Book Title: Jain Paramparanu Apbhramsa Sahitya ma Pradan Author(s): H C Bhayani Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 6
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ગણાય. આમાં પણ પુષ્પદન્ત પાસે કેટલાંક પૂર્વદષ્ટાંત હોવાં જોઈએ. અછડતા ઉલ્લેખ પરથી આપણે પુષ્પદન્તની પહેલાંનાં ઓછામાં ઓછાં બે ચરિતકાવ્યોનાં નામ જાણીએ છીએઃ એક તે સ્વયંભુકૃત સુદ્રયરિ૩ અને બીજું તેના પુત્ર ત્રિભુવનકત કંવમી૩િ. નારિવરિ૩ નવ સંધિમાં તેના નાયક નાગકુમાર (જૈન પુરાણકથ્થા પ્રમાણે ચોવીશ કામદેવમાંનો એક)નાં પરાક્રમો વર્ણવે છે અને સાથે તે ફાગણ શુદિ પાંચમને દિવસે શ્રીપંચમીનું વ્રત કરવાથી થતી ફળપ્રાપ્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. પુછપદન્તનું ત્રીજું કાવ્ય સરિ૩ ચાર સંધિમાં ઉજજયિનીના રાજા યશોધરની કથા આપે છે ને તે દ્વારા પ્રાણિવધના પાપનાં કડવાં ફળો ઉદાહત કરે છે. પુષ્પદન્તની પહેલાં અને પછી આ જ કથાનકને થતી પ્રાકત, સંસ્કૃત, અપભ્રંશ અને અર્વાચીન ભાષાઓમાં મળતી અનેક રચનાઓ એ જૈનોમાં અતિશય લોકપ્રિય હોવાની સૂચક છે. પુષ્પદન્તનું પ્રશિષ્ટ કાવ્યરીતિ પરનું પ્રભુત, અપભ્રંશ ભાષામાં અનન્ય પારંગતતા, તેમ જ બહુમુખી પાંડિત્ય તેને ભારતના કવિઓમાં માનવંતુ સ્થાન અપાવે છે. એક સ્થળે કાવ્યના પોતાના આદર્શનો આછો ખ્યાલ આપતાં તે કહે છે કે ઉત્તમ કાવ્ય શબ્દ અને અર્થના અલંકારથી તથા લીલાયુક્ત પદાવલિથી મંડિત, રસભાવનિરંતર, અર્થની ચારુતાવાળું, સર્વ વિદ્યાકલાથી સમૃદ્ધ, વ્યાકરણ અને છંદથી પુષ્ટ અને આગમથી પ્રેરિત હોવું જોઈએ. ઉચ્ચ કોટિનું અપભ્રંશ સાહિત્ય આ આદર્શનો સાક્ષાત્કાર કરવામાં પ્રયત્નશીલ રહ્યું છે, પણ તેમાં સૌથી વધુ સફળતા પુષ્પદન્તને મળી છે એમ કહેવામાં કશી અયુક્તિ નથી. પુષ્પદત પછીનાં ચરિતકાવ્ય પુષ્પદન્ત પછી આપણને સંધિબહુ ચરિતકાવ્યો કે કથાકાવ્યોનાં પુષ્કળ નમૂના મળે છે. પણ તેમાંનાં ઘણાંખરાં હજી માત્ર હસ્તપ્રતરૂપે જ રહ્યાં છે. જે કાંઈ થોડાં પ્રકાશિત થયાં છે, તેમાં સૈૌથી મહત્ત્વની ધનપાલકૃત વિસટ્ટ (સં. વિધ્યત્તતથા) છે. ધનપાલ દિગંબર ધર્કટ વણિક હતો અને સંભવતઃ ઈસવી બારમી શતાબ્દી પહેલાં થઈ ગયો. બાવીશ સંધિના વિસ્તારવાળું તેનું કાવ્ય પ્રમાણમાં સરળ શૈલીમાં ભવિષ્યદત્તની કૌતુકરંગી કથા કહે છે અને સાથે સાથે કાર્તિક સુદિ પાંચમને દિવસે આવતું ભૂતપંચમી કે જ્ઞાનપંચમીનું વ્રત કરવાથી મળતાં ફળનું ઉદાહરણ આપવાનો ઉદ્દેશ પણ પાર પાડે છે. તેનું કથાનક એવું છે કે એક વેપારી નિષ્કારણુ અણગમો આવતાં પુત્ર ભવિષ્યદત્ત સહિત પોતાની પત્નીનો ત્યાગ કરે છે અને બીજી પત્ની કરે છે. ભવિષ્યદત્ત મોટો થતાં કોઈ પ્રસંગે પરદેશ ખેડવા જાય છે ત્યારે તેનો ઓરમાન નાનો ભાઈ બે વાર કપટ કરી તેને એક નિર્જન દ્વીપ પર એકલોઅટૂલો છોડી જાય છે. પણ માતાએ કરેલા શ્રતપંચમીના વ્રતને પરિણામે છેવટે તેની બધી મુશ્કેલીઓનો અંત આવે છે, તેનો ઘણો ઉદય થાય છે અને શત્રુનો પરાજય કરવામાં રાજાને સાહાસ્ય કરવા બદલ તે રાજયાર્ધનો અધિકારી બને છે. મરણ પછી ચોથા ભવમાં શ્રુતપંચમીનું વ્રત કરવાથી તેને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધનપાલ પહેલાં આ જ વિષય પર અપભ્રંશમાં ત્રિભુવનનું પંનિવરિ૩ તથા પ્રાકૃતમાં મહેશ્વરની નાળપંનો (સં. જ્ઞાનપંચમીથાઃ) મળે છે. ધનપાલની સમીપના સમયમાં શ્રીધરે ચાર સંધિમાં અપભ્રંશ વિસરંવરિ૩ (સં. મવચ્ચત્તરિતમ્) (ઈ. સ. ૧૧૭૪) રચેલું છે, જે હજી અપ્રસિદ્ધ છે. કનકામરનું રકgવ૩િ સં. રરિતમ્) દસ સંધિમાં એક પ્રત્યેકબુદ્ધ(એટલે કે સ્વયંપ્રબુદ્ધ સંત)નો જીવનવૃત્તાંત આપે છે. બૈદ્ધ સાહિત્યમાં પણ કરકંકુની વાત આવે છે. ધાહિલકૃત પરમસિરિરિક (સં. શ્રીચરિતમ્) (ઈસવી અગીઆરમી શતાબ્દી લગભગ) કપટભાવયુક્ત આચરણનાં માઠાં ફળ ઉદાહત કરવા ચાર સંધિમાં પાશ્રીનો ત્રણ ભવતો વૃત્તાંત આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10