Book Title: Jain Murtipujani Prachinta ane Jain Mandironu Sthapatya Author(s): Priyabala Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 6
________________ બાજુએ દેવકુલો છે. દેવકુલોની સંખ્યા પર છે. દેવકુલોની સન્મુખ ચારે બાજુએ સ્તંભોની મંડપાકાર પ્રદક્ષિણાપથ છે દરેક દેવકૂલની સામે ચાર સ્તંભોની મંડપિકા છે. આ રીતે કુલ ૩૩૨ સ્તંભો છે. પ્રાંગણની મધ્યમાં મુખ્ય મંદિર છે. મંદિરની પૂર્વ બાજુએ હસ્તિશાળી છે. આ હાથીઓ ઉપર વિમળશાહ અને તેનાં વંશજોની મૂર્તિઓ છે. તેની આગળ મુખમંડપ છે. સૌથી આકર્ષક મુખ્ય મંદિરનો રંગમંડપ કે સભામંડપ છે, જેનું ગોળ શિખર ૨૪ સ્તંભોને આધારે તૈયાર કરેલું છે. છતમાં પંચશિલા છે. તેની મધ્યમાં બનાવેલું લોલક કારીગરીની દૃષ્ટિએ અદ્વિતીય છે. તેની ફરતી ૧૬ વિદ્યાધરીઓની આ આકૃતિઓ મનોહારી છે. આ રંગમંડપની સમસ્ત રચના અને કોતરકામ જોતાં જાણે કે દિવ્યલોકમાં આવી પહોંચ્યાં હોઈએ તેવો ભાસ થાય છે. રંગશાળાથી આગળ નવચોકી છે. જેની છતનો ભાગ નવ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યો છે. અને તેને કારણે તેનું નામ નવચોકી પાડવામાં આવ્યું છે. તેની આગળ ગૂઢમંડપ છે. અહીંથી મુખ્ય પ્રતિમાના દર્શન થાય છે. તેની આગળ મૂળ ગર્ભગૃહ છે તેમાં ઋષભનાથની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરની આગળ લુણાવસહી છે. તેના મૂળ નાયકના નામ પરથી નેમિનાથ મંદિર કહેવાય છે. તેનું નિર્માણ વાઘેલા વંશના રાજા વીરધવલના બે મંત્રીભાઈઓ તેજપાલ અને વસ્તુપાલે ઈ.સ. ૧૨૩૨ માં કરાવ્યું. મંત્રી તેજપાલના પુત્ર લુણસિંહની યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તેથી લવસહી તરીકે ઓળખાવા લાગ્યું. આ મંદિરની રચના આદિનાથનાં મંદિર જેવી છે. પ્રાંગણ, દેવકૂલ, સ્તંભ, મંડપ વગેરે અહીં પણ છે. રંગમંડ૫, નવચોકી, ગૂઢમંડપ અને ગર્ભગૃહની રચના પહેલા મંદિર જેવી છે. હસ્તિશાળા પ્રાંગણની અંદર જ છે. પરંતુ અહીં રંગમંડપમાં સ્તંભની ઊંચાઈ કાંઈ વિશેષ છે. દરેક સ્તંભની રચના તથા તેનું તક્ષાણકામ ભિન્ન ભિન્ન છે. મંડપની છત ખૂબ નાની છે. અહીંની રચના સૌન્દર્યની પ્રશંસા કરતાં પાશ્ચાત્ય વિવેચક ફર્ગ્યુસન કહે છે કે આરસ ઉપર જે પરિપૂર્ણ લાલિત્ય સમતુલાથી અલંકૃત કરવામાં આવેલું છે તેની ઉપમાં મળવી કઠિન છે. પથ્થર ઉપર એટલું બારીક તીર કોતરકામ કરવામાં આવ્યું છે, જાણે કે મીણના પિંડમાં કોતરકામ કરવામાં આવ્યું ન હોય ! આ બંને મંદિરોની આરસપહાણની કારીગરી જોઈને કલાવિશારદો આશ્ચર્યચકિત બનીને મોંમા આંગળાં નાખી દે છે. ભારતીય શિલ્પીઓએ કલાકૌશલ એવું વ્યક્ત કર્યું છે કે જેને કારણે કલાના ક્ષેત્રમાં ભારતનું મસ્તક સદા ગર્વથી ઊંચું રહેશે. કારીગરોએ ટાંકણાથી આ કામ કર્યું નથી પણ સંગેમરમરને ઘસી ઘસીને આવી સૂક્ષ્મતા અને કાચ જેવી ચમક અને પારદર્શકપણું લાવી શક્યા છે. કહેવાય છે કે કારીગરોએ ઘસી ઘસીને જે ભૂકો પાડયો તેના વજન પ્રમાણે તેઓને વેતન આપવામાં આવ્યું હતું. અન્ય ઉલ્લેખનીય જૈન મંદિરમાં રાણકપુરનું મંદિર છે જે ૧૪૩૯ માં બનાવવામાં આવ્યું હતું. આ વિશાળ ચતુર્મુખી મંદિર છે. તેમાં ૪૨૦ સ્તંભોની બનાવટ અને શિલ્પ નિરાળાં છે. તેમાં જુદી જુદી વિશેષતા છે. મંદિરનો આકાર ચતુર્મુખી છે. મધ્યમાં મુખ્ય મંદિર છે. તેની ચારે દિશામાં બીજા ૧૬૫ જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા અને જૈન મંદિરોનું સ્થાપત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7