________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફટનેવ અને ચર્ચા.
તે કાર્ય કરે તેવી શક્તિ નહિ ધરાવતા હોય તેમને અધ્યાપક થઈ શકે તેવું શિક્ષણ આપtવામાં આવશે. પ્રતિક્રમણાદિને નિયત કરેલો અભ્યાસ જેઓ સંપૂર્ણ કરી પરીક્ષામાં
ઉત્તીર્ણ થશે તેમને પ્રમાણપત્રે અને મેડલ આપવામાં આવશે, તથા આ મંડળ આ તરફથી ઉપદેશક, મહેપદેશક અને મહામહેપદેશકની પદવીઓ આપવામાં આવશે. - આ શાળામાંથી અભ્યાસ કરી પદવી મેળવ્યાં પછી તે વક્તાને ઓછામાં ઓછા બે વર્ષ સુધી આ સંસ્થા મેગ્યતા પ્રમાણે પગાર આપીને અવશ્ય રાખી શકશે અને વક્તાએ તેટલી મુદત સુધી રહેવું જોઈશે. તે માટે ઉપદેશકને રૂ. ૫૦, મહાપદેશકને રૂા. ૭૫, તથા મહામહોપદેશકને રૂા. ૧૦૦ સુધી સ્ટાટીંગ પગાર આ સંસ્થા આપશે. સાધુ અને યતિઓ, કે જેઓ આ શાળામાં અભ્યાસ કરી પાસ થશે તેમને પણ આ સંસ્થા તરફથી વક્તા, સમર્થ વક્તા અને વ્યાખ્યાન વાચસ્પતિનાં પદોથી વિભૂષિત કરવામાં આવશે. વીરતપદેશક મંડળને આ કાર્યક્રમ છે. ભાવી જૈન ઉપદેશકે થઈ શકે તે માટે આ પ્રયાસ છે. જેને ધર્મના સિદ્ધાંતે વિશેષ પ્રમાણુમાં ફેલાય, જેન બંધુઓ ધર્મમાં વિશેષ દ્રઢ થાય, ભૂલાઈ જતો જેનધમે ફરીથી તે બંધુઓમાં જાગ્રત થાય તે માટે આચાર્યને અને આ મંડળને શુભ પ્રયાસ છે. અમે આ મંડળને તેના ઉચ્ચ ઉદેશ અને કાર્યક્રમ માટે અભિનંદન આપી છીએ, અને સાથે જે વિકટ કાર્ય તેમણે આરંભળ્યું છે તે કાર્ય સરંજામ પાર ઉતરે તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, તેમજ આ મંડળની કાર્યસિદ્ધિ માટે જોઈતું દ્રવ્ય તત્કાળ પૂરું પાડવા જૈન બંધુઓને વિનંતિ કરીએ છીએ.
: આ વરસે કાર્તિક શુદિ. ૧૫ ઉપર પાલીતાણામાં પરમ પવિત્ર તીર્થાધિરાજ
શ્રી સિદ્ધાચળજીની યાત્રાને લાભ લેવા ઘણા યાત્રાળુઓ આવ્યા હતા. યાત્રાળની સંખ્યા લગભગ પંદર હજાર ઉપર કલ્પવામાં આવી હતી. દરેક ધર્મશાળાઓ ચીન કાર ભરાઈ ગઈ હતી, અને ઘણા યાત્રાળુઓને તે મકાન ભાડે લઈને રહેવું પડવું હતું. આ વરસે યાત્રાળુઓને સગવડ પણ સારી કરી આપવામાં આવી હતી. ભાલનગરના સેવા સમાજના લગભગ પચીશ સ્વયંસેવકેએ વઢવાણ, શહેર તથા પાલીતાણા સ્ટેશનેએ રહીને યાત્રાળુઓને બની શકે તેવી દરેક પ્રકારની સગવડ કરી આપી હતી. ભાવનગર સ્ટેટ રેલવે તરફથી તે સ્વયંસેવકોને આઠ દિવસ માટે મફત પાસ ભાવનગર અને પાલીતાણા તથા વઢવાણ વચ્ચે મુસાફરી કરવા માટે પૂરા પાડવામાં આવ્યા હતા, અને મેનેજરે પણ જ્યારે જોઈએ ત્યારે સ્પેશીયાડ ટેઇન વિગેરેની સગવડ માટે તત્પરતા બતાવી હતી. ભાવનગર સ્ટેઈટ ને એને જરની સગવડ આપવાની ત:પરતા માટે જે કેમ તેની આભારી છે. ."
For Private And Personal Use Only