________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ટનધ અને ચર્ચા.
૨૭
આવા મિથ્યા વિચારોથી મનુષ્ય જીવન હારી જાય છે, સંસાર સુખમાં-દેખાતા મેહના સામ્રાજયમાં લીન થઈ જાય છે, ધર્મ ભૂલી જાય છે, અને દુર્લભ મનુષ્ય
જીવન, જૈન ધર્મ અને અન્ય ઉત્તમ સામગ્રીને લાભ લીધા વિના પાથેય લીધા વિનાને મનુષ્ય જેમ મુસાફરીમાં દુઃખી થાય છે તેમ આ સંસારની ઘટમાળમાં દુઃખી થવા માટે ચાલ્યા જાય છે અને દુ:ખી થાય છે. ડાહ્યા તેજ, બુદ્ધિશાળી તેજ અને તેનું જ ડહાપણ કામનું છે કે જે પ્રાપ્ત સામગ્રીને સદુપયોગ કરે છે, તેને લાભ લે છે, અને ખેતીમાં એક દાણુના અનેક દાણાઓ નીપજાવીને ખેતીકાર જેમ આ ખુ વર્ષ સુખમાં કાઢે છે તેમ પ્રાપ્ત સામગ્રીને લાભ લઈ ભવિષ્યના અનેક ભવે માટે શુભ સામગ્રીને જે સંચય કરી લેય છે. મધમાખીઓને મધ એકઠું કરી તે છોડીને ચાલી જવું પડે છે, તેવી જ રીતે ગમે તેટલે પ્રયાસ કરી, દેડા કરી, ધમાધમ કરી, આહટ્ટ દેહદ કરી, સંસારની અપેક્ષાએ પૈસાદાર ગણનારને તે સર્વ છોડીને ચાલ્યા જ જવું પડે છે, અને પ્રાપ્ત કરેલી અશુભ કર્મસામગ્રી સાથે આ છે. બંધ વખતે વિચાર કરે તેમાં જ ડહાપણુ અને ચતુરાઈ છે. ઉદય વખતે રોવા બેસનાર મુખ અને કર્મનો સિદ્ધાંતથી અનભિજ્ઞ જણાય છે. વાંચક બંધ! જૈન ધર્મ અને તેને લગતી ઉત્તમ સામગ્રી પામી તેને જેમ વધારે લાભ તારાથી લેવાય તે નિરંતર પ્રયાસ કરજે, તેજ તારૂં જીવિતવ્ય સફળ થશે અને ઉત્તમ સામી મળ્યાનું સાર્થક થશે.
દેવદ્રવ્ય દિગ્દર્શન એવા નામનું એક ૧૨ પેજનું પંફલેટ કાશી નિવાસી યતિ હીરાચંદ્રજીએ બહાર પાડેલું જૈન પત્ર સાથે વહેંચાયેલ છે. તેની અંદર યુ. તિજીએ દેવદ્રવ્યના વિષયમાં શાસ્ત્રાધારો સાથે બહુ સારો ઉલ્લેખ કર્યો છે. મધ્ય રહીને તે વિષયની ચર્ચા પણ કરી છે. હવે પછીનું કર્તપ પણ સમજાવ્યું છે પરંતુ માણેક મુનિના અને પ.બેચરદાસના દેવદ્રવ્યની આવકને ન વધારવાના અગર ખવરાણી દેવાના વિચારથી તદ્દન વિરૂદ્ધતા દર્શાવી છે. લેખ ધ્યાન પૂર્વક વાંચવા લાયક છે. લેખન પદ્ધતિ પણ સુંદર છે. તે સાથે શાસ્ત્રના અભ્યાસી અને પુખ્તપણે વિચાર કરનારા હાવાને ભાસ કરાવે તે લેખ છે. આવા લેખ વાસ્તવિક ઉપકારક નીવડવા સંડ: છે. અમે તે લેખ સાવંત વાંચી જવાની જેન બંધુઓને ભલામણ કરીએ છીએ.
ગત અંકમાં આવેલા જૈન કેળવણીની શોચનીય દશાવાળા વિષs ઉપર અમે અમારા વાંચક બંધુઓનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. એ વિષય ખા. મનન કરીને વાંચવા યોગ્ય છે. આપણે જેને ખાસ કેળવી કહીએ . '
For Private And Personal Use Only