Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જન્મ. જાણેલું હોવાથી પોતાના અતિ કનિટ ધંધાને તજી દઈને અભયકુમારના કહેવા પ્રમાણે ધર્મરાધન કરી સદ્ગતિને પ્રાપ્ત થયો.” ઉપરના દાંતથી દરેક પ્રાણીઓએ બહુ પ્રકારનો ધડો લેવા જેવું છે. પાપાચરણ કરીને પૈસે મેળવવો તેના ભાગીદાર કુટુંબીઓ, ભાઈઓ કે પુત્ર થઈ જાય અને તેના ફળ પિતાને જ ભોગવવા પડે એ કેવું દુઃખદાયક છે! એ મુર્ખ કોણ હોય કે વધારે તો ભાગીઆઓને વેંચી લેવા દેય અને દેવું સઘળુ પિતે એટલે જ આપે ! એટલા ઉપરથી સુજ્ઞ જનોએ દ્રવ્યોપાર્જનમાં પાપકર્મથી અલગ રહેવું અને સહજ પાપકર્મવડે મળેલી લમીન ધર્મ કાર્યમાં સદુપયોગ કરી આત્માનું કાર્ય કરવું. પરંતુ જન્મ પયંત લક્ષમી તો ઉપાર્જન કર્યા કરવી, પાપ બાંધ્યા કરવાં અને તે લક્ષ્મીને બીલકુલ સદુપયોગ ન કરવો ત્યારે તે પછી એક મજુરની પેઠે તેણે પુત્રાદિકોને માટે પૂર્વ ભવનું દેવું હોવાથી માત્ર મજુરીજ કરી એમ કરે છે. કેટલાએક અજ્ઞાનીઓ પોતાની યુવાવસ્થા આ પ્રમાણે ચાલી જવા દેય છે. હવે યુવાવસ્થા વીત્યા પછી જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે શરીરમાંથી શક્તિ ઉડી જાય છે, આંખે ઓછું દેખાય છે, સુંઘવાની શક્તિ ઘટી જાય છે. દાંતની શ્રેણું ટુટી જાય છે, મોઢામાંથી લાળ ઝરે છે, અને ગોપાંગ સંકુચીત થઈ જાય છે, ચામડીમાં કરચલી પડે છે અને અણુ છુટયે લાકડી લેવી પડે છે; આવે સમયે પણ પામર મનુષ્યની દ્રવ્ય તૃષ્ણકે વિ તૃષ્ણ મટતી નથી એટલું જ નહીં પણ ઉલટી વૃદ્ધિ પામે છે કદી ઘટતી દેખાય છે તો તે માત્ર શરીરની અશક્તિથી, પરંતુ તેનું મન હજુ પણ સંસારથી વિરક્ત થઇને ધર્મકાર્યમાં જોડાતું નથી. મોક્ષમાળા નામની બુકમાં કહ્યું છે કે – કરચલી પડી દાઢી ડાચાં તણે દાટ વળે, કાળી કેશપટી વિષે, શ્વેતતા છવાઈ ગઈ, સુંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વળ્યું, તેમ દાંત આવળી તે, ખરી કે ખવાઈ ગઈ, વળી કેડ વાંકી હાડ ગયાં અંગરંગ ગયો, ઉઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ; અરે! રાજ્યચંદ્ર એમ યુવાની હરાઈ પણ, મનથી ને તોય રાંડ, મમતા મરાઈ ગઈ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20