Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 11
________________ - - - - દીઠામાં આવ્યા, તે જોઈને પોતાના રાજ્યમાં તેણે થાળી પીટાવી કે, વાંદરા ને કોઈએ મારવું નહીં. ઉલટુ ને અન તથા પાણી વગેરે આપતાં રહેવું તેથી ત્યાંના રહેનારા લોકોએ પણ ત્યાની ઉપર ઘણી પ્રિતી કરીને ને સુખી કરવા લાગ્યા. કહ્યું છે કે, “યથા રાજા તથા પ્રજા,” પછી તે દીવશ થી ત્યાના લોકો દ્વતક વડે ચિત્રપટ ઉપર, છત્ર ઉપર, ધ્વજા ઉપર તથા માટી વગરની જગશ ઉપર વાંદરાના જ સર્વ ચિત્રા કરવા લાગ્યા તે ચિલ્ડ વડે તથા વાનર દીપના રાજ્ય વડે, તથા વાંદર વિદ્યા થકી ત્યાના રહેવાશી વિદ્યાધરો વાનર નામે વિખ્યાત થયા, પછી શ્રી કંઠને વજકંઠ નામને એક પુત્ર થી, જેને પરાક્રમ કોઈ પણ કળી શકે નહી. ને લડાઈ કરવાની ઘણી ઇચ્છા છે જેને અર્થાત યુદ્ધમાં નિપુણ એવા પુત્ર સહિત શ્રીકંઠ સુખરૂપ રાજ્ય કરવા લાગ્યો એક સમયે નદીવિર દ્વીપમાંના શારવત નંદ્રની યાત્રા કરવા સારૂ જવાવાળા માર્ગસ્થ દેવતાઓની પાછળ કેટલાએક ભવિક લોકો અતિ ભક્તિ વ ડે ચાલ્યા જતાં શ્રીકઠે દીઠા. તેથી એને એવો ભાવ ઉપને કે હું પણ એ મની સાથે યાત્રા કરવા જાઊં. પછી તે વિમાનમાં બેશીને યાત્રાએ જતાં ર. સ્તામાં જેમ, પહાડ આડે આવ્યાથી નદીને વેગ અટકી જાય તેમ માનુ. સ્તર પર્વત ઉપર તેને વિમામ અટકી ગયો. ત્યારે વિચાર કરવા લાગ્યો કે મારો મરથ પુર્ણ કરવામાં વિઘને પડવાનું કારણ શું હશે ? કે મેં પુર્વ જ ન્મમાં થોડું તપ કયું છે ? એ પ્રમાણે પશ્ચાતાપ કરતો છતાં તે જ વખતે દીક્ષા લઈ મહા તપ કરીને સિદ્ધ અવસ્થાને પાયે, એવી રીતે શ્રીકંઠાદિક થકી વજકંઠાદિક કેટલાએક રાજા થઈ ગયા પછી શ્રી મુનીસુવ્રત સ્વામીના તીર્થમાં એક ધનદધિ નામને રાજી થયો, તેમજ રાક્ષસ દ્વીપમાંની લંકા નગરીમાં કેટલાએક રાજ થઈ ગયા પછી તડિત કેશ નામને રાજા થયો, એ બેઉ વચ્ચે અતી ઘણી મીત્રાચારી થઇ. , એક દહાડે તડિકેશ પિતાની પ્રિય શ્રીચંદ્રા નામની સી સહિત નંદન વનમાં કીડા કરવા ગયો. ત્યાં જઈ સુખરૂપ વિચરે છે એટલામાં કોઈ વાંદરે એક ઝાડ ઉપરથી. ઊતરીને તેણે તડિતકેશની સીના સ્તને ઉપર પિતાના નખ કરી વીખડાં કરયાં. તે જોઈને રાજ અતિ ગુસ્સામાં આવી ગયે કહ્યું છે કે, “સ્રાને પરાભવ કોઈથી સહન થાય નહી.” પછી રાજાએ વાંદરા એવાંદરાને એક બાણ માર્યો. તે તેના શરીરમાં લાગ્યાથી મહા દુઃખીત થત બે ત્રણ કુદકા મારી ત્યાંથી કેટલેક દુર એક મુની તપ કરતા હતા - -

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 646