Page #1
--------------------------------------------------------------------------
________________
ག---བབབབམག་འགསབ་
જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા અને જૈન - મંદિરોનું સ્થાપત્ય
-------------
----------------------
ડૉ. પ્રિયબાળા શાહ જૈન ધર્મમાં જૈન અનુશ્રુતિ અનુસાર મહાવીરસ્વામીની પ્રતિમા તેમની હયાતી દરમ્યાન બનવા લાગી હતી. દીક્ષા લેતાં પહેલાં તેઓ પોતાના મહેલમાં લગભગ એકાદ વર્ષ પહેલાંથી ધ્યાન ધરતા હતા ત્યારે તે અવસ્થાની ચંદન-કાષ્ઠની પ્રતિમા બનાવવામાં આવેલી તે પ્રતિમા સિંધુ-સૌવીરના રાજા ઉદયને પ્રાપ્ત કરી. તેની પાસેથી એ ઉજજૈનના રાજા પ્રદ્યોત પોતાના રાજ્યમાં લઈ ગયો અને તેણે તે પ્રતિમાને વિદિશામાં પધરાવી. પ્રદ્યોતે એની કાઇ-પ્રતિકૃતિ સિંધુ-સૌવીરના વીતભય-પતનમાં રાખેલી. આ પ્રતિમા નગર વિનાશક વંટોળિયાના તોફાનમાં દટાઈ ગઈ. દંતકથા પ્રમાણે આ પ્રતિમાને ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે બહાર કઢાવી આણહિલવાડ પાટણમાં મંગાવીને પધરાવી. મહાવીર સ્વામીને દીક્ષા લેવાની ઘણી પ્રબળ ઈચ્છા હતી પરંતુ વડીલબંધુના આગ્રહથી એક વર્ષ ગૃહસ્થાશ્રમમાં વધુ રહ્યા, પણ તેઓ સાધુ જેવું જીવન રાખતાં. આવી પ્રતિમા જીવંતસ્વામી તરીકે ઓળખાય છે. વિદિશા અને વીતભયપતનની જીવનસ્વામીની પ્રતિમાને લગતી કથા આવશ્યકચૂર્ણિ, નિશીથચૂર્ણિ અને વસુદેવહિંડીમાં આપેલી છે, જ્યારે આ હિલવાડ પાટણમાંની પ્રતિમાને લગતો વૃત્તાંત રાજા કુમારપાળના સમકાલીન હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' માં નિરૂપ્યો છે. જીવનસ્વામીની પ્રતિમાને લગતી આ લોકકથા છઠ્ઠી-સાતમી સદીથી સાહિત્યમાં પ્રચલિત થઈ હતી એટલુ જ નહિ, પણ આવી સાંસારિક અવસ્થાની કિરીટ તથા આભૂષણોથી વિભૂષિત પ્રતિમાના નમૂના અકોટા (વડોદરા) ની ધાતુપ્રતિમાઓમાં પ્રાપ્ત થયા છે. ડૉ. ઉમાકાન્ત પ્ર. શાહ આ ધાતુપ્રતિમાને ઈ.સ. ૪૦૦ થી ૫૦૦ ના સમય જેટલી પ્રાચીન માને છે. ગુજરાતમાંથી મળતી જૈન પ્રતિમાઓમાં આ એક અતિ પ્રાચીન મૂર્તિશિલ્પ ગણાવી શકાય.
જૈન ધર્મસંપ્રદાયની અનુશ્રુતિ અનુસાર મહાવીર સ્વામી બોતેર વર્ષની વયે ઈ.પૂ. ૫૨૭માં કાલધર્મ પામ્યા હતા અને તે પહેલાં ત્રીસ વર્ષે (અર્થાત્ ઈ.પૂ. ૧૫૭માં) કેવલજ્ઞાન પામ્યા હતા. મહાવીરસ્વામીની પહેલાના તીર્થંકર પાર્શ્વનાથ મહાવીરસ્વામીની પહેલાં ૨૫૦ વર્ષ પર (અર્થાત ઈ.પૂ. ૭૭૭માં) નિર્વાણ પામેલા. પાર્શ્વનાથ ની પહેલાંના તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણ વાસુદેવના સમકાલીન હતા. એ અને તેમની પહેલાંના ૨૧ તીર્થકર લાખો કરોડો વર્ષો પર થઈ ગયા એમ મનાય છે. આ સમયાંકનને ઈતિહાસના પ્રમાણનું સમર્થન સાંપડતું નથી. ભારતમાં સહુથી પ્રાચીન પ્રતિમાઓ હડપ્પીય સભ્યતા (ઈ.પૂ. ૨૪૦૦-૧૬૦૦) ના અવશેષોમાં પ્રાપ્ત થઈ છે. એમાં હડપ્પામાં મળેલી નગ્ન ખંડિત પાષાણપ્રતિમા તીર્થકરની હોવાનું અનુમાન થયું છે. વળી મોહેજો-દડોની એક મુદ્રામાં
૧૬૦
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
કંડારેલી લટકતા હાથ સાથે ઊભેલી આકૃતિ કાયોત્સર્ગમાં હોઈ જૈન હોવાની તેમજ ત્યાંની એક બીજી મુદ્રામાં કંડારેલી પશુપતિ જેવી આકૃતિ ઋષભદેવ જેવા તીર્થંકરની હોવાની માનવા તરફ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે. આવી આકૃતિઓ, રેખાકૃતિઓ કે પ્રતિમા જૈન તીર્થંકરોની હોવા વિશે માનવાના કોઈ પ્રતીતિકારક લક્ષણ તેમાં રહેલ નથી.
શિલ્પકૃતિઓના ઉપલબ્ધ અવશેષોમાં તીર્થંકરની પ્રતિમાનો સહુથી પ્રાચીન નમૂનો મગધના પાટનગર પાટલિપુત્ર (પટના) ના વિસ્તારમાં આવેલ લોહાનીપુરમાં પ્રાપ્ત થયો છે. રેતિયા પથ્થરની એ ખંડિત પ્રતિમા મસ્તક તથા પગ વિનાની છે. તેના બંને હાથનો ઘણો ભાગ નષ્ટ થયો છે છતાં એ હાથ કાયોત્સર્ગ અવસ્થામાં હતા એ જાણવા જેટલી સ્પષ્ટ નિશાનીઓ તેમાં રહેલી છે. આ પ્રતિમા ઉપરનું પોલિશ મોર્યકાળ (ઈ.પૂ. ૩૨૨-૧૮૫) જેવું હોવાનું માલૂમ પડે છે. આ સ્થળેથી મળેલી ઈ.પૂ. પહેલી સદીની ખંડિત પ્રતિમાના હાથ કાયોત્સર્ગ અવસ્થામાં રહેલ પૂરેપૂરા જળવાઈ રહ્યા છે. તીર્થંકરની પ્રતિમાનું સ્વરૂપ યક્ષની પ્રતિમા પરથી ઘડાયું હોય એમ માનવામાં આવે છે.
મોર્ય રાજા અશોકના પૌત્ર સંપ્રતિએ અનેક જિનાલય બંધાવ્યાં એવી અનુશ્રુતિ છે, પરંતુ એમાંના કોઈ અવશેષ ઉપલબ્ધ નથી. કલિંગના રાજા ખારવેલના હાથીગુફા - લેખમાં નંદરાજા વડે અપહરત થયેલી જિનપ્રતિમા પાછી મેળવ્યાનો ઉલ્લેખ છે તે ઉપરથી જિનપ્રતિમાનું નિર્માણ મોર્યકાળ પહેલાંના નંદકાળમાં થયું હોવાનું ફલિત થાય છે.
મથુરાના પુરાવશેષોમાં ઈસ્વીસનની પહેલી સદીથી આયાગપટોમાં તીર્થંકરોની આકૃતિઓ કંડારાઈ છે; ઉપરાંત કૃષાણકાલની અનેક પ્રતિમાઓ મળે છે. આ પ્રતિમાઓ સામાન્યતઃ વિનસ્તઃ હોય છે, તેમાં તીર્થંકરની છાતી પર શ્રીવત્સનું ચિહ્ન અને મુખની પાછળ પ્રભાચક્ર હોય છે. તીર્થંકર પદ્માસનવાળીને હાથને યોગમુદ્રામાં રાખીને ધ્યાનમાં બેઠા હોય છે અથવા તો કાયોત્સર્ગ અવસ્થામાં તપ કરતા ઊભા હોય છે. તીર્થંકરની પ્રતિમામાં લાંછન ન હોવાથી પ્રતિમા કયા તીર્થંકરની છે એ ઓળખવું મુશ્કેલ છે. પાછળનાં વાળનાં ઝુલફાને લીધે ઋષભનાથની અને સર્પફણાના છત્રને લીધે પાર્શ્વનાથની પ્રતિમા જ ઓળખી શકાય છે.
હવે ચાર બાજુ ચાર તીર્થંકરોની પ્રતિમાં મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. એને ચૌમુખ પ્રતિમા કહેવાય છે. આ ચૌમુખ પ્રતિમામાં ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિમાઓ વધુ લોકપ્રિય છે.
બિહારમાં મળેલી પ્રા-કુષાણકાલથી ગુપ્તકાળ સુધીની તીર્થંકરોની ધાતુ પ્રતિમાઓ પણ મથુરાની પાષાણપ્રતિમાઓ જેવી છે. ચંદ્રગુપ્ત બીજાના સમય (ઈ.સ. ૩૭૬-૪૧૫)ની નેમિનાથની પ્રતિમાની પીઠિકા પર શંખનું લાંછન જણાય છે. એવી રીતે ચંદ્રપ્રભની ટોચ ઉપર ચંદ્રનું લાંછન આપેલું છે.
ગુજરાતમાં અકોટાની ધાતુપ્રતિમાઓમાં પાંચમી સદીની ઋષભદેવની પ્રતિમામાં તીર્થંકરને
જૈન મંર્મિપ્રજાની પ્રાચીનતા અને જૈન મંદિરોનું સ્થાપત્ય
૧૬૧
Page #3
--------------------------------------------------------------------------
________________
વસ્ત્ર પહેરાવેલું છે. શ્વેતાંબર પરંપરાની જિનપ્રતિમાઓમાં આ સહુથી પ્રાચીન જ્ઞાત નમૂનો છે. છઠ્ઠી સદીની ધાતુપ્રતિમાઓમાં તીર્થકરની જમણી બાજુએ યક્ષ સર્વાનુભૂતિની અને ડાબી બાજુએ યક્ષી અંબિકાની પ્રતિમા મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. નવમી સદી સુધી ચોવીસે તીર્થકરોની પ્રતિમા સાથે આ યક્ષ-યક્ષિીની જ પ્રતિમા મુકાતી. ચોવીસ તીર્થકરોનાં જુદાં જુદાં ચોવીસ યક્ષ-યક્ષી નવમી સદીથી નજરે પડે છે.
જૈનધર્મમાં મૂર્તિપૂજા ક્યારે શરૂ થઈ તે ચોકકસ કહેવું મુશ્કેલ છે પરંતુ તેનો વિશાળ સમય બતાવવો અશકય નથી. જો આપણે અભિલેખોના પુરાવા ઉપર આધાર રાખીએ તો સ્પષ્ટ રીતે કહી શકીએ કે શિશુનાગના સમયમાં અથવા નન્દ રાજાઓના સમયમાં અર્થાત્ કે મહાવીરના જન્મના કેટલાંક વર્ષો પછી મૂર્તિઓ હોવાનું સ્પષ્ટ થાય છે. રાજા ખારવેલના હાથીગુફા - લેખમાં (ઈ.સ. પૂ. ૧૬ ૧) શ્રી ઋષભદેવની પ્રતિમા પાછી મેળવીને ફરી પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. આ મૂર્તિ તે અગાઉ ૩૦૦ વર્ષ પહેલાં લઈ જવાઈ હતી. જ્યારે મહાવીરનો ઉન્નતિનો કાળ હતો ત્યારે બ્રાહ્મણધર્મની કળા પૂરેપૂરી ખીલેલી હતી અને તેની મૂર્તિપૂજાનો ઈતિહાસ પણ ઘણો જૂનો હતો. જૈનધર્મના પ્રચારકોએ આ પરિસ્થિતિનો લાભ લઈને પોતાના ધર્મમાં પણ મૂર્તિપૂજાની આવશ્યકતા ઊભી કરાવી. અર્થશાસ્ત્રના લેખક કૌટિલ્ય જૈન દેવોની નોંધ કરે છે તેમાં જયન્ત, વૈજયન્ત, અપરાજિતા વગેરેના ઉલ્લેખ છે. આથી મૂર્તિઓની ઉત્પત્તિ ઈ.સ. પૂ. ચોથા સૈકા જૂની તો ગણી શકાય એમ છે, “અંતગડ દસાઓગ્રંથમાં પણ મૂર્તિના ઉલ્લેખો છે. જેમ કે તે જમાનામાં ભદિલ શહેરમાં પવિત્ર અને શ્રીમંત એવા એક સગૃહસ્થ રહેતા હતા તેની પત્નીનું નામ સુલસા હતું. સુલસા જ્યારે બાળક હતી ત્યારે તેને એક ભવિષ્યવેત્તાએ કહ્યું કે તેને મૃત બાળકો જન્મશે. આથી સુલસાએ બાળપણથી હરિને ગમેષિની પૂજા કરવાનું શરૂ કર્યું. તેણે હરિનેરમેષિની મૂર્તિ કરી અને રોજ સવારે તેને સ્નાન કરાવતી... આ સિવાયના બીજા ઉલ્લેખો મૂર્તિવિષયક જૈન સાહિત્યમાંથી મળી આવેલ છે જેમ કે ઉપદેશકોની પૂજા જૈન અને બૌદ્ધો દેવની જેમ કરતા. જૈનોએ દરેક તીર્થકર અને તેનું વિમાન મંદિરો અને મૂર્તિઓ વગેરે બનાવ્યા. મથુરામાંથી પુરાતત્વીય અવશેષો પ્રાપ્ત થતાં એટલું સ્પષ્ટ થયું છે કે ઈ.સ. પૂ. ૬૦૦માં મૂર્તિઓ અને તેના મંદિરો થતાં હતાં. આયાગ પટમાં લેખ કરેલો છે. આ લેખની લિપિ કુશાન રાજાઓએ વાપરેલી લિપિ જેવી છે અર્થાત્ તેનો સમય બીજા સૈકાનો મનાય છે. મથુરાના અભિલેખો સ્પષ્ટ કરે છે કે દેવોની પૂજા વગેરે ઘણાં પ્રાચીન કાળથી પ્રચલિત હતાં. તેવીસમા જિન પાર્શ્વનાથના માનમાં સ્તૂપો ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્તૂપો આશરે ઈ.સ. પૂ. સાતમાં સૈકામાં બંધાયા હતા. મી. વિન્સટટ સ્મિથ લખે છે કે મહાવીરનું નિર્વાણ ઈ.સ. પૂ. ૫૨૭માં થયું હતું તે બરાબર હોય તો તેમને કેવળજ્ઞાન થયાનો સમય ઈ.સ. પૂ. ૫૫૦માં મૂકી શકાય. સૂપનો જિર્ણોધ્ધાર ૧૩૦૦ વર્ષ પછી અથવા ઈ.સ. ૭૫૦માં થયો. તેની મૂળરચના ઈટોની પાર્શ્વનાથના સમયમાં થયેલી છે, પરંતુ લેખને આધારે તે પ્રાચીન ઈમારત ઈ.સ. પૂ. ૬૦૦ની છે તેમ સ્પષ્ટ થાય છે.
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
૧૬ ૨
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે જીવનું લક્ષણ ઉપયોગ છે. આ ઉપયોગ બે પ્રકારનો હોય છે એક તો જીવને પોતાની સત્તાનું ભાન પ્રાપ્ત છે કે હું છું, અને મારી આસપાસ અન્ય પદાર્થ છે. અન્ય પદાર્થમાં વૃક્ષ, પર્વત, ગુફા વગેરે, પ્રકૃતિથી વિપરીત શક્તિઓ-તોફાન, વર્ષા, તાપ વગેરેમાં રક્ષણ આપે છે. પશુપક્ષી વગેરે પ્રકૃતિના પદાર્થોનો ઉપયોગ કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે. જ્યારે મનુષ્યમાં પોતાની જ્ઞાનશક્તિને કારણે કેટલીક વિશેષતા રહેલી હોય છે. પરંતુ મનુષ્યમાં જિજ્ઞાસા હોય છે. તેને કારણે તે પ્રકૃતિને વિશેષ રૂપથી જાણવા ઈચ્છે છે. પરિણામે વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રોનો વિકાસ થયો. મનુષ્યમાં બીજો ગુણ છે સારા અને ખોટાનો વિવેક. આ ગુણની પ્રેરણાથી ધર્મ, નીતિ, સદાચારના નિયમો અને આદેશ સ્થાપ્યા અને માનવસમાજને ઉત્તરોત્તર સભ્ય બનાવ્યો. મનુષ્યનો ત્રીજો વિશેષ ગુણ છે સૌન્દર્યની ઉપાસના. માણસ પોતાના પોષણ અને રક્ષણ માટે જે પદાર્થોનો ઉપયોગ કરે છે, તેને ઉત્તરોત્તર સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. જેમ કે સુંદર વેશભૂષા, સુંદર ખાદ્યપદાર્થોની સજાવટ વગેરે. પરંતુ મનુષ્યની સૌન્દર્યોપાસના ગૃહનિર્માણ, મૂર્તિનિર્માણ, ચિત્રનિર્માણ તથા સંગીત અને કાવ્યકૃતિઓમાં ચરમ સીમાએ પહોંચી છે. આ પાંચે કલાનો પ્રારંભ જીવનમાં ઉપયોગી િિષ્ટથી થયો. આ રીતે ઉપયોગી કલાઓ અને લલિત કલાઓને કોઈ પણ દેશ કે સમાજની સભ્યતા અથવા સંસ્કૃતિનું અનિવાર્ય પ્રતીક માનવામાં આવે છે. જૈન પરંપરામાં કલાની ઉપાસનાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીનતમ જૈન આગમોમાં શિલ્પો અને કલાઓના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને તેને શિખવવા માટે શિલ્પાચાર્યો અને કલાચાર્યોના અલગ અલગ ઉલ્લેખો મળે છે. જૈન સાહિત્યમાં ૭૨ કલાઓના ઉલ્લેખ છે. તેમાં વાસ્તુકલાસ્થાપત્યકલાનો પણ નિર્દેશ છે. વાસ્તુકલામાં મંદિરનિર્માણ તથા શિલ્પચાતુર્ય તેની દીર્ધકાલીન પરંપરા વગર શક્ય ન બને. પથ્થરને કાપીને ગુફા-ચૈત્યોના નિર્માણની કલાની શ્રેષ્ઠતા અને તેના આધારે સ્વતંત્ર મંદિરોના નિર્માણની પરંપરા શરૂ થઈ.
સૌથી પ્રાચીન મૌર્યકાલીન જૈનમંદિરોના અવશેષો બિહાર જિલ્લાના પટણાની પાસે લોહાનીપુરમાંથી મળી આવ્યા છે. ઈ.સ. ૬૩૪નું એક મંદિર દક્ષિણ ભારતમાં બાદામીની પાસે ઐહોલમાંથી મળી આવ્યું છે. આ મંદિરની રચના ચાલુકયનરેશ પુલકેશી દ્વિતીયના રાજ્યકાળ દરમ્યાન થઈ હતી. આ મંદિર પૂર્ણ રૂપમાં સુરક્ષિત નથી છતાં પણ જે ભાગ સચવાયો છે તેનાથી મંદિરની કલાત્મક સંયોજનામાં તેનું લાલિત્ય દૃષ્ટિગોચર થાય છે. આ મંદિર લાબું પણ ચતુષ્કોણ છે. તેના બે ભાગ છે એક પ્રદક્ષિણાસહિત ગર્ભગૃહ અને બીજો સભાગૃહ મંડપસ્તંભો પર આધારિત છે.
ગુપ્તકાળનાં જે મંદિરો મળે છે તે ત્રણ પ્રકારનાં છે : નાગર, દ્રાવિડ અને વેસર. નાગરશૈલી ભારતમાં હિમાલયથી વિંધ્યપર્વત સુધી પ્રચલિત હતી. દ્રાવિડશૈલી વિંધ્ય પર્વત અને કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી તથા વેસર મધ્ય ભારતમાં વિંધ્યપર્વત અને કૃષ્ણા નદીના વચલા પ્રદેશમાં પ્રચલિત હતી. હિંદુ અને જૈન મંદિરો આ શૈલીઓમાં મળી આવે છે. પરંતુ નાગર અને દ્રાવિડના પ્રકાર વિશેષ
કાર્તિકાર ડીની કે વ પંટિગેમ શાય
૧૬૩
Page #5
--------------------------------------------------------------------------
________________
જણાય છે. સૌરાષ્ટ્રમાં શત્રુંજય પર્વત પર જેટલાં જૈનમંદિરો છે તેટલાં બીજે ક્યાંય નથી. શત્રુંજયમહાત્મ્ય અનુસાર આ પર્વત પર પ્રથમ તીર્થંકરના સમયથી જૈનમંદિરોનું નિર્માણ થવા લાગ્યું હતું. હાલમાં અગ્યારમી સદીનું સૌથી પ્રાચીન જૈનમંદિર વિમળશાહનું છે, જેણે આબુપર્વત ઉપર વિમળવસહી બંધાવ્યું છે. બારમી શતાબ્દીનું રાજા કુમારપાળનું મંદિર છે. પરંતુ વિશાળતા અને કલાસૌન્દર્યની દૃષ્ટિથી આદિનાથ મંદિર સૌથી મહત્ત્વનું છે આ મંદિર ૫૬૦ માં બન્યું છે. જૈન મંદિરોમાં ચતુર્મુખ મંદિરની વિશેષતા છે અને ૧૬૦૮ માં આ પર્વત પર તૈયાર થયું. તેને ચારે દિશાઓમાં ચાર પ્રવેશદ્વાર છે, તેનો પૂર્વદ્દાર રંગમંડપની સન્મુખ છે. બીજા ત્રણ દ્દારોની સન્મુખ મુખમંડપ છે. આ મંદિર તેમજ અહીનાં બીજાં મંદિરો ગર્ભગૃહ મંડપો, દેવકુલિકાઓની રચના શિલ્પ-સૌન્દર્ય વગેરેમાં દેલવાડાના વિમલવસહી અને લૂણવસહીના ઓછાવત્તા પ્રમાણમાં અનુકરણ જેવા છે.
બીજું તીર્થક્ષેત્ર છે ગિરનાર. આ પર્વતનું પ્રાચીન નામ ઉર્જયન્ત અને રૈવતગિરિ છે. ત્યાંનું પ્રાચીન નગર ગિરિનગર અને તેનો પર્વત ગિરનાર કહેવાય છે. જૂનાગઢમાં આ પર્વતની દિશામાં જતા માર્ગ પર ઈતિહાસપ્રસિદ્ધ વિશાળ શિલા મળે છે, જેના ઉપર અશોક, રુદ્રદામન્ અને સ્કંદગુપ્ત જેવા સમ્રાટોના શિલાલેખ છે જેના ઉપર લગભગ ૭૦૦ વર્ષનો ઈતિહાસ આલેખાયેલો છે. જૂનાગઢનાં બાવાપ્યારાના મઠ પાસે જૈન ગુફા છે. આ સ્થાન ઐતિહાસિક અને ધાર્મિક બંને દૃષ્ટિએ અતિ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ માલૂમ પડયું છે, કારણ કે બાવીસમા તીર્થંકર નેમિનાથે અહીં તપ કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ તીર્થનો સર્વ પ્રાચીન ઉલ્લેખ પાંચમી સદીનો મળે છે. અહીંનું સૌથી પ્રસિદ્ધ અને સુંદર મંદિર નેમિનાથનું છે. અહીંનું બીજું મહત્ત્વનું મંદિર વસ્તુપાળ દ્વારા નિર્મિત કરાયેલું મલ્લિનાથ તીર્થંકરનું છે.
આબુનાં જૈનમંદિરોમાં માત્ર જૈનકલા નહીં પણ ભારતીય વાસ્તુકલા સર્વોત્કૃષ્ટ વિકસિત રૂપે જણાય છે. આબુપર્વત ઉપર દેલવાડા ગામમાં વિમલવસહી, લૂણવસહી, પિતલહર, ચૌમુખ અને મહાવીરસ્વામીનું એમ કુલ પાંચ મંદિરો છે. આ મંદિરે જતાં દિગમ્બર જૈનમંદિર આવે છે. વિમલવસહીના નિર્માણકર્તા વિમલ શાહ પોરવાડ વંશના અને તે ચાલુક્ય વંશના નરેશ ભીમદેવ પ્રથમના મંત્રી અને સેનાપતિ હતા. દંતકથાનુસાર પોતે નિઃસંતાન હોઈને મંદિર માટે જમીન ઉપર સુવર્ણમુદ્રા પાથરીને જમીન પ્રાપ્ત કરી અને તે ઉપર આદિનાથ તીર્થંકરનું મંદિર બંધાવ્યું. આ મંદિર શ્વેત સંગેમરમરના પથ્થરનું છે. જનશ્રુતિ પ્રમાણે આ મંદિરના નિર્માણમાં ૧૮ કરોડ ૫૩ લાખ સુવર્ણમુદ્રાઓ ખર્ચાઈ હતી. સંગેમરમરના મોટા મોટા પથ્થરો પર્વત ઉપર આટલી ઉંચાઈએ હાથી ઉપર લાવવામાં આવ્યા હતા. આદિનાથ તીર્થંકરની વિશાળ પદ્માસનમૂર્તિ સુવર્ણમિશ્રિત પિત્તળની ૪ ફૂટ ૩ ઈંચની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૦૮૮ (ઈ.સ. ૧૦૩) માં સોમનાથ મંદિરનો નાશ મહમુદ ઘોરીએ કર્યા પછી સાત વર્ષે થઈ. આ મંદિર વિશાળ ચોકમાં છે. તેની ચારે
૧૬૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #6
--------------------------------------------------------------------------
________________
બાજુએ દેવકુલો છે. દેવકુલોની સંખ્યા પર છે. દેવકુલોની સન્મુખ ચારે બાજુએ સ્તંભોની મંડપાકાર પ્રદક્ષિણાપથ છે દરેક દેવકૂલની સામે ચાર સ્તંભોની મંડપિકા છે. આ રીતે કુલ ૩૩૨ સ્તંભો છે. પ્રાંગણની મધ્યમાં મુખ્ય મંદિર છે. મંદિરની પૂર્વ બાજુએ હસ્તિશાળી છે. આ હાથીઓ ઉપર વિમળશાહ અને તેનાં વંશજોની મૂર્તિઓ છે. તેની આગળ મુખમંડપ છે. સૌથી આકર્ષક મુખ્ય મંદિરનો રંગમંડપ કે સભામંડપ છે, જેનું ગોળ શિખર ૨૪ સ્તંભોને આધારે તૈયાર કરેલું છે. છતમાં પંચશિલા છે. તેની મધ્યમાં બનાવેલું લોલક કારીગરીની દૃષ્ટિએ અદ્વિતીય છે. તેની ફરતી ૧૬ વિદ્યાધરીઓની આ આકૃતિઓ મનોહારી છે. આ રંગમંડપની સમસ્ત રચના અને કોતરકામ જોતાં જાણે કે દિવ્યલોકમાં આવી પહોંચ્યાં હોઈએ તેવો ભાસ થાય છે. રંગશાળાથી આગળ નવચોકી છે. જેની છતનો ભાગ નવ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યો છે. અને તેને કારણે તેનું નામ નવચોકી પાડવામાં આવ્યું છે. તેની આગળ ગૂઢમંડપ છે. અહીંથી મુખ્ય પ્રતિમાના દર્શન થાય છે. તેની આગળ મૂળ ગર્ભગૃહ છે તેમાં ઋષભનાથની ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
આ મંદિરની આગળ લુણાવસહી છે. તેના મૂળ નાયકના નામ પરથી નેમિનાથ મંદિર કહેવાય છે. તેનું નિર્માણ વાઘેલા વંશના રાજા વીરધવલના બે મંત્રીભાઈઓ તેજપાલ અને વસ્તુપાલે ઈ.સ. ૧૨૩૨ માં કરાવ્યું. મંત્રી તેજપાલના પુત્ર લુણસિંહની યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તેથી લવસહી તરીકે ઓળખાવા લાગ્યું. આ મંદિરની રચના આદિનાથનાં મંદિર જેવી છે. પ્રાંગણ, દેવકૂલ, સ્તંભ, મંડપ વગેરે અહીં પણ છે. રંગમંડ૫, નવચોકી, ગૂઢમંડપ અને ગર્ભગૃહની રચના પહેલા મંદિર જેવી છે. હસ્તિશાળા પ્રાંગણની અંદર જ છે. પરંતુ અહીં રંગમંડપમાં સ્તંભની ઊંચાઈ કાંઈ વિશેષ છે. દરેક સ્તંભની રચના તથા તેનું તક્ષાણકામ ભિન્ન ભિન્ન છે. મંડપની છત ખૂબ નાની છે. અહીંની રચના સૌન્દર્યની પ્રશંસા કરતાં પાશ્ચાત્ય વિવેચક ફર્ગ્યુસન કહે છે કે આરસ ઉપર જે પરિપૂર્ણ લાલિત્ય સમતુલાથી અલંકૃત કરવામાં આવેલું છે તેની ઉપમાં મળવી કઠિન છે. પથ્થર ઉપર એટલું બારીક તીર કોતરકામ કરવામાં આવ્યું છે, જાણે કે મીણના પિંડમાં કોતરકામ કરવામાં આવ્યું ન હોય ! આ બંને મંદિરોની આરસપહાણની કારીગરી જોઈને કલાવિશારદો આશ્ચર્યચકિત બનીને મોંમા આંગળાં નાખી દે છે. ભારતીય શિલ્પીઓએ કલાકૌશલ એવું વ્યક્ત કર્યું છે કે જેને કારણે કલાના ક્ષેત્રમાં ભારતનું મસ્તક સદા ગર્વથી ઊંચું રહેશે. કારીગરોએ ટાંકણાથી આ કામ કર્યું નથી પણ સંગેમરમરને ઘસી ઘસીને આવી સૂક્ષ્મતા અને કાચ જેવી ચમક અને પારદર્શકપણું લાવી શક્યા છે. કહેવાય છે કે કારીગરોએ ઘસી ઘસીને જે ભૂકો પાડયો તેના વજન પ્રમાણે તેઓને વેતન આપવામાં આવ્યું હતું.
અન્ય ઉલ્લેખનીય જૈન મંદિરમાં રાણકપુરનું મંદિર છે જે ૧૪૩૯ માં બનાવવામાં આવ્યું હતું. આ વિશાળ ચતુર્મુખી મંદિર છે. તેમાં ૪૨૦ સ્તંભોની બનાવટ અને શિલ્પ નિરાળાં છે. તેમાં જુદી જુદી વિશેષતા છે. મંદિરનો આકાર ચતુર્મુખી છે. મધ્યમાં મુખ્ય મંદિર છે. તેની ચારે દિશામાં બીજા
૧૬૫
જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા અને જૈન મંદિરોનું સ્થાપત્ય
Page #7
--------------------------------------------------------------------------
________________ ચાર મંદિરે છે. શિખરો સિવાય બીજા મંડપોની આસપાસ 86 દેવકુલિકા છે. તેઓનાં શિખર પિરામીડના આકારનાં છે. તેનો દેખાવ દૂરથી પણ અત્યંત પ્રભાવશાળી છે. મુખ્ય ગર્ભગૃહ સ્વસ્તિક આકારક છે. તેની ચારે બાજુ ચાર દ્વાર છે. જેમાં આદિનાથની શ્વેત સંગેમરમરની ચતુર્મુખી મૂર્તિ પ્રતિષ્ઠિત છે. તેને બે માળ છે. બીજા મજલામાં પણ આ પ્રકારની રચના છે. આ મંદિરને જેમ બીજા જૈન દેવાલયોમાં હોય છે તેમ દરેક વારની આગળ ગૂઢમંડપ નથી પરંતુ એક નાનો મુખમંડપ છે. દરેક બાજુએ જરા નિમ્ન ભૂમિ ઉપર એક એક સભામંડપ છે. જેમાં જવા માટે સીડી છે. આવી સીડીઓમાં પશ્ચિમની સીડીને વધારે પગથિયાં છે તેથી તે બાજુનું દ્વાર મુખ્ય ગણાય છે. સ્તંભોની આવી સુંદર ગોઠવણીવાળું ભારતમાં બીજું એક પણ દેવાલય નથી. ગોઠવણીની ઉત્તમતા ઉપરાંત બીજી જાગવાલાયક બાબત એ છે કે તેણે રોકેલી જગા 48,000 ચો. ફુટ એટલે કે મધ્યકાલીન યુરોપીય દેવળોના જેટલી છે અને કારીગીરી તથા સુંદરતામાં તેના કરતાં ઘણી રીતે ચઢે તેમ છે. આ મંદિરમાં શિલાલેખ કોતરેલો છે અને તેમાં આ મંદિરને ત્રિભુવનદીપક તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ત્યાંની પ્રચલિત વાતો તથા લેખોની હકીકત પ્રમાણે આ મંદિર બાંધનારાનાં નામ ધરણાશા અને રત્નાશા છે આ બંને ભાઈઓ હતા. એક રાત્રે ધરણાશાએ સ્વપ્નમાં એક વિમાન દેખ્યું તેથી તેણે કેટલાક સોમપુરાને બોલાવ્યા અને તે વિમાનનું વર્ણન કર્યું અને તેનો પ્લાન બનાવવા જણાવ્યું. દીપા નામના સોમપુરાનો પ્લાન પસંદ કરવામાં આવ્યો, કારણ કે સ્વપ્નમાં જોયેલા વિમાનની તણે બરાબર નકલ ઉતારી હતી. આ દેવાલયને મૂળ સાત માળ કરવાના હતા, જેમાંના માત્ર ચાર કરવામાં આવ્યા હતા. આ દેવાલય અધૂરું રહ્યું હોવાથી હાલ પણ રત્નાના વંશના માણસો અઢાથી હજામત કરાવતા નથી એમ કહેવાય છે ચૈત્ર વદિ 10 ને દિવસે રાણકપુરમાં ભરાતા મેળામાં કેસર તથા અત્તર લગાડવાનો, આરતી ઉતારવાનો અને નવી ધજા ચઢાવવાનો હકક, આજે પણ રત્નાના વંશજો જે હાલમાં ઘાણેરાવમાં રહે છે તેઓ ધરાવે છે. કચ્છમાં ભદ્રેશ્વર મંદિરનું મહત્વ ઘણું છે. ઈતિહાસની સાક્ષીરૂપ ભદ્રાવતી નગરીનો ઉલ્લેખ મહાભારત અને ભાગવતમાં થયેલો છે. આ પુરાણપ્રસિદ્ધ નગરીના અવશેષો અને ખંડિયેરો પરથી આ સ્થળની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. જૈન પ્રબંધોમાં ભદ્રેશ્વરને લગતાં લખાણો છે. મંદિરના સ્થાપત્યનો નીચેનો ભાગ સૌથી પુરાણો છે. ત્યાં પુરાતત્ત્વની દષ્ટિએ બારમી સદી પહેલાંનો એકેય અવશેષ જોવા મળતો નથી. જૈન મંદિરો મોટે ભાગે આરસનાં બંધાયેલાં છે. મંદિરોના આરસને જાણે વાણી પ્રાપ્ત થઈ છે. ઐશ્વર્ય સાથે દાનવીરોના આદર્શો ચરિતાર્થ થતા જોઈ શકાય છે. ઉચ્ચ ધર્મપ્રેમ અને કલા તેમના પ્રતીકરૂપ આ જૈન મંદિરો પ્રત્યેક માનવી માટે દર્શનીય છે. 166 શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ