Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 16
________________ ૧૮૬ જૈન ધર્મ વિકાસ પિળ સાથે સંબંધ ધરાવતા દરેક ગામ અને દરેક કામના મળી ૬૬ સજજનોની કમીટી દ્વારા વહિવટ ચલાવતા હોવાથી, હવે પાંજરાપોળને લાગા વિગેરેની નિયમિત આવક થવા સાથે ઐકય બળથી આ કાર્યને આગળ ધપાવાય છે. અને તેના પરિ. ણામે આજને આ મકાનને ઉદ્ઘાટન ઉત્સવ ઉજવવા અમે ભાગ્યશાળી થયા છીએ. બાદ અહિંસા, જીવદયા પશુધન રક્ષા, ગૌસેવા આદિ વિષય ઉપર રાજ્ય રત્ન શેઠ મહાસુખભાઈ, વકીલ જેસીંગલાલ પિચાભાઈ, શ્રી રૂગનાથજી બ્રહમભટ્ટ, પુનમચંદ વાડીલાલ, ગાચાર્ય સ્વામી જીવન તિર્થ, શ્રી શંકરલાલ કવી; મેસાણા પ્રાંત સુબા સાહેબ, મેસાણા પ્રાંત પશુ દવાખાનાના ઈન્સ્પેકટર આદિએ સમયે ચિત અસરકારક અને પુષ્ટદાયક ભાષણ કરી, આ સંસ્થાને અવિચળ ટકાવી રાખવા રાજ્યને એક બીડ જાનવરોને ચરવા માટે બક્ષીસ આપવા વિજ્ઞપ્તિ કરી હતી. ઉપાધ્યાય ધર્મ વિજયજી મહારાજે જીવદયા ઉપર દાખલા દષ્ટાંતથી ભર પુર વ્યાખ્યાન આપી સભાને ઉત્સાહિ કર્યા, બાદ ભેગીલાલભાઈએ પાંજરાપોળના અસ્પૃદય ઈચ્છતા સંદેશાઓ વાંચી સંભળાવ્યા, પછી શેઠ કાન્તીલાલભાઈએ ભાષણમાં જણાવ્યું કે પાંજરાપોળ એ દયાધર્મ ખીલવવાની એક પ્રાથમિક નિશાળ છે, તેથી માનવ જાત જે આવી નાનામાં નાની ફરજ બજાવવા તત્પર ન થાય તે તે મનુષ્ય સમાજનાં કોઈ કાર્યમાં સાથ આપી શકે જ નહિ. અને પોતાના જીવનને તદન સ્વાર્થી બનાવી મુકે, આટલા માટે જ મારી સમજ મુજબ તે પાંજરાપોળનો વહિવટ આપણા મહાજને સંભાળે છે, તેમ કહી પાંજરા પિળમાં મુંગા ઢેરો ઉપરાંત નાના જીવજંતુનું પણ રક્ષણ થાય તે માટે “જીવાત ખાનાન” બંદોબસ્ત કરેલ છે, તે માટે કાર્યવાહકને ધન્યાવાદ આપી, દરવાજે લગાવેલ ચાંદીનું તાળું સોનાની કુંચથી ખેલી, ગૌમાતાને તિલક કરી પ્રવેશ કરાવી, ધાણું રોળ ખવડાવી, પાંજરાપોળ ખુલ્લી મુકેલી જાહેર કરી હતી. બાદ કોન્ટ્રાકટર શીવાભાઈને સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા પછી માનદ મંત્રીએ શેઠ કાન્તીલાલ, વૈદ નગીનદાસ, શેઠ નટવરલાલ, શેઠ ચુનીલાલ અને કાન્તીલાલ તરફથી રૂ ૧૫૦૧) રૂ ૧૦૦૧) રૂ ૫૦૧) રૂ ૨૫૧) રૂ ૨૫૬) અનુક્રમે ભેટ આપ્યાનું જાહેર કરી, પધારેલ સજજનોનો આભાર માની સભા બરખાસ્ત કરી હતી. • બાદ મહેમાને અને આગેવાનોને ગ્રેન એન્ડ સીડસ મરચંટ એસોસિએશન તરફથી જમણું તેમજ જૈન મહાજન તરફથી સન્માન સમારંભ યોજી ઇવનીંગ પાર્ટી આપવામાં આવ્યા બાદ ફુલહાર અને સ્કાઉટ તથા બેન્ડની સલામી લઈ સાંજના . મલમાં મહેમાનોએ વિદાય લીધી હતી. તંત્રી સ્થાનેથી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28