Book Title: Jain Murtipujani Prachinta ane Jain Mandironu Sthapatya Author(s): Priyabala Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 4
________________ જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે જીવનું લક્ષણ ઉપયોગ છે. આ ઉપયોગ બે પ્રકારનો હોય છે એક તો જીવને પોતાની સત્તાનું ભાન પ્રાપ્ત છે કે હું છું, અને મારી આસપાસ અન્ય પદાર્થ છે. અન્ય પદાર્થમાં વૃક્ષ, પર્વત, ગુફા વગેરે, પ્રકૃતિથી વિપરીત શક્તિઓ-તોફાન, વર્ષા, તાપ વગેરેમાં રક્ષણ આપે છે. પશુપક્ષી વગેરે પ્રકૃતિના પદાર્થોનો ઉપયોગ કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે. જ્યારે મનુષ્યમાં પોતાની જ્ઞાનશક્તિને કારણે કેટલીક વિશેષતા રહેલી હોય છે. પરંતુ મનુષ્યમાં જિજ્ઞાસા હોય છે. તેને કારણે તે પ્રકૃતિને વિશેષ રૂપથી જાણવા ઈચ્છે છે. પરિણામે વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રોનો વિકાસ થયો. મનુષ્યમાં બીજો ગુણ છે સારા અને ખોટાનો વિવેક. આ ગુણની પ્રેરણાથી ધર્મ, નીતિ, સદાચારના નિયમો અને આદેશ સ્થાપ્યા અને માનવસમાજને ઉત્તરોત્તર સભ્ય બનાવ્યો. મનુષ્યનો ત્રીજો વિશેષ ગુણ છે સૌન્દર્યની ઉપાસના. માણસ પોતાના પોષણ અને રક્ષણ માટે જે પદાર્થોનો ઉપયોગ કરે છે, તેને ઉત્તરોત્તર સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. જેમ કે સુંદર વેશભૂષા, સુંદર ખાદ્યપદાર્થોની સજાવટ વગેરે. પરંતુ મનુષ્યની સૌન્દર્યોપાસના ગૃહનિર્માણ, મૂર્તિનિર્માણ, ચિત્રનિર્માણ તથા સંગીત અને કાવ્યકૃતિઓમાં ચરમ સીમાએ પહોંચી છે. આ પાંચે કલાનો પ્રારંભ જીવનમાં ઉપયોગી િિષ્ટથી થયો. આ રીતે ઉપયોગી કલાઓ અને લલિત કલાઓને કોઈ પણ દેશ કે સમાજની સભ્યતા અથવા સંસ્કૃતિનું અનિવાર્ય પ્રતીક માનવામાં આવે છે. જૈન પરંપરામાં કલાની ઉપાસનાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીનતમ જૈન આગમોમાં શિલ્પો અને કલાઓના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને તેને શિખવવા માટે શિલ્પાચાર્યો અને કલાચાર્યોના અલગ અલગ ઉલ્લેખો મળે છે. જૈન સાહિત્યમાં ૭૨ કલાઓના ઉલ્લેખ છે. તેમાં વાસ્તુકલાસ્થાપત્યકલાનો પણ નિર્દેશ છે. વાસ્તુકલામાં મંદિરનિર્માણ તથા શિલ્પચાતુર્ય તેની દીર્ધકાલીન પરંપરા વગર શક્ય ન બને. પથ્થરને કાપીને ગુફા-ચૈત્યોના નિર્માણની કલાની શ્રેષ્ઠતા અને તેના આધારે સ્વતંત્ર મંદિરોના નિર્માણની પરંપરા શરૂ થઈ. સૌથી પ્રાચીન મૌર્યકાલીન જૈનમંદિરોના અવશેષો બિહાર જિલ્લાના પટણાની પાસે લોહાનીપુરમાંથી મળી આવ્યા છે. ઈ.સ. ૬૩૪નું એક મંદિર દક્ષિણ ભારતમાં બાદામીની પાસે ઐહોલમાંથી મળી આવ્યું છે. આ મંદિરની રચના ચાલુકયનરેશ પુલકેશી દ્વિતીયના રાજ્યકાળ દરમ્યાન થઈ હતી. આ મંદિર પૂર્ણ રૂપમાં સુરક્ષિત નથી છતાં પણ જે ભાગ સચવાયો છે તેનાથી મંદિરની કલાત્મક સંયોજનામાં તેનું લાલિત્ય દૃષ્ટિગોચર થાય છે. આ મંદિર લાબું પણ ચતુષ્કોણ છે. તેના બે ભાગ છે એક પ્રદક્ષિણાસહિત ગર્ભગૃહ અને બીજો સભાગૃહ મંડપસ્તંભો પર આધારિત છે. ગુપ્તકાળનાં જે મંદિરો મળે છે તે ત્રણ પ્રકારનાં છે : નાગર, દ્રાવિડ અને વેસર. નાગરશૈલી ભારતમાં હિમાલયથી વિંધ્યપર્વત સુધી પ્રચલિત હતી. દ્રાવિડશૈલી વિંધ્ય પર્વત અને કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી તથા વેસર મધ્ય ભારતમાં વિંધ્યપર્વત અને કૃષ્ણા નદીના વચલા પ્રદેશમાં પ્રચલિત હતી. હિંદુ અને જૈન મંદિરો આ શૈલીઓમાં મળી આવે છે. પરંતુ નાગર અને દ્રાવિડના પ્રકાર વિશેષ કાર્તિકાર ડીની કે વ પંટિગેમ શાય Jain Education International For Private & Personal Use Only ૧૬૩ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7