Book Title: Jain Darshan Ek Adhbhut Vigyan
Author(s): Sudhir Shah
Publisher: Sudhir Shah

View full book text
Previous | Next

Page 8
________________ ઉપરવિશેષ સંશોધન કરવાની તાતી જરૂર છે, જેનાથી ઘણાનું કલ્યાણ થઈ શકે. જૈન આગમ તંદુવેયાલિય પયગ્રા ગ્રંથમાં ગર્ભવિકાસ (Embryology) નું વર્ણન છે. તથા શરીરસંરચના (Anatomy) નું વિવરણ પણ જૈન આગમોમાં છે. (૪) અન્ય વિજ્ઞાન : ધ્વનિવિજ્ઞાન, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, પર્યાવરણની જાળવણી, અર્થશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન, આભામંડળનું વિજ્ઞાન વગેરે વિજ્ઞાનનું પણ જૈન દર્શનમાં નિરૂપણ થયું છે. જૈન આગમ અનુયોગદ્વાર સૂત્રમાં રાગ-રાગિણી, ધ્વનિ અને શબ્દની અભુત અસરો ઉપર સુંદર વિવરણ છે. પ્રભુ મહાવીર માલકૌંસ રાગમાં દેશના આપતા એવું કહ્યું છે. જૈનોનું મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન અને ધ્વનિવિજ્ઞાન પણ ગહન છે. જૈન પરંપરાનો નવકારમંત્ર અત્યંત પ્રભાવક ગણાય છે. તેની બીજી પણ મોટી એક વિશેષતા છે કે તે સંપૂર્ણપણે બિન સાંપ્રદાયિક છે. તેમાં તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તરીકે કોઈના વ્યક્તિગત નામ નથી. એ કક્ષાએ પહોંચેલ કોઈપણ તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જે કોઈ હોય તે સૌને ભાવપૂર્વક વંદન કરી તેમના ગુણો પોતાનામાં ઊતારવાની વાત છે. છેલ્લે આ જગતમાં વિચરતા અને પૂર્વના જે કોઈપણ સાધુ (સચ્ચરિત્ર) ને નમસ્કાર દ્વારા સુંદર વિનયની વાત કરી છે. જૈનોના અનત્ય સૂત્રમાં કાયોત્સર્ગ પૂર્વેની ભૂમિકા અને તેમાં થતા અનૈચ્છિક સુલમ દોષોનું સુંદર વૈજ્ઞાનિક આલેખન છે. ટૂંકમાં, ધામિર્ક સૂત્રોમાં પણ ખૂબ ઊંડાણ છે. જૈન શાસ્ત્રોમાં આવતી વેશ્યાઓ આજના આભામંડળની કિર્લિયન તસ્વીરો દ્વારા સમજાવી શકાય. જૈન સૂત્રોમાં રસાયણશાસ્ત્ર અને ધાતુવિજ્ઞાનની વાત છે. પારો કેમ સિધ્ધ કરવો અને સુવર્ણ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેના પણ ઉલ્લેખો છે. જૈન જ્યોતિષશાસ્ત્ર તો જગવિખ્યાત છે જ. પરમાત્મા મહાવીરસ્વામિએ અહિંસાને ધર્મમાં અગ્રીમતા આપી સાથે પર્યાવરણની સમતુલાના મહત્ત્વના સિદ્ધાંત આપ્યા. ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રને લગતી અને અર્થવિભાજનની પદ્ધતિના અત્યંત સુંદર સિદ્ધાંતો જો વિશ્વમાં પ્રસરે તો કોઈપણ મનુષ્ય દરિદ્ર ન રહે. આ દર્શાવે છે કે જીવનના સૂક્ષ્માતિસૂક્ષ્મ પાસાઓનું પણ જૈન દર્શન પાસે ગહન ચિંતન છે. અને વિશેષ છણાવટ સાથે તેના ઉપોયોની અદ્ભુત વાતો છે. જૈન દર્શનમાં અભુત કામિર્કવાદનો નિર્દેશ કરાયો છે. કર્મવાદના સિદ્ધાંતો દ્વારા જગતની સૂક્ષ્માતિસૂક્ષ્મ ઘટનાઓ અદૂભત રીતે સમજાવી શકાય છે. કોનો જન્મ કઈ યોનિમાં થયો, કોને કેવું સુખ, સમૃદ્ધિ કે દુખ કેમ મળે છે તે તેના દ્વારા સમજાવી શકાય. કર્મવાદને આમ તો કદાચ જિનેટિક કોડિંગ સાથે તાર્કિક સંબંધ છે. પણ સાચું પૂછો તો કર્મવાદએ જિનેટીક કોડિંગ કરતાં વધારે તર્કબદ્ધ છે અને સચોટ છે. બીજી રીતે કહીએ તો કામિક કોડિંગમાં જિનેટિક કોડિંગ સિદ્ધ કરી શકાય છે અને તે જ વિજ્ઞાનનો કાર્ય -કારણ સિદ્ધાંત (Principle of causality) છે. જેમ કર્મવાદ જૈન દર્શનનું હૃદય છે. તેમ ચાલાદ (અનેકાંતવાદ) જૈન દર્શનનું મસ્તિષ્ક (મગજ) છે. અત્યારના પ્રસિદ્ધ સાપેક્ષવાદ કરતાં જૈનદર્શનનો સ્યાદ્વાદ વધુ સચોટ છે. અને બ્રહ્માંડના નિયમોની વ્યાખ્યા વધુ સારી રીતે સમજાવી શકે છે. એમાં કોઈ બાંધછોડને અવકાશ નથી.એક તુલનાત્મક અભ્યાસ મુજબ આખી કવોન્ટમ થિયરી આપણા અનેકાંતવાદ અને સપ્તભંગી દ્વારા સુંદર રીતે સમજાવી શકાય તેમ છે. અનેકાંતવાદ એ એક ભૌતિક વાસ્તવિકતા છે તે સિદ્ધ કરી શકાય તેમ છે. જૈન દર્શન તો કર્મને પણ એક પૌગલિક સ્વરૂપમાં સ્વીકારે છે. તે એક અત્યંત અદભૂત વાત છે અને તે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થઈ શકે તેમ છે. જૈન દર્શનના લાક્ષણિક સિદ્ધાંતો - અહિંસા, અનેકાંતવાદ, સપ્તભંગી, ધર્મ-કર્મના સિદ્ધાંત, ક્રમબદ્ધ પર્યાય.... આ બધું કવોન્ટમ ફિઝિકસ, કાર્યકારણભાવ (auslity), Entanglement, Determinism, mach's Principle, ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત વગેરે સાથે સુંદર રીતે સમજાવી શકાય. ટૂંકમાં જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાનમાં કેટલીય વાતો સમાંતર છે. અને વિજ્ઞાનના વિકાસ સાથે જૈન દર્શનની આ બધી વાતોને વધુ ને વધુ વૈજ્ઞાનિક પુષ્ટિ મળી રહી છે, જે આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ન હોતું. તાત્પર્ય એ કે વિજ્ઞાનનો વ્યાપ હજી વધશે તો જૈન ધર્મની વાતો હજી વધુ સારી રીતે સમજી શકીશું. જૈન આગમ અને જૈન પુરાતન ગ્રંથોમાં ઘણી બધી વિગતો એવી નિરૂપાયેલી છે કે જે સાંપ્રત વિજ્ઞાનના જ્ઞાનથી પણ સમજી શકાઈ નથી. આ રીતે જોવા જઈએ તો જૈન દર્શન પાસે ઊર્જાના સ્ત્રોતો વિશે, આહારના

Loading...

Page Navigation
1 ... 6 7 8 9