Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ જૈન ગણિત વિચાર જૈન શાસ્ત્રોમાં ચાર અનુગ પૈકી એક ગણિતાનુયોગ છે. તેની અંતર્ગત આઠ પ્રકારના ગણિતોને સમાવેશ કરવામાં આવ્યું છે. એ આઠ પ્રકારના ગણિત જે બરાબર કરી જાણે તેને પછી બીજા ગણિતો કરવા મુશ્કેલ પડતા નથી. ઘણા ગણિત તો આ આઠ પ્રકારના ગણિત પૈકીના જ હોય છે. આઠ ગણિતના નામ-૧ પરિધિ, ૨ ગણિતપદ, ૩ ઇ૬, ૪ જીવા, ૫ ધનુ:પૃષ્ઠ, ૬ બાહા, ૭ પ્રતર, ૮ ઘન. હવે એનું ટૂંકું સ્વરૂપ – ૧ કઈ પણ ગોળ ક્ષેત્ર, દ્વીપ, કૂટ, કમળ વિગેરે હોય તેને જે ઘેરાવ ફરતી ગોળ લીંટી તેને પરિધિ કહે છે. ૨ કોઈ પણ વૃત્ત ક્ષેત્રાદિમાં ચોરસ એજનના ચોસલાં કેટલા સમાય? તેની સંખ્યાને ગણિતપદ અથવા ક્ષેત્રફળ કહે છે. ૩ કઈ પણ ગોળ દ્વીપમાં પ્રથમના ક્ષેત્રાદિની મધ્ય લીંટી તેને ઇષ અથવા બાણ કહે છે. ધનુષ્યના મધ્યમાં જ એ બાણ હોય છે. ૪ ગોળ દ્વીપમાં આવેલા કોઈ પણ ક્ષેત્ર કે પર્વતાદિનો લાંબે પર્યત ભાગ તેને જીવા અથવા પણછ કહે છે. ધનુષ્યને વાળીને તેના પર જે પણ છે ચડાવવામાં આવે છે તે રૂપ આ જીવા સમજવી. ૫ ધનુષ્યને પાછળના ભાગ જે અર્ધચંદ્રાકાર હોય છે તેને ધન પૃષ્ઠ કહે છે. કોઈ પણ ક્ષેત્ર કે પર્વતનું ધન પૃષ્ઠ કાઢવું હોય તો તેની અગાઉના પ્રથમના ક્ષેત્રાદિને ભેળા લેવા પડે છે. ઈષમાં પણ તેમજ કરવું પડે છે. ૬ બાહા કોઈ પણ પર્વત કે ક્ષેત્રનું ધનુપૃષ્ઠ કાઢવામાં આવ્યું હોય તેમાં તેની અગાઉના ક્ષેત્ર કે પર્વતના ધનુ:પૃષ્ઠ કરતાં જેટલો વધારો થયો હોય તેના અર્ધભાગનું નામ બાહા સમજવી. તેને ક્ષેત્ર કે પર્વતાદિને બે બાજુ ભાગ સમજવો. ૭ જમીન ઉપરનો સમભાગ તેની લંબાઈ ને પહોળાઈને ગુણાકાર કરતાં જે આવે તે પ્રતર કહેવાય છે. આવા પ્રતરની ખાસ જરૂર જ્યારે ઘન કરવું હોય ત્યારે પડે છે. તે સિવાય તો ઉપર જે ગણિતપદ કહ્યું છે તે જ પ્રતરની ગરજ સારે છે. ૮ પ્રતરને ઊંચાઈ સાથે ગુણતાં જે આવે તે ઘન કહેવાય છે. કેટલેક ઠેકાણે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સરખી હોય તેને પણ ઘન કહે છે. જેમ ચાદ રાજલક ઘનીકૃત સાત રાજ થાય છે તેમ. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98