Book Title: Jain Paramparanu Apbhramsa Sahitya ma Pradan Author(s): H C Bhayani Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 9
________________ જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન અનિબદ્ધ રચનાપ્રકારો જેમાં પ્રતિપાદ્ય વિષયને સંવિધાન, સંયોજન વગેરે દ્વારા ચોક્કસ ધાટ આપવાનો હોય છે તેવા વિશિષ્ટ બંધવાળા પ્રકારો ઉપરાંત અપભ્રંશમાં બંધરહિત પ્રકારોનો પણ ઉપયોગ થતો. અપભ્રંશ કથાકાવ્ય માટે સંધિબંધ જ નિયત હતો એવું નથી. કેમકે આરંભથી અંત સુધી નિરપવાદપણે એક જ છંદ યોજાયો હોય અને બંધારણ કે વિષયાદિને અવલખીને કોઈ પણ જાતના વિભાગ કે ખંડ પાડવામાં ન આવ્યા હોય તેવાં કથાકાવ્યોનાં આપણને એકખે નમૂના મળે છે. ઈ. સ. ૧૧૫૦માં સમાપ્ત થયેલું હરિભદ્રનું નેમિનારિક( સં. નેમિનાથપરિતમ્ )નું પ્રમાણુ ૮૦૩૨ શ્લોક જેટલું છે, અને તે સળંગ રડ્ડા નામના એક મિશ્ર છંદમાં રચાયું છે. હરિભદ્ર પહેલાં ઓછામાં ઓછી ત્રણ શતાબ્દી પૂર્વે થયેલા ગોવિંદ નામે અપભ્રંશ કવિએ પણ રડ્ડાછંદના વિવિધ પ્રકારોમાં એક કૃષ્ણકાવ્ય રચ્યું હોવાનું આપણે સ્વયમ્મુમાં આપેલાં ટાંચણો પરથી અનુમાન કરી શકીએ છીએ. ધાર્મિક, તથા આધ્યાત્મિક કૃતિઓ અપભ્રંશમાં કથાકાવ્યોની અને સંભવતઃ ઊર્મિપ્રધાન કાવ્યોની) વિપુલતા હતી. એનો અર્થ એવો નથી કે તે ખીજા કાવ્યપ્રકારોથી સાવ અજ્ઞાત હતો. ધાર્મિક-બોધક વિષયની કેટલીક નાની નાની રચનાઓ ઉપરાંત ત્રણ આધ્યાત્મિક કે યોગવિષયક રચનાઓ પણ મળે છે. ૩૯ આમાં યોગીન્દુદેવ (અપ. જોઈ )નો પરમવ્વપયાસુ ( સં. પરમાત્મપ્રારા ) : અને ચોલાર સૌથી વિશેષ મહત્ત્વના છે. પરમપ્પપયાસુના એ અધિકારમાં પહેલામાંથી ૧૨૩ દોહા છે, જેમાં ખાદ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું મુક્ત, રસવતી શૈલીમાં પ્રતિપાદન કરેલું છે. ૨૧૪ પદ્યો( ઘણાખરા દોહા )નો બીજો અધિકાર મોક્ષતત્ત્વ અને મોક્ષસાધન ઉપર છે. યોગીન્દુ સાધક યોગીને આત્મસાક્ષાત્કારનુ સર્વોચ્ચ મહત્ત્વ સમજાવે છે, અને તે માટેના માર્ગ તરીકે વિષયોપભોગ તજવાનો, ધર્મના માત્ર બાહ્યાચારને નહીં, પણ આંતરિક તત્ત્વને વળગી રહેવાનો, આંતરિક શુદ્ધિનો અને આત્માના સાચા સ્વરૂપનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપે છે. યોગસારમાં ૧૦૮ પદ્યો( ધણાખરા દોહા )માં સંસારભ્રમણથી વિરક્ત મુમુક્ષુને પ્રબુદ્ધ કરવા માટે ઉપદેશ અપાયેલો છે. સ્વરૃપ, શૈલી અને સામગ્રીની દૃષ્ટિએ તેનું પરમવ્વપયાસુ સાથે ધણું સામ્ય છે. આ જ શબ્દો રામસિંહકૃત હોહાપાદુક( સં. રોહામામૃત )ને લાગુ પડે છે. તેનાં ૨૧૨ દોહાબહુલ પદ્યોમાં એ જ અધ્યાત્મિક નૈતિક દૃષ્ટિ પર ભાર મુકાયો છે. તેમાં શરીર અને આત્માનો તાત્ત્વિક ભેદ નિરૂપી, પરમાત્માની સાથે આત્માની અભેદાનુભૂતિને સાધક યોગીનું સર્વોચ્ચ સાધ્ય ગણ્યું છે. વિચારમાં તેમ જ પરિભાષામાં આ ત્રણે કૃતિઓ બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરાની અધ્યાત્મવિષયક કેટલીક કૃતિઓ સાથે ગણનાપાત્ર સામ્ય ધરાવે છે. તેમની ભાષા અને શૈલી સરળ, સચોટ, લોકગમ્ય અને અલંકારના તથા પાંડિત્યના ભારથી મુક્ત છે. તેમને ભારતીય અધ્યાત્મરહસ્યવાદી સાહિત્યમાં જૈન પરંપરાના મૂલ્યવાન પ્રદાન તરીકે ગણાવી શકાય. નાની ધાર્મિક કૃતિઓમાં લક્ષ્મીચંદ્રકૃત સાયષમ્મદ્રોહા (સં. આવજધર્મદ્રોહા ) અપરનામ નવા આવવાનાર ( ૧૬ મી શતાબ્દી પહેલાં ) ઉલ્લેખાહે છે. તેમાં નામ પ્રમાણે શ્રાવકોનું કર્તવ્ય લોકભોગ્ય શૈલીમાં સમજાવ્યું છે. એ ઉપરાંત ૨૫ દોહાની મહેશ્વરકૃત સંયમવિષયક સંયમમારી ( સંભવતઃ ૧૩મી શતાબ્દી લગભગ )નો, જિનદત્ત (ઈ. સ. ૧૦૭૬ - ૧૧૫ર ) કૃત ત્વરી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10