Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ - જૈન ધર્મ વિકાસ તા. ૨૯-૯-૩૮ થી જીર્ણોદ્ધાર કરાવવાની પરવાનગી મળેલી, પણ મંદિરના ફરતે કેટ બનાવવાની ચોખ્ખી ના પાડવા સાથે પૂજા કરનારા માટે સ્નાન સ્થાન અને યાત્રીઓને રોકવા માટે આશ્રય સ્થાન બાંધવા, તથા પાણીને કુંડ બનાવવા આદિ માટે મંદિરની નજદિકમાં માગેલ જગ્યા માટે ખુલાસો આપેલ ન હોવા ઉપરાંત પુજારી જીલ્લા હાકેમની સલાહથી રાખવા ફરમાન થયેલ. આ હુકમ કમિટીને સંતોષજનક ન લાગવાથી કમિટીએ ફરીથી કેટલીક માગણીઓ સાથે અરજ કરેલ, જેની તપાસણી બાદ ફરીથી હુકમ નં. ૫૬૫૧ સં. ૧૫ ના માગસર સુદિ ૫ તા. ર૭–૧૨–૩૮ થી પૂજારીને રાખવા કાઢવાને સંપૂર્ણ સત્તા આપણને આપવા છતાં, પણ તેની ચાલચલગતની જીલ્લા હાકેમ તપાસ રાખે અને તેમની તપાસણીમાં તેની રીતભાત વાંધા પડતી લાગે તે જીલ્લા હાકેમ તેને રજા આપવાનું ફરમાવે, તે રજા આપી બીજાને રાખવાનું ફરમાન થવા સાથે બીજી માગણુએ બાબત કઈ પણ પ્રકારની ચેખવટ થયેલ નહોતી. આ પ્રમાણે આ રાજ્ય સાથે હુકમની ચોખવટ કરાવવાના આપણા પ્રયત્ન ચાલુ હતાં, તે દરમિયાન અનેક સજજનના, દેરી સંચારથી એક પક્ષે રાજ્ય સાથે વાટાઘાટ થઈ મનમાન્ય નિર્ણય આવે ત્યાં સુધિ જીદ્ધારનું કાર્ય બંધ રાખવા, વર્તમાનપત્રો દ્વારા ઉહાપોહ જગાડવા સાથે ઉદેપુરના ગૃહસ્થાએ સદર જીર્ણોદ્ધારમાં મંડાવેલ રકમ વસુલ આપવાની પણ આવા કારણે આપી વિલંબ કરવા માંડયા. જેમ જેમ પ્રચારકાર્ય વધતુ ગયુ તેમ તેમ તેની અસર બહારની જનતા ઉપર પડતા, લેકેના હદયમાં ભય ઉત્તપન્ન થયે કે ચિતોડના જીર્ણોદ્ધાર પછી તે તિર્થ સમૃદ્ધિવાન બનતા, કેસરીઆઇની માફક મીલક્ત અને વહિવટ રાજ્યના અંકુશ નીચે જાય તો તે હિતાવહ ન હોવાથી, આચાર્યદેવ અને કમીટી ઉપર અનેક પ્રકારના પ્રહારો વર્તમાનપત્રોમાં થવા માંડયા. તે દરમિયાનમાં ચિતોડગઢ ઉપર ગૌમુખી કુંડ ઉપર આપણું મંદિર હતું, તેને અમુક ભાગ ધસીને અચાનક કુંડમાં પડતાં તેનું સમારકામ કરાવી લેવા, સે- ન. ૩ ન. ૭૦૦૦ તા. ૨૦–૧–૩૯ થી ગૌમુખ મંદિર આપણી ઈચ્છા મુજબ બનાવવાને લેખિત હકમ રાજ્ય તરફથી મલતાં, તે મંદિરનું કામ કમીટીએ બનાવવું શરૂ કર્યું, એથી હવે તો કેઈ પણ જાતની રાજ્ય સાથેની ચોખવટ વિના કમીટી ચિતોડગઢ ઉપરના જીર્ણોદ્ધારનું કાર્ય કરાવી સમાજના નાણાની બરબાદિ કરે છે, તેવા પ્રકારનો ખુબ રસોરથી વર્તમાનપત્રોમાં પ્રચાર કરી આચાર્યદેવને તે કામ બંધ કરાવવા વિજ્ઞતિઓ થવા લાગી. કેટલાક પ્રસંગોમાં વિરોધ પણ સહકારરૂપ નિવડે છે, તે મુજબ આ વિધિ ઉલ્કાપાતથી આચાર્ય દેવે કમીટીને સતેજ બનાવી, રાજ્યની સાથે લખાપટીમાં ઉતરી સમયની બરબાદ કરવાના બદલે પ્રાઈમીનીસ્ટરને ડેપ્યુટેશનરૂપ રૂબરૂ મળી કેફીયત સમજાવવા સુચના આપતાં, દિવાન સાહેબ સર.ટી. વિજયરાઘવાચાર્ય સાહેબને ડેપ્યુટેશનને મલવા બાબત તા. ૭-૯-૪૦ ના પત્રદ્વારા વિનંતી કરી સમયની

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28