Book Title: Jain Hitechhu 1911 Book 13 Author(s): Vadilal Motilal Shah Publisher: Vadilal Motilal Shah View full book textPage 4
________________ જૈનહિતેચ્છુ. પૃથ્વીના રાજાઓ અને સત્યના ઉપાસક રૂપી મહાન ગુરૂમહારાજાએ વચ્ચે દેખીતે તફાવત તે એ છે કે, રાજાઓને પિતાની જીંદગીમાં જ માનસન્માન મળે છે, હારે આ ગુરૂ મહારાજાએ જીવતાંજીવત તે ભાગ્યેજ માન પામે છે; હેમને તે આ સ્થૂલ શરીરના ત્યાગ પછી જ લેક ઓળખવા માંડે છે અને પૂજે છે. એક મહાન લેખક વ્યાજબી કહે છે કે મહાત્માઓને તેમની જીંદગી દરમ્યાન પથરા પડે છે, કે જે પથરા, તે મહાભાઓ આ પૂલ દુનીઆમાંથી ચાલ્યા ગયા પછી, પ્રતિમા–મૂર્તાિ તરીકે પૂજાય છે. મતલબ કે તે મહાત્માઓના ગુણો હેમની પાછળ સમજવામાં આવે છે અને એમની ભારે માનપ્રતિષ્ઠા થાય છે. જ્ઞાની પુરૂષની સત્તા કોઈ બહારના કાર્યથી દેખાતી નથી, પણ તેઓ તે મનુષ્યનાં મન અને બુદ્ધિ ઉપર પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. જનમનરંજન એજ કાંઈ જ્ઞાની પુરૂષનું લક્ષબિંદુ અથવા આ ય ન હોવાથી, લેકગણ હેમની હયાતીમાં હેમની પ્રશંસા કરે એ બનવું મુશ્કેલ છે. અને જ્ઞાનીઓ લેકના શબ્દોની દરકાર પણ કરતા નથી. તેને તે જે કરવું ઉચીત છે તે જ કરે છે, નહિ કે જે કરવું યશ આપનારૂં છે તે કરે છે. કેની ખુશામત નહિ પણ લોકોની સુધારણા એ જ એમને આશય હોય છે. નાટક અને નવલકથાના લેખકો ઘડી વાર લોકોને “રંગના ચટકા લગાડી–ગમ્મત આપી આશ્ચર્યમાં ગરકાવ કરી, થોડાજ વખતમાં લોકોના મન રૂપી રાજ્યમાંથી અદશ્ય થાય છે. હેમનું નામ પણ કોઈ યાદ કરતું નથી. પરંતુ જ્ઞાની પુરૂષનું વાક્ય તે દરેક પ્રજા પોતાના જીગરમાં છૂપાવી દે છે, પોતાની રક્તવાહિનીમાં વહેવડાવે છે, પોતાના મગજની અંદર સોનેરી અક્ષરથી કોતરી રાખે છે અને પિતાના આત્માના અલંકાર તુલ્ય ગણી જાળવી રાખે છે. એ વચન એના આખા જીવનના ભોમીઆ તરીકે કાર્ય કરે છે. એ વડે એની આખી જીંદગી પલટાઈ જાય છે. - જ્ઞાની પુરૂષને કેટલે પ્રભાવ છે હેને ખ્યાલ લાવવો હોય તો એટલું જ વિચારવું બસ થશે કે, આખી મનુષ્ય જાતિનાં હૃદય ઘણું વર્ષ ઉપર થઈ ગયેલા આઠ કે દશ ધર્મસંસ્થાપના કાબુમાં છે, અને જૂદા જૂદા પુરૂષોના હદય મારફતે તે જ્ઞાની પુરૂષો આખા વિશ્વનું ભવિષ્ય રચે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 338