SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર મંદિરે છે. શિખરો સિવાય બીજા મંડપોની આસપાસ 86 દેવકુલિકા છે. તેઓનાં શિખર પિરામીડના આકારનાં છે. તેનો દેખાવ દૂરથી પણ અત્યંત પ્રભાવશાળી છે. મુખ્ય ગર્ભગૃહ સ્વસ્તિક આકારક છે. તેની ચારે બાજુ ચાર દ્વાર છે. જેમાં આદિનાથની શ્વેત સંગેમરમરની ચતુર્મુખી મૂર્તિ પ્રતિષ્ઠિત છે. તેને બે માળ છે. બીજા મજલામાં પણ આ પ્રકારની રચના છે. આ મંદિરને જેમ બીજા જૈન દેવાલયોમાં હોય છે તેમ દરેક વારની આગળ ગૂઢમંડપ નથી પરંતુ એક નાનો મુખમંડપ છે. દરેક બાજુએ જરા નિમ્ન ભૂમિ ઉપર એક એક સભામંડપ છે. જેમાં જવા માટે સીડી છે. આવી સીડીઓમાં પશ્ચિમની સીડીને વધારે પગથિયાં છે તેથી તે બાજુનું દ્વાર મુખ્ય ગણાય છે. સ્તંભોની આવી સુંદર ગોઠવણીવાળું ભારતમાં બીજું એક પણ દેવાલય નથી. ગોઠવણીની ઉત્તમતા ઉપરાંત બીજી જાગવાલાયક બાબત એ છે કે તેણે રોકેલી જગા 48,000 ચો. ફુટ એટલે કે મધ્યકાલીન યુરોપીય દેવળોના જેટલી છે અને કારીગીરી તથા સુંદરતામાં તેના કરતાં ઘણી રીતે ચઢે તેમ છે. આ મંદિરમાં શિલાલેખ કોતરેલો છે અને તેમાં આ મંદિરને ત્રિભુવનદીપક તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ત્યાંની પ્રચલિત વાતો તથા લેખોની હકીકત પ્રમાણે આ મંદિર બાંધનારાનાં નામ ધરણાશા અને રત્નાશા છે આ બંને ભાઈઓ હતા. એક રાત્રે ધરણાશાએ સ્વપ્નમાં એક વિમાન દેખ્યું તેથી તેણે કેટલાક સોમપુરાને બોલાવ્યા અને તે વિમાનનું વર્ણન કર્યું અને તેનો પ્લાન બનાવવા જણાવ્યું. દીપા નામના સોમપુરાનો પ્લાન પસંદ કરવામાં આવ્યો, કારણ કે સ્વપ્નમાં જોયેલા વિમાનની તણે બરાબર નકલ ઉતારી હતી. આ દેવાલયને મૂળ સાત માળ કરવાના હતા, જેમાંના માત્ર ચાર કરવામાં આવ્યા હતા. આ દેવાલય અધૂરું રહ્યું હોવાથી હાલ પણ રત્નાના વંશના માણસો અઢાથી હજામત કરાવતા નથી એમ કહેવાય છે ચૈત્ર વદિ 10 ને દિવસે રાણકપુરમાં ભરાતા મેળામાં કેસર તથા અત્તર લગાડવાનો, આરતી ઉતારવાનો અને નવી ધજા ચઢાવવાનો હકક, આજે પણ રત્નાના વંશજો જે હાલમાં ઘાણેરાવમાં રહે છે તેઓ ધરાવે છે. કચ્છમાં ભદ્રેશ્વર મંદિરનું મહત્વ ઘણું છે. ઈતિહાસની સાક્ષીરૂપ ભદ્રાવતી નગરીનો ઉલ્લેખ મહાભારત અને ભાગવતમાં થયેલો છે. આ પુરાણપ્રસિદ્ધ નગરીના અવશેષો અને ખંડિયેરો પરથી આ સ્થળની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. જૈન પ્રબંધોમાં ભદ્રેશ્વરને લગતાં લખાણો છે. મંદિરના સ્થાપત્યનો નીચેનો ભાગ સૌથી પુરાણો છે. ત્યાં પુરાતત્ત્વની દષ્ટિએ બારમી સદી પહેલાંનો એકેય અવશેષ જોવા મળતો નથી. જૈન મંદિરો મોટે ભાગે આરસનાં બંધાયેલાં છે. મંદિરોના આરસને જાણે વાણી પ્રાપ્ત થઈ છે. ઐશ્વર્ય સાથે દાનવીરોના આદર્શો ચરિતાર્થ થતા જોઈ શકાય છે. ઉચ્ચ ધર્મપ્રેમ અને કલા તેમના પ્રતીકરૂપ આ જૈન મંદિરો પ્રત્યેક માનવી માટે દર્શનીય છે. 166 શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230122
Book TitleJain Murtipujani Prachinta ane Jain Mandironu Sthapatya
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle, Art, & Devdravya
File Size677 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy