Book Title: Jain Murtipujani Prachinta ane Jain Mandironu Sthapatya
Author(s): Priyabala Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 3
________________ વસ્ત્ર પહેરાવેલું છે. શ્વેતાંબર પરંપરાની જિનપ્રતિમાઓમાં આ સહુથી પ્રાચીન જ્ઞાત નમૂનો છે. છઠ્ઠી સદીની ધાતુપ્રતિમાઓમાં તીર્થકરની જમણી બાજુએ યક્ષ સર્વાનુભૂતિની અને ડાબી બાજુએ યક્ષી અંબિકાની પ્રતિમા મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. નવમી સદી સુધી ચોવીસે તીર્થકરોની પ્રતિમા સાથે આ યક્ષ-યક્ષિીની જ પ્રતિમા મુકાતી. ચોવીસ તીર્થકરોનાં જુદાં જુદાં ચોવીસ યક્ષ-યક્ષી નવમી સદીથી નજરે પડે છે. જૈનધર્મમાં મૂર્તિપૂજા ક્યારે શરૂ થઈ તે ચોકકસ કહેવું મુશ્કેલ છે પરંતુ તેનો વિશાળ સમય બતાવવો અશકય નથી. જો આપણે અભિલેખોના પુરાવા ઉપર આધાર રાખીએ તો સ્પષ્ટ રીતે કહી શકીએ કે શિશુનાગના સમયમાં અથવા નન્દ રાજાઓના સમયમાં અર્થાત્ કે મહાવીરના જન્મના કેટલાંક વર્ષો પછી મૂર્તિઓ હોવાનું સ્પષ્ટ થાય છે. રાજા ખારવેલના હાથીગુફા - લેખમાં (ઈ.સ. પૂ. ૧૬ ૧) શ્રી ઋષભદેવની પ્રતિમા પાછી મેળવીને ફરી પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. આ મૂર્તિ તે અગાઉ ૩૦૦ વર્ષ પહેલાં લઈ જવાઈ હતી. જ્યારે મહાવીરનો ઉન્નતિનો કાળ હતો ત્યારે બ્રાહ્મણધર્મની કળા પૂરેપૂરી ખીલેલી હતી અને તેની મૂર્તિપૂજાનો ઈતિહાસ પણ ઘણો જૂનો હતો. જૈનધર્મના પ્રચારકોએ આ પરિસ્થિતિનો લાભ લઈને પોતાના ધર્મમાં પણ મૂર્તિપૂજાની આવશ્યકતા ઊભી કરાવી. અર્થશાસ્ત્રના લેખક કૌટિલ્ય જૈન દેવોની નોંધ કરે છે તેમાં જયન્ત, વૈજયન્ત, અપરાજિતા વગેરેના ઉલ્લેખ છે. આથી મૂર્તિઓની ઉત્પત્તિ ઈ.સ. પૂ. ચોથા સૈકા જૂની તો ગણી શકાય એમ છે, “અંતગડ દસાઓગ્રંથમાં પણ મૂર્તિના ઉલ્લેખો છે. જેમ કે તે જમાનામાં ભદિલ શહેરમાં પવિત્ર અને શ્રીમંત એવા એક સગૃહસ્થ રહેતા હતા તેની પત્નીનું નામ સુલસા હતું. સુલસા જ્યારે બાળક હતી ત્યારે તેને એક ભવિષ્યવેત્તાએ કહ્યું કે તેને મૃત બાળકો જન્મશે. આથી સુલસાએ બાળપણથી હરિને ગમેષિની પૂજા કરવાનું શરૂ કર્યું. તેણે હરિનેરમેષિની મૂર્તિ કરી અને રોજ સવારે તેને સ્નાન કરાવતી... આ સિવાયના બીજા ઉલ્લેખો મૂર્તિવિષયક જૈન સાહિત્યમાંથી મળી આવેલ છે જેમ કે ઉપદેશકોની પૂજા જૈન અને બૌદ્ધો દેવની જેમ કરતા. જૈનોએ દરેક તીર્થકર અને તેનું વિમાન મંદિરો અને મૂર્તિઓ વગેરે બનાવ્યા. મથુરામાંથી પુરાતત્વીય અવશેષો પ્રાપ્ત થતાં એટલું સ્પષ્ટ થયું છે કે ઈ.સ. પૂ. ૬૦૦માં મૂર્તિઓ અને તેના મંદિરો થતાં હતાં. આયાગ પટમાં લેખ કરેલો છે. આ લેખની લિપિ કુશાન રાજાઓએ વાપરેલી લિપિ જેવી છે અર્થાત્ તેનો સમય બીજા સૈકાનો મનાય છે. મથુરાના અભિલેખો સ્પષ્ટ કરે છે કે દેવોની પૂજા વગેરે ઘણાં પ્રાચીન કાળથી પ્રચલિત હતાં. તેવીસમા જિન પાર્શ્વનાથના માનમાં સ્તૂપો ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્તૂપો આશરે ઈ.સ. પૂ. સાતમાં સૈકામાં બંધાયા હતા. મી. વિન્સટટ સ્મિથ લખે છે કે મહાવીરનું નિર્વાણ ઈ.સ. પૂ. ૫૨૭માં થયું હતું તે બરાબર હોય તો તેમને કેવળજ્ઞાન થયાનો સમય ઈ.સ. પૂ. ૫૫૦માં મૂકી શકાય. સૂપનો જિર્ણોધ્ધાર ૧૩૦૦ વર્ષ પછી અથવા ઈ.સ. ૭૫૦માં થયો. તેની મૂળરચના ઈટોની પાર્શ્વનાથના સમયમાં થયેલી છે, પરંતુ લેખને આધારે તે પ્રાચીન ઈમારત ઈ.સ. પૂ. ૬૦૦ની છે તેમ સ્પષ્ટ થાય છે. શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ ૧૬ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7