Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 11
________________ નિવેદન ૧૮૧ ચિતડદુર્ગના જિનાલયના જીર્ણોદ્ધારની પરિસ્થીતિ દર્શાવતું નિ............... ન બાલબ્રહ્મચારી તિર્થોદ્ધારક જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી મહારાજે મેવાડી રાજધાનીના મુખ્ય શહેર ઉદેપુરમાં ચાતુર્માસ કરેલ, તે વખતે વિહારમાં મેવાડ પ્રદેશના જિનાલયોનું અવલોકન કરતાં તેની અવ્યવસ્થિત પરિસ્થિતિ નિહાળતાં, તે સુધારણાર્થે મેવાડ પ્રાન્તના લાગવગવાળા આગેવાન ગૃહસ્થાની તેવા જિનચૈત્યનું સમારકામ, સાફસુફી. અને પૂજન કરાવવા એક કમીટી નિમી તેનું નામ “મેવાડ પ્રાન્તિય જૈનશ્વેતામ્બર કમિટી” રાખવામાં આવ્યું. - સદર કમીટીના સભ્યોએ દેશાવરમાં ડેપ્યુટેશનરૂપે જઈ હજારની રકમ મેળવી મેવાડના અનેક દેરાસરોનું સમારકામ; સાફસુફી અને પૂજનનું કાર્ય કરાવેલ છે, અને હજુ પણ કરાવે જાય છે. કમીટીના સભ્યનું મુસાફરી અને કારકુન આદિનું ઓફીસ ખર્ચને જે તે સભ્યો ઉપર કે ઉઘરાવેલ રકમમાં ન પડે તે માટે, તે કમિટીના ઉત્સાહિ અધ્યક્ષ શેઠ શ્રી રેશનલાલ ચતુર તરફથી મોટી રકમ ઈલાયદિ કાઢી આપેલ હોવાથી તેના વ્યાજમાંથી તે તમામ ખર્ચ નભી રહે છે. આ રીતે આવા કઈ પણ ખર્ચને બે સમારકામ ઉપર પડ ન હોવાથી જીર્ણોદ્ધાર અને સાધારણમાં મળતી દરેક મદદની પાઈએ પાઈ જિન મંદિરના રક્ષણાજ વપરાય છે,એ એક આ કમીટીના સંચાલનમાં વિશિષ્ટતા છે. આચાર્યદેવમાં પ્રાચિનતા જાળવવાની ઘણી જ લાગણું હોવાથી ચિતોડગઢના તેડાયેલા જિનાલયેના ખંડિયેરે જ્યારથી તેમના જેવામાં આવ્યા, ત્યારથી તેનો જીર્ણોદ્ધાર કરાવવાની તાલાવેલી તેમના હૃદયમાં હિંચકા ખાતી હતી, તેવામાં પ્રાચિન દ્રશ્યને રક્ષણ કરવામાં અતુલ શ્રદ્ધાવાળા, સુશિક્ષીત, વકીલ મનહરલાલજી ચતુર એમ,એ,એલ.એલ.બી, મી મોતીલાલજી વેહરા, સ્ટેટ એકાઉન્ટન્ટ, અને મી. અંબાલાલજી દેસી સ્ટેટ ઈનજીનીયર, આદિ ગુરુદેવના દર્શનાર્થે આવતાં મહારાજશ્રીએ ચિતોડગઢનાં જિનાલય માટેની પિતાની ભાવના પ્રદર્શિત કરતાં, આ સજજનેએ તેમાં સુરપૂરાવી તે કાર્યની જવાબદારી ઉપાડી લેવાનું કબુલ કવતાં શેઠ શ્રી મોતીલાલજી વહેારાના અધ્યક્ષપણું અને વકીલ મનેહરલાલજી ચતુરના સેક્રેટરી પણ નીચે અગીઆર આગેવાનોની ચિતોડ જીર્ણોદ્ધાર કમીટી નીમી શ્રી મેવાડ પ્રાન્તિય જૈન શ્વેતામ્બર જીર્ણોદ્ધાર કમીટી” સાથે વહિવટ રાખી કાર્ય કરાવવાનું નકકી કરવામાં આવ્યું. ચિતોડ જીર્ણોદ્ધાર કમીટીએ પ્રથમ દરજે ચિતોડગઢની શોભારૂપ મોટામાં મોટું રાજમહેલ પાસે આવેલ સાતવી દેવડીવાળા જિનાલયનું કાર્ય શરૂ કરવાની પરવાનગી માગવા સં. ૧૯૪ની સાલમાં રાજ્યને અરજ કરેલ, જે ઉપર નિયમાનસાર તપાસ થયાબાદ હુકમ નં. ૩૦૫ર સં. ૧૯૪ ના આસો સુદિ ૬

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28