________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રી જનધર્મ પ્રકાશ. संबोधसत्तरी. (સાંધણ પાને ૬:૩ થી.)
(જયણા) ૧૭ મી ગાથાના અર્થમાં જિનપૂજામાં જયણા રાખવા સંબંધી પા. છલા અંકમાં કેટલુંક લખાયું છે. હવે બાકીને ધર્મ કૃમાં પણ જયની ખાસ જરૂર હોવાથી તે સંબંધમાં કેટલુંક લખવાની જરૂર છે.
સામાયક–સામાયકને માટે એક મુહુર્ત (બે ઘડી) નો કાળ કહે લે છે એટલા વખતમાં શ્રાવકને સાધુપણું પ્રાપ્ત થતું હોવાથી મુની મહારાજાની પેઠે ઉઠતાં, બેસતાં, વાતચીત કરતાં, શરીર ફેરવતાં અથવા બીજું દરેક કાર્ય કરતાં ચરવળા અને મુહપતીને યથાર્થ ઉપયોગ કરવો જોઈએ. શ્રાવકના ઉપગરણમાં ચરવળાની ખાસ જરૂર હોવા છતાં કેટલાક તો બીલકુલ રાખતા જ નથી અને કેટલાએક રાખે છે તો તેઓ તેનો ઉપયોગ બરાબર કરતા નથી. નહીં રાખનારા ઉભા થઈને પ્રતિક્રમણની ક્રિયા કરી શકતા નથી, પંચાંગ પૂર્વક ખમાસમણ દઈ શકતા નથી, વાંદણાના ૨૫ આવશ્યક સાચવી શક્તા નથી તેમજ ગુરૂ મહારાજાને ખમાવવાને પ્રસંગે સમિપે જઈને પાદતીને સ્પર્શ પણ કરી શકતા નથી. માત્ર ફેકટજ બેસર્ણ સંદીસાઉ ? અને ૮ બેસણે ઠાઉ ના આદેશ માગે છે વાંદણામાં અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા નીરર્થક માગે છે તેમજ બહાર નીકળવું ન છતાં માવસ્યના ફોકટ કહે છે. ખમાસમણમાં મધ્યgવરામ કહીને મસ્તક ભૂમિએ લગાડવાને બદલે માત્ર અર્ધ અવત ( અરધું નમાવવું) જ કરે છે. આ પ્રમાણે ઘણું અપૂર્ણ વિધિ કરે છે. અને ચરવળાના રાખનારાઓમાંથી પણ કેટલાએક તો પરવાનો મળવાથી જેમ હથીઆર રાખી શકાય તેમ ચરવળો પાસે હોવાથી ઉડી બેસી શકાય, ફરીહરી શકાય અને જઈઆવી પણ શકાય એમ સમજી તે પ્રમાણે વ છે. પરંતુ
૧ ઉભા રહીને સામાયક લેનાર શ્રાવક બેસીને સઝાયધ્યાન કરવા માટે એ આદેશ માગે છે પણ જે બેસીને જ રામાયક લે છે તેને એ આદેશ માત્ર પ્રવર્તન હોવાથીજ ભાગવાનો છે.
For Private And Personal Use Only