Book Title: Jain Darshan Ek Adhbhut Vigyan Author(s): Sudhir Shah Publisher: Sudhir Shah View full book textPage 6
________________ Cazu? Thought - Thought • SPECT studies : Mana, vachana, kaya, Pudgala. સર્વ શ્રીમહાવીરસ્વામિ પરમાત્માએ કહ્યાં છે કે, શરીરની ક્રિયાથી, વાણીના ઉપયોગથી અને મનના વિચાર માત્રથી કર્મનો બંધ થાય છે. તેથી મન, વચન, કાયાના યોગમાં સાવધ રહેવું. શારીરિક ક્રિયાથી જેમ કે મારવાથી કર્મબંધ થાય તે તુરત સમજી શકાય. વાણીના દોષથી કોઈને દુઃખ પહોંચાડવાથી કર્મબંધ થાય તે પણ કદાચ સમજી શકાય પરંતુ વિજ્ઞાન છેક હમણાં સુધી મનના વિચારોને તરંગમય કે abstract માનતું હતું એટલે કે એના અણુમય અસ્તિત્વને સ્વીકારતું નહોતું. જ્યારે spect અને MRI ના પ્રયોગોમાં સિદ્ધ થયું છે કે મનનો પ્રત્યેક વિચાર, પ્રત્યેક લાગણી જેમકે ક્રોધ, દયા વગેરે મગજના એક ચોક્કસ કેન્દ્રમાં ઉદ્ભવે છે અને તે મશીનમાં નોંધાઈ શકે છે એટલે કે તે પોદુગલિક છે. એથી પ્રભુની વાત સ્પષ્ટ થાય છે કે આપણો પ્રત્યેક સુવિચાર કે કુવિચાર એક છાપ ઊભી કરે છે, એ આપણા શરીરમાં કે વિશ્વની વ્યવસ્થામાં તેથી જ કર્મ બંધનો હેતુ બને છે. આપણી વાણીનો એક એક શબ્દ પણ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત થાય છે અને આખા વિશ્વના અણુએ અણુએ અને જીવમાત્રને અસર કરે છે અને એ પાછો આપણને પોતાને પણ સૌથી વધુ અસર કરે છે. તેથી જ પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક શબ્દ કે પ્રત્યેક વિચારમાં અપ્રમત્ત/સાવધ રહેવું, જાગ્રત રહેવું, તેવો પ્રભુ વીર પરમાત્મા વારંવાર ઉપદેશ આપે છે. છસો વર્ષ પહેલાં સાધુઓ માનસપૃથ્થકરણ મનોચિકિત્સા કરતા હતા. ખુદ સિગમંડ ફ્રોઈડને આશ્ચર્ય થાય એવી વાતો એ કાળના લખાણોમાં જોવા મળે છે. CE ALLALLPAL (Directions): આચારાંગ નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ દિશાની ચર્ચા કરતાં જણાવ્યું છે કે ભરતક્ષેત્રમાં જે દિશા સૂર્યોદયની છે તે ઐરવતક્ષેત્રમાં સૂર્યાસ્તની છે અને ભરતક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે તે ઐરવતક્ષેત્રમાં સૂર્યોદયની છે પરંતુ બધાજ ક્ષેત્રમાં ઉત્તરદિશામાં મેરૂ પર્વત છે. આ લખવા માટે ચોક્કસ એમની પાસે અમેરીકા (ઐરાવતક્ષેત્ર) ની કોઈક આધારભૂત માહિતી હશે. (૨) વ્રત, તપસ્યા અંગેનું વિજ્ઞાન અને આહાર વિજ્ઞાનઃ જૈન ધર્મમાં બતાવેલ ધાર્મિક અનુષ્ઠાનો તથા છ આવશ્યક (સામાયિક અને પ્રતિક્રમણ સહિત), છ અત્યંતર તપ અને બાહા તપ, કઠોર ચુસ્ત તપસ્યા (એકાસણા, આયંબિલ, ઉપવાસ), આહારના નિયમો, આહારની આદત (આહાર વિજ્ઞાન), રાત્રિભોજન ત્યાગ, વિગઈ - મહા વિગઈવાળા આહારનો ત્યાગ, કાયોત્સર્ગ અને જૈન ધ્યાનની શરીર પર પડતી સુંદર અસર, ધર્મમાં નિરૂપેલી સોળ ભાવનાઓનું અનુસરણ. આ બધી બાબતો તથા અનુષ્ઠાનો સંપૂર્ણ શારીરિક તથા માનસિક સ્વાચ્ય, ભાવનાત્મક પ્રગતિ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે. આ વાત સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. આ દિશામાં આધુનિક પદ્ધતિથી સઘન પ્રયોગો થાય તો સમાજને ખૂબ ફાયદો થાય તેમ છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9