોની રચના માન્યખેટ (= હાલનું હૈદરાબાદ રાજયમાં આવેલું માલ ખેડ)માં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ રાજાઓ કૃષ્ણ ત્રીજા (ઈ. સ. ૯૩૯-૯૬૮) અને ખોટિંગદેવ (ઈ. સ. ૯૬૮-૯૭૨ )ના પ્રધાનો અનુક્રમે ભરત અને તેના પુત્ર નન્નના આશ્રય નીચે થઈ હતી. સ્વયંભૂ અને તેના પુરોગામીઓએ રામ અને કૃષ્ણપાંડવનાં કથાનકનો ઠીકઠીક કસ કાઢ્યો હતો, એટલે પુછપદન્તની કવિપ્રતિભાએ જૈન પુરાણકથાના જુદા- અને વિશાળતર પ્રદેશોમાં વિહરવાનું પસંદ કર્યું હશે. જેના પૌરાણિક માન્યતા પ્રમાણે પૂર્વના સમયમાં ત્રેસઠ મહાપુરુષો (કે શલાકાપુ ) થઈ ગયા. તેમાં ચોવીશ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ (= અર્ધચક્રવર્તી), નવ બલદેવ (તે તે વાસુદેવના ભાઈ) અને નવ પ્રતિવાસુદેવ (એટલે કે તે તે વાસુદેવના વિરોધી)નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org