Book Title: Jain Murtipujani Prachinta ane Jain Mandironu Sthapatya
Author(s): Priyabala Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જણાય છે. સૌરાષ્ટ્રમાં શત્રુંજય પર્વત પર જેટલાં જૈનમંદિરો છે તેટલાં બીજે ક્યાંય નથી. શત્રુંજયમહાત્મ્ય અનુસાર આ પર્વત પર પ્રથમ તીર્થંકરના સમયથી જૈનમંદિરોનું નિર્માણ થવા લાગ્યું હતું. હાલમાં અગ્યારમી સદીનું સૌથી પ્રાચીન જૈનમંદિર વિમળશાહનું છે, જેણે આબુપર્વત ઉપર વિમળવસહી બંધાવ્યું છે. બારમી શતાબ્દીનું રાજા કુમારપાળનું મંદિર છે. પરંતુ વિશાળતા અને કલાસૌન્દર્યની દૃષ્ટિથી આદિનાથ મંદિર સૌથી મહત્ત્વનું છે આ મંદિર ૫૬૦ માં બન્યું છે. જૈન મંદિરોમાં ચતુર્મુખ મંદિરની વિશેષતા છે અને ૧૬૦૮ માં આ પર્વત પર તૈયાર થયું. તેને ચારે દિશાઓમાં ચાર પ્રવેશદ્વાર છે, તેનો પૂર્વદ્દાર રંગમંડપની સન્મુખ છે. બીજા ત્રણ દ્દારોની સન્મુખ મુખમંડપ છે. આ મંદિર તેમજ અહીનાં બીજાં મંદિરો ગર્ભગૃહ મંડપો, દેવકુલિકાઓની રચના શિલ્પ-સૌન્દર્ય વગેરેમાં દેલવાડાના વિમલવસહી અને લૂણવસહીના ઓછાવત્તા પ્રમાણમાં અનુકરણ જેવા છે. બીજું તીર્થક્ષેત્ર છે ગિરનાર. આ પર્વતનું પ્રાચીન નામ ઉર્જયન્ત અને રૈવતગિરિ છે. ત્યાંનું પ્રાચીન નગર ગિરિનગર અને તેનો પર્વત ગિરનાર કહેવાય છે. જૂનાગઢમાં આ પર્વતની દિશામાં જતા માર્ગ પર ઈતિહાસપ્રસિદ્ધ વિશાળ શિલા મળે છે, જેના ઉપર અશોક, રુદ્રદામન્ અને સ્કંદગુપ્ત જેવા સમ્રાટોના શિલાલેખ છે જેના ઉપર લગભગ ૭૦૦ વર્ષનો ઈતિહાસ આલેખાયેલો છે. જૂનાગઢનાં બાવાપ્યારાના મઠ પાસે જૈન ગુફા છે. આ સ્થાન ઐતિહાસિક અને ધાર્મિક બંને દૃષ્ટિએ અતિ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ માલૂમ પડયું છે, કારણ કે બાવીસમા તીર્થંકર નેમિનાથે અહીં તપ કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આ તીર્થનો સર્વ પ્રાચીન ઉલ્લેખ પાંચમી સદીનો મળે છે. અહીંનું સૌથી પ્રસિદ્ધ અને સુંદર મંદિર નેમિનાથનું છે. અહીંનું બીજું મહત્ત્વનું મંદિર વસ્તુપાળ દ્વારા નિર્મિત કરાયેલું મલ્લિનાથ તીર્થંકરનું છે. આબુનાં જૈનમંદિરોમાં માત્ર જૈનકલા નહીં પણ ભારતીય વાસ્તુકલા સર્વોત્કૃષ્ટ વિકસિત રૂપે જણાય છે. આબુપર્વત ઉપર દેલવાડા ગામમાં વિમલવસહી, લૂણવસહી, પિતલહર, ચૌમુખ અને મહાવીરસ્વામીનું એમ કુલ પાંચ મંદિરો છે. આ મંદિરે જતાં દિગમ્બર જૈનમંદિર આવે છે. વિમલવસહીના નિર્માણકર્તા વિમલ શાહ પોરવાડ વંશના અને તે ચાલુક્ય વંશના નરેશ ભીમદેવ પ્રથમના મંત્રી અને સેનાપતિ હતા. દંતકથાનુસાર પોતે નિઃસંતાન હોઈને મંદિર માટે જમીન ઉપર સુવર્ણમુદ્રા પાથરીને જમીન પ્રાપ્ત કરી અને તે ઉપર આદિનાથ તીર્થંકરનું મંદિર બંધાવ્યું. આ મંદિર શ્વેત સંગેમરમરના પથ્થરનું છે. જનશ્રુતિ પ્રમાણે આ મંદિરના નિર્માણમાં ૧૮ કરોડ ૫૩ લાખ સુવર્ણમુદ્રાઓ ખર્ચાઈ હતી. સંગેમરમરના મોટા મોટા પથ્થરો પર્વત ઉપર આટલી ઉંચાઈએ હાથી ઉપર લાવવામાં આવ્યા હતા. આદિનાથ તીર્થંકરની વિશાળ પદ્માસનમૂર્તિ સુવર્ણમિશ્રિત પિત્તળની ૪ ફૂટ ૩ ઈંચની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૦૮૮ (ઈ.સ. ૧૦૩) માં સોમનાથ મંદિરનો નાશ મહમુદ ઘોરીએ કર્યા પછી સાત વર્ષે થઈ. આ મંદિર વિશાળ ચોકમાં છે. તેની ચારે ૧૬૪ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7