Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 17
________________ વાંકલીમાં ઉપધાનતપ માળા પરિધાન મહોત્સવ ૧૮૭ વાંકલીમાં ઉપધાન-ત૫ માળા પરિધાન મહોત્સવ બાળબ્રહ્મચારી તિર્થોધ્ધારક જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ, આચાર્ય શ્રી વિજય હર્ષસૂરીજી, ઉપાધ્યાય શ્રી દયવિજયજી આદિના સદુપદેશથી વાંકલીને શેઠ હજારીમલજી જવાનમલજી કોઠારી વાળાએ મહા મંગળકારી ઉપધાન–તપ શરૂ કરાવી. સં. ૧૯૭ ના પોસ વદિ ૧૦ અને પિસ વદિ ૧૪ એમ બે મુહૂર્તો એ ચાંદીનું સમોસરણ મંડાવી, ઉપધાન તપ પ્રવેશની ક્રીયા કરાવેલ, જેમાં છે ઉપરાંત પુરૂષ, સ્ત્રી, અને કુમારિકાઓ સહિત પ્રવેશ કરેલ, જે પૈકી સવા ત્રણસો માળ પહેરનારા હતા. આ રીતે ચાલુ સાલમાં થયેલા કઈ પણ સ્થળના ઉપધાન કરતાં તપઆરાધકોની સંખ્યા વાંકલીમાં વધુ પ્રમાણમાં થવા પામેલ હતી - આચાર્ય વિજય હર્ષ સૂરિજી દરજ તપની પુષ્ટીનું વ્યાખ્યાન આપતાં, તેમજ નવ સ્મરણાદિ સ્તોત્ર ગણતા હોવાથી તપની આરાધના નિર્વિદને શાન્તિ પૂર્વક સમાપ્ત થયા બાદ સૌ સૌના સ્થાને વેરાયા પહેલા શેઠશ્રીએ દરેકને આગ્રહ પૂર્વક એકાસણા કરાવ્યા પછી જવા દીધા હતાં. ફાગણ સુદિ ની રાત્રિના માળાની ઉછામળી બોલાવતાં દ્વિતીય માળા રૂા. ૧૨૫૨-૮-૦ થી. મણ ૫૦૧) ની ઉછામણથી પરિધાન કરનાર શેઠ હજારી મલજીના ધર્મ પત્ની હતાં, ઉછામણીમાં આસરે દશ હજારની ઉત્પન્ન થયેલ હોવા છતાં માળા પહેરનારની સંખ્યા જોતા જરૂર તે રકમ નાની ગણાય. ફાગણ સુદિ ૧૦ ના બપોરના માળાનો વરઘોડો શેઠશ્રીના મકાનેથી ઘણાજ આડંબર અને ભપકાથી વાજીત્રોની સાથે ચઢાવવામાં આવેલ, જે ગામનાં મધ્ય ભાગમાં ફરી જિનાલયે દર્શન કરી ધર્મશાળાએ આવતાં માળા અને છાબે ઉતારી લેવામાં આવેલ, જ્યાં રાત્રે રાત્રિ જાગરણ કરવામાં આવ્યું હતું. નાનું ગામ હોવાથી વરઘેડામાં વાહનો ન હોવા છતા માનવસાગરનો સમુદાય થી ગામ ખીચખીચ ઉભરાઈ રહ્યું હતું, તેમાં પણ આભૂષણો અને શણગારથી સજજ થયેલા, અને જરિયન રૂમાલથી વિભૂષિત માથા ઉપર માળાના થાળાઓ ઉપાડીને ચાલતાં નારીઓના છંદો, જાણે મરૂ પ્રદેશની સમૃદ્ધિ અહીં આજ ખીલી ન નીકળી હોય તેમ દેખાડતા હતાં. આ ઉત્સવને દીપાવવા શેઠશ્રી તરફથી ધર્મશાળાના ચગાનમાં સુશોભિત મંડપ બંધાવી, શ્રીસિધ્ધાચળજી, શ્રી ગિરનારજી અને સસરણ આદિ તીર્થોની રચના કરાવવા સાથે ફાગણ સુદી પ થી અષ્ટાલિકા મહોત્સવ શરૂ કરાવી, દર રેજ જુદા જુદા પ્રકારની શ્રી. વર્ધમાન જૈન બૅડીંગના બાળકે રાગ રાગણી થી પૂજાઓ ભણવવા, ઉપરાંત ધર્મશાળામાં અને ગામના દેરાસરે નવ નવા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28