________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં બાધારી.
૭૫
એ છો વિચાર રાખવામાં આવે છે. જીવ જતુઓની તપાસ કર્યા વિના રાત્રી છતાં સો સળગાવવામાં આવે છે. ધાન્યને માટે પૂરા તપાસ કર્યા વિના જેમનું તેમ એરી દેવામાં આવે છે. રાત્રી છતાં કઠોળ પલાળવામાં આવે છે જે કે વધારે વખત પાણીમાં રહેવાથી ઉગી જાય છે અને અનંતકાય યુક્ત થાય છે, અનાજના ધણ વિગેરેનું નીકળેલું ઉષ્ણ જળ ઢાળી નાંખતી વખત જમીન ઉપરના જીવોના નાશનો વિચાર પણ રાખવામાં આવતો નથી. અનેક જીવોની ઉત્પત્તિવાળી વિલાયતી કહેવાતી સંચાની પડસુદીન શેરો વિગેરે પકવાન કરાવવામાં આવે છે. વાસી ગણાય તેવું શેરે વિગેરે પકવાન માત્ર પોતાને ઘરે વાસી ન રાખતાં વાસી રાખનારાને વેચી નાખવામાં આવે છે, હજારો રૂપૈઆનો ખર્ચ કરીને પાછળ પાંચ રૂપીઆના એવા વેચાણ તરફ પણ ઉદારતા બતાવવામાં આવતી નથી. વાસી ગણાતી જલેબીને આગ્રહ પૂર્વક જમાડવાના વિચાર કરવામાં આવે છે. રાંધેલું અનાજ પાછળ વદેવું હોય તે કેટલીક વખત રાતવાસી રહેવા દેવામાં આવે છે, કદી તેને નિકાલ કરે છે તે એઠાં ઠામ વાસણ જેમના તેમ રહેવા દેવામાં આવે છે. પીવા માટે તેમજ વાપરવા માટે આવતું પાણી બરાબર ગળાતું નથી. ગળાય છે તે માત્ર લોકોને દેખાડવા ખાતર વારાણ ઉપર ગળણું બંધાય છે પરંતુ તેનો સારો ટુ પાયા કરે છે અને છેવટે પણ તે સંખારો પાણી લાવેલા કુવા વિગેરે જળાશયમાં મોકલવામાં આવતો નથી. આવા અનેક કારણે છે કે જેને માટે જ્યણાની ખાસ જરૂર છતાં પાળવામાં આવતી નથી. પ્રસંગોપાત લખવાની જરૂર છે કે કેટલાએક સ્વામીવચ્છળની અંદર પિતાને પસંબંધવાળાઓને જ બહાળે ભાગે જમાડે છે એટલું જ નહીં પરંતુ ધામ જનોને ભુલી જવામાં આવે છે. સ્વામીવળને હેતુ બહુ કરીને નિરંતર ધર્મ ક્રીયામાં તત્પર રહેનારાઓને જમાડવાનું છે તે તેમને બાજુ ઉપર રાખી પોતાના લાગતા વળગતા, સગા સંબંધી અને નોકર ચાકર જેઓ સ્વધર્મ તેમજ પરધર્મી હોય છે અથવા તો ધર્મથી પરાડા મુખ અને કેટલાએક દુરાચારી પણ હોય છે તેમનેજ બહેળે ભાગે જમાહવા અને તેને સ્વામી વચ્છળ લેખવીને તેનો ખર્ચ શુભ ખાતે ગણવો એ ન્યાય યુક્ત નથી.
ગુરુભક્તિ—અનેક પ્રકારે થાય છે. વંદા નમસ્કારાદિવડે ગુરૂભક્તિવડે
For Private And Personal Use Only