Book Title: Jain Murtipujani Prachinta ane Jain Mandironu Sthapatya
Author(s): Priyabala Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 2
________________ કંડારેલી લટકતા હાથ સાથે ઊભેલી આકૃતિ કાયોત્સર્ગમાં હોઈ જૈન હોવાની તેમજ ત્યાંની એક બીજી મુદ્રામાં કંડારેલી પશુપતિ જેવી આકૃતિ ઋષભદેવ જેવા તીર્થંકરની હોવાની માનવા તરફ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે. આવી આકૃતિઓ, રેખાકૃતિઓ કે પ્રતિમા જૈન તીર્થંકરોની હોવા વિશે માનવાના કોઈ પ્રતીતિકારક લક્ષણ તેમાં રહેલ નથી. શિલ્પકૃતિઓના ઉપલબ્ધ અવશેષોમાં તીર્થંકરની પ્રતિમાનો સહુથી પ્રાચીન નમૂનો મગધના પાટનગર પાટલિપુત્ર (પટના) ના વિસ્તારમાં આવેલ લોહાનીપુરમાં પ્રાપ્ત થયો છે. રેતિયા પથ્થરની એ ખંડિત પ્રતિમા મસ્તક તથા પગ વિનાની છે. તેના બંને હાથનો ઘણો ભાગ નષ્ટ થયો છે છતાં એ હાથ કાયોત્સર્ગ અવસ્થામાં હતા એ જાણવા જેટલી સ્પષ્ટ નિશાનીઓ તેમાં રહેલી છે. આ પ્રતિમા ઉપરનું પોલિશ મોર્યકાળ (ઈ.પૂ. ૩૨૨-૧૮૫) જેવું હોવાનું માલૂમ પડે છે. આ સ્થળેથી મળેલી ઈ.પૂ. પહેલી સદીની ખંડિત પ્રતિમાના હાથ કાયોત્સર્ગ અવસ્થામાં રહેલ પૂરેપૂરા જળવાઈ રહ્યા છે. તીર્થંકરની પ્રતિમાનું સ્વરૂપ યક્ષની પ્રતિમા પરથી ઘડાયું હોય એમ માનવામાં આવે છે. મોર્ય રાજા અશોકના પૌત્ર સંપ્રતિએ અનેક જિનાલય બંધાવ્યાં એવી અનુશ્રુતિ છે, પરંતુ એમાંના કોઈ અવશેષ ઉપલબ્ધ નથી. કલિંગના રાજા ખારવેલના હાથીગુફા - લેખમાં નંદરાજા વડે અપહરત થયેલી જિનપ્રતિમા પાછી મેળવ્યાનો ઉલ્લેખ છે તે ઉપરથી જિનપ્રતિમાનું નિર્માણ મોર્યકાળ પહેલાંના નંદકાળમાં થયું હોવાનું ફલિત થાય છે. મથુરાના પુરાવશેષોમાં ઈસ્વીસનની પહેલી સદીથી આયાગપટોમાં તીર્થંકરોની આકૃતિઓ કંડારાઈ છે; ઉપરાંત કૃષાણકાલની અનેક પ્રતિમાઓ મળે છે. આ પ્રતિમાઓ સામાન્યતઃ વિનસ્તઃ હોય છે, તેમાં તીર્થંકરની છાતી પર શ્રીવત્સનું ચિહ્ન અને મુખની પાછળ પ્રભાચક્ર હોય છે. તીર્થંકર પદ્માસનવાળીને હાથને યોગમુદ્રામાં રાખીને ધ્યાનમાં બેઠા હોય છે અથવા તો કાયોત્સર્ગ અવસ્થામાં તપ કરતા ઊભા હોય છે. તીર્થંકરની પ્રતિમામાં લાંછન ન હોવાથી પ્રતિમા કયા તીર્થંકરની છે એ ઓળખવું મુશ્કેલ છે. પાછળનાં વાળનાં ઝુલફાને લીધે ઋષભનાથની અને સર્પફણાના છત્રને લીધે પાર્શ્વનાથની પ્રતિમા જ ઓળખી શકાય છે. હવે ચાર બાજુ ચાર તીર્થંકરોની પ્રતિમાં મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. એને ચૌમુખ પ્રતિમા કહેવાય છે. આ ચૌમુખ પ્રતિમામાં ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિમાઓ વધુ લોકપ્રિય છે. બિહારમાં મળેલી પ્રા-કુષાણકાલથી ગુપ્તકાળ સુધીની તીર્થંકરોની ધાતુ પ્રતિમાઓ પણ મથુરાની પાષાણપ્રતિમાઓ જેવી છે. ચંદ્રગુપ્ત બીજાના સમય (ઈ.સ. ૩૭૬-૪૧૫)ની નેમિનાથની પ્રતિમાની પીઠિકા પર શંખનું લાંછન જણાય છે. એવી રીતે ચંદ્રપ્રભની ટોચ ઉપર ચંદ્રનું લાંછન આપેલું છે. ગુજરાતમાં અકોટાની ધાતુપ્રતિમાઓમાં પાંચમી સદીની ઋષભદેવની પ્રતિમામાં તીર્થંકરને જૈન મંર્મિપ્રજાની પ્રાચીનતા અને જૈન મંદિરોનું સ્થાપત્ય Jain Education International For Private & Personal Use Only ૧૬૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7