Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 13
________________ ( ૧૧ ) વૈતાઢય પરવત ઉપર રથનપુર નામના નગરમાં અશનિવેશ નામના વિ વાધરોના રાજા થયા. તેના બે પુત્ર થયા. એકનુ નામ વિજયસીંહ તથા ખીજાનું નામ વિદ્યુતવેગ તે બેઉ જાણે તેની બે ભુજાજ હોયની ! એવા થયા તેજ પરવત ઉપર આદિત્ય નામના નગરમાં એક માલ્યવાન નામના વિદ્યાધરાના રાજા થયા. તેને શ્રી માલા નામની કન્યા હતી, તેના તેણે સ્વયંવર કર્યું. તેમાં ખાલાવેલા દેશ દેશના અનેક રાજા આવ્યા. તે જેમ આકાશમાં નક્ષત્ર શોભે છે. તેમ તે સર્વ પોત પોતાના આસન ઉપર બેસતા થકા શાભ વા લાગ્યા. પછી શ્રી માલાને તેની દાશી પેાતાની સાથે લઇને એક એકના ગુણ વર્ણન કરતી થકી ઘણા રાજા દેખાડયા. પરંતુ તે સરવને મુકીને કિસિંધના રાજા ધનાઢધિના પુત્ર કિષ્કિંધીની સામે આવી ઉભી રહી. તે જા ણે સમુદ્રની પાસે ભાગીરથી આવીને ઉભી રહી હોયની ! તેવી દેખાવા લાગી. પછી તેના ગળામાં વરમાળા ઘાલી, તે જાણે હવે પછી થવાનાં તેની ભુજનાં આલિંગનને વાસ્તે કબુલાતજ દેતી હોયની ? એવી રીતે શ્રી માલા કિષ્કિંધીને પરણી એમ જાણીને સિંહના જેવા જેના પરાક્રમ છે, એ બે વિજયસિંહ નામના રા ત્યાં બેઠા હતા તે ક્રોધ વડે ભૃકુટી ચડાવીને મોટા અવાજે ખેાલવા વાગ્યા કે, આ ચારની પડે દુરનય કરવાવાળા વિદ્યાંધરોને પ્રથમજ વૈતાઢય પર્વત ઉપરથી હાંકી કાહાયા છતાં. હમણા આંઇ કોણ ખેાલાવી લાવ્યા, માટે એ દુષ્ટ, કુરદુષક, તથા દુરાચારી વિદ્યાધરાને પ્રથમ જ પશુની પડે આજ હુ મારીશ. એમ કહીને અશનીવેગના પુત્ર વિજયસીંહ ઉડયા. તેને જોઇને ખીજા વાંદરા, રાક્ષસા, તથા વૈતાઢય પરવત ઉપર રહેવાવાળા વિદ્યાધરા પણ ગર્જના કરીને ઉઠી ઉભા થયા પછી બેઉનું પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. તે આ પ્રમાણે: હાથીની સામે હાથી, ધેાડાની સામે ધાડો, રથતી સામે રથ, પાળાની સામે પાળા, તથા પોતપોતાની ચાગ્ય તા જોઇને પરસ્પર યુદ્ધ કરવા મંડી ગયા. તે વખતે કલ્પાંતની પડૅ જમીન ઉપર લેાહી તથા ચીકળ વિના ખીજી કાંઇ નહોતુ દેખાતુ. એમ યુદ્ધ થાય છે એટલામાં કિષ્કિંધી રાજાના નાના ભાઇ અધક નામના સુરવીર ઘણી જડપથી દોડીને જેમ કોઇ ઝાડની ડાળથી ફળને તાડે તેમ તેણે એકજ ખાણે કરીને વિજયસીંહનુ માથુ કાપી નાખ્યું તે મુવા એમ જાણીને તેનુ સર્વ સૈન્ય વીખરી ગયું. કહ્યુ છે કે, “જેને નાયક નહી તેને રાય ક્યાંથી? સત્યા ધીશ વિના અન્ય મુડદા જેવું જાણવું” પછી તે જયલક્ષમી જેવી શ્રીમાલાને સાથે લઇને પોતાના પિરવાર સહિત કિસ્મિથી રાજા પાતાની નગરીમાં ગયા.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 646