Book Title: Jain Paramparanu Apbhramsa Sahitya ma Pradan Author(s): H C Bhayani Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 8
________________ ૩. આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પ્રસિદ્ધ દિગંબર ગ્રંથ માવતી-માધનાની સાથે સંકળાયેલી કથાઓ વર્ણવે છે. નયનંદી અને શ્રીચંદ્રે પોતાની કૃતિઓ પુરોગામી સંસ્કૃત અને પ્રાકૃત આરાધનાકથાકોશોને આધારે રચી હોવાનું જણાવ્યું છે. ૨૧ સંધિનો શ્રીચંદ્રકૃત સળવળતંતુ (સં. શનથારન૦૪:) (ઈ. સ. ૧૦૬૪), ૧૧ સંધિની હરિષેણુ કૃત ધમ્મરિયલ (સં. ધર્મપરીક્ષા) (ઈ. સ. ૯૮૮), ૧૪ સંધિનું અમરકીર્તિકૃત છમુવએતો (સં. હોવા) અને સંભવતઃ ૭ સંધિનું શ્રુતકીતિકૃત મિક્રિયાસસાહ (સં. પરમેષ્ઠિપ્રારĪસર:) (ઈ. સ. ૧૪૯૭) વગેરેનો પણ આ જ પ્રકારમાં સમાવેશ થાય છે. આ બધી કૃતિઓ પણ હજી પ્રકાશમાં નથી આવી. આમાં હરિષણની ધમ્મરિયલ તેના વસ્તુની વિશિષ્ટતાને કારણે ખાસ રસપ્રદ છે. તેમાં મુખ્યત્વે બ્રાહ્મણ પુરાણો કેટલાં વિસંગત અને અર્થહીન છે તે સચોટ યુક્તિથી પુરવાર કરીને મનોવેગ પોતાના મિત્ર પવનવેગ પાસે જૈન ધર્મનો સ્વીકાર કરાવે છે તેની વાત છે. મનોવેગ પવનવેગની હાજરીમાં એક બ્રાહ્મણસભા સમક્ષ પોતાના વિશે સાવ અસંભવિત અને ઉટપટંગ જોડી કાઢેલી વાતો કહે છે, અને જ્યારે પેલા બ્રાહ્મણો તેને માનવાની ના પાડે છે, ત્યારે તે રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી એવા જ અસભવિત પ્રસંગો ને અનાવો સમર્થનમાં ટાંકી પોતાના શબ્દોને પ્રમાણભૂત ઠરાવે છે. હરિષેણુની આ કૃતિનો આધાર કોઈ પ્રાકૃત રચના હતી. ધમ્મરિયલને અનુસરીને પછીથી સંસ્કૃત તેમ જ ખીજી ભાષાઓમાં કેટલાંક કાવ્યો રચાયાં છે. હરિભદ્રકૃત પ્રાકૃત ધૂર્તીસ્થાન (ઈસવી આઠમી શતાબ્દી)માં આ જ કથાયુક્તિ અને પ્રયોજન છે અને આ વિષયની સર્વપ્રથમ કૃતિ હોવાનું માન તેને ફાળે જાય છે. આ સંક્ષિપ્ત નૃત્તાંત પરથી અપભ્રંશ સાહિત્યમાં સંધિબંધનું કેટલું મહત્ત્વ છે તેનો ઘટતો ખ્યાલ મળી રહેશે. શસાબંધ સંધિબંધની જેમ અપભ્રંશે સ્વતંત્રપણે વિકસાવેલું અને ઠીકઠીક પ્રચલિત ખીજું સાહિત્યસ્વરૂપ તે રાસાબંધ. તે ઊમિપ્રધાન કાવ્યના પ્રકારની, મધ્યમ માપની (આમ સંસ્કૃત ખંડકાવ્યનું સ્મરણ કરાવતી) રચના હોવાની અટકળ થઈ શકે છે. તેમાં કાવ્યના કલેવર માટે સામાન્ય રીતે અમુક એક પરંપરાઢ માત્રા છંદ પ્રયોજાતો, જ્યારે વૈવિધ્ય માટે વચ્ચે વચ્ચે ભાતભાતના રુચિર છંદો વપરાતા. રાસાબંધનો પ્રચાર અને લોકપ્રિયતા આપણને ઉપલબ્ધ પ્રાચીનતમ પ્રાકૃત-અપભ્રંશના હિંગલકારોએ આપેલી રાસકની વ્યાખ્યાથી સમર્થિત થતાં હોવા છતાં ( સ્વયંભૂ તો તેને પતિગોષ્ઠીઓમાં રસાયણુરૂપ કહીને વખાણે છે) એક પણ પ્રાચીન રાસાનો નમૂનો તો ઠીક, નામે ય નથી જળવાઈ રહ્યું એ આશ્ચર્યની વાત છે. અને પાછળના સમયમાં પણ આ મહત્ત્વના અપભ્રંશ કાવ્યપ્રકાર વિશેનું આપણું અજ્ઞાન ધટાડે તેવી સામગ્રી સ્વલ્પ છે. સતત અને ધરમૂળનું પરિવર્તન પામીને રાસો અર્વાચીન ભારતીય – આર્ય સાહિત્યમાં ઓગણીશમી શતાબ્દીના અંત સુધી ચાલુ રહ્યો છે. પ્રાચીન ગુજરાતી–રાજસ્થાની સાહિત્યમાં ઘણુંખરું જૈન લેખકોના રચેલા રાસાઓ સેંકડોની સંખ્યામાં મળે છે. પણ અપભ્રંશમાં ઠેઠ તેરમી શતાબ્દી લગભગના એક મુસ્લિમ રાસક અને ખારમી શતાબ્દી લગભગના સાહિત્યદૃષ્ટિએ મૂલ્યહીન એક ઉપદેશાત્મક જૈન રાસ સિવાય ખીજું કશું મળતું નથી. આમાં પાબ્લી કૃતિ હવેારસાયનાસ એંશી પદ્યોમાં સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રશંસા અને ગુરુ અને કુધર્મની નિંદા કરે છે. એ રાસકકાવ્ય એક પ્રતિનિધિરૂપ કૃતિ નહીં, પણ લોકપ્રિય સાહિત્યપ્રકારનો ધર્મપ્રચાર અર્થે ઉપયોગ કરવાનું ઉત્તરકાલીન ઉદાહરણ માત્ર છે. માળિય-પ્રસ્તારિા-પ્રતિદ્ર-રાસ નામે એક વધારાના રાસનો ઉલ્લેખ આરમી શતાબ્દીની કૃતિમાં મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10