Book Title: Jain Darshan Ek Adhbhut Vigyan
Author(s): Sudhir Shah
Publisher: Sudhir Shah

View full book text
Previous | Next

Page 1
________________ જૈન દર્શન : એક અદ્ભુત વિજ્ઞાન ડો. સુધીર શાહ (M.D./D.M.ન્યુરોકીઝીશિયન, અમદાવાદ) www.sudhirneuro.org જૈનધર્મ અને તેનું તત્ત્વજ્ઞાન સહુથી વધુ પ્રાચીન, સૂક્ષ્મ અને સુસ્પષ્ટ છે. ભારતના અન્ય દર્શનો કરતાં પણ જૈનદર્શન વધુ પ્રાચીન છે. પ્રથમ તીર્થકર ઋષભદેવના ઉલ્લેખો વેદમાં અને પુરાણોમાં પ્રાપ્ત થાય છે અને જૈનધર્મના દેવ દેવીઓનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો અને તેમના ચતુર્યામ ધર્મનો ઉલ્લેખ બૌદ્ધ પાલિ ત્રિપિટકમાં જોવા મળે છે. આ બધાને આધારે એ પુરવાર થાય છે કે અન્ય ધર્મો કરતાં જૈનધર્મ વધુ પ્રાચીન છે. જૈનધર્મનું તત્ત્વજ્ઞાન પૂર્ણ છે તેમજ તાર્કિક અને વૈજ્ઞાનિક પણ છે. એને આધારે વિશ્વ અને એની ગતિવિધિઓને જાણવી સરળ પડે છે. જૈન દર્શનમાં જીંદગી જીવવાની સારી અને સાચી રીત મળે છે. એક સચોટ જીવનશૈલી છે. તદુપરાંત તેમાં આત્મા, કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો અને મોક્ષ માટેનો વ્યવસ્થિત પથ બતાવ્યો છે. જૈન તત્ત્વદર્શનમાં કર્મનો સિદ્ધાંત અત્યંત સચોટ રીતે સમજાવ્યો છે. તેની પાસે અનોખો અનેકાન્તવાદ પણ છે. જૈનદર્શન સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. તેનો મુખ્ય મંત્ર નવકારમંત્ર બિનસાંપ્રદાયિકતાનું અનોખું ઉદાહરણ છે. જૈનઘર્મમાં પર્યાવરણની સમતુલા વ્યવસ્થિત જળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જીવનના એક પરમ સત્ય એવા મૃત્યુની વ્યવસ્થિત તૈયારીની સાધના પદ્ધતિ સ્વરૂપ અનશન બતાવ્યું છે. જૈન દર્શનમાં પોતાના સિવાય અન્ય જીવોનું પણ લૌકિક અને લોકોત્તર તથા ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ કઈ રીતે કરી શકાય તેની અદભુત પદ્ધતિ | સાધના બતાવી છે. (પરસ્પરોપગ્રહો ગીવાનામ્ I) અને તે દ્વારા મોક્ષનો માર્ગ સૂચવ્યો છે. વિશેષતઃ આ માર્ગ આપણને પૂર્ણતઃ શારીરિક, માનસિક તથા ચૈતસિક સ્વાસ્થ અર્પે છે. દીઘયુષ્ય આપે છે. બધા પ્રાણીઓમાં માત્ર માનવમાં જ પરમજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. અને તે રીતે કોઈપણ જીવ પરમપદને પ્રાપ્ત કરી શકે છે તેવી સંભાવના જૈન ધર્મમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થયેલી છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે શાશ્વત અને સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. એટલું જ નહિ એ પુરાતન સત્ય આજે પણ સાંપ્રત સમાજના સંદર્ભે સુસંગત છે, એ આશ્ચર્યની વાત છે. અને તેથી તેને સર્વોચ્ચ વિજ્ઞાન કહી શકાય. મારા મતે ભગવાન મહાવીર, અત્યાર સુધી વિશ્વએ જોયેલા સર્વોચ્ચ કોટિના વિજ્ઞાની છે. આપ આ લેખ વાંચશો તેમ તેમ મારી વાત સાથે સહમત થતા જશો. એમણે આપેલું જ્ઞાન આજના આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે સુસંગત છે. દા.ત. ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શારીરિક સંરચનાશાસ્ત્ર અને તબીબીવિજ્ઞાન વગેરેના મૂળભૂત સિદ્ધાંતો સદીઓ પૂર્વે લખાયેલ જૈન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. તેનો આજના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સંપૂર્ણ મેળ મળે છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને આશ્ચર્યજનક વાત છે. ભગવાન મહાવીરે સૌ પ્રથમ જ્ઞાન ત્રિપદીમાં મૂકર્યું. ત્રિપદી સ્વરૂપ જળબિંદુમાં જાણે આખો શ્રત મહાસાગર સમાવી લીધો. એમ કહેવાય છે કે ત્રિપદીને ખોલતા જાવ તો તમામ શાસ્ત્રો ખુલતા જાય. પ્રભુ મહાવીર તેમના મુખ્ય શિષ્ય એવા ગણધર ભગવંતનોને ત્રિપદી આપે છે. -૧. ઉપગ્ન ઈ વા, ૨. વિગમે ઈ વા, ૩.જુવે ઈ વા. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય સ્વરૂપે શાશ્વત છે અને પર્યાય રૂપે તેની ઉત્પત્તિ અને વિલય વચ્ચે એક એવું દ્રવ્ય અથવા સ્વરૂપ છે જે શાશ્વત તત્ત્વ સાથેના લયને ચૂકતું નથી. આ ત્રિપદીના આધારે સમગ્ર જૈનદર્શનની રચના થઈ છે અને તે ટક્યું છે તેમ કહી શકાય. તેમાં તમામ જ્ઞાન-વિજ્ઞાનો સમાવિષ્ટ છે. હકીકતમાં આધુનિક વિજ્ઞાન જૈનદર્શન અને તત્વજ્ઞાનનો એક નાનકડો અંશ જ છે. અત્યારના વિજ્ઞાનમાં નિરૂપાયેલા અણુવિજ્ઞાનથી માંડી જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્રથી માંડીને કોસ્મોલોજી, ગતિના નિયમોથી માંડીને કણોની ગતિ, જીવોનું વર્ગીકરણ, ધ્વનિ અને તેની અસર, તપશ્ચર્યાથી શરીર પર થતી હકારાત્મક અસર. માનસશાસ્ત્રથી માંડી મનોચિકિત્સા - આ બધું જૈન તત્ત્વજ્ઞાનમાં ઠેર ઠેર પથરાયેલું જોવા મળે છે. એ જાણવું રસપ્રદ છે કે શાસ્ત્રોમાં ધર્મની ભાષામાં નર્યું વિજ્ઞાન ભરેલું છે. માનવ જાતના ઉત્થાન માટે ધર્મ અને વિજ્ઞાનનો સાચેજ સુભગ સમન્વય થયો છે. જીવોનો મોક્ષ થાય એટલે જીવોની ગતિ મોક્ષ સુધી થાય. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મોક્ષવિદ્યામાં પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગતિના નિયમો, કોસ્મોલોજી વગેરે વિજ્ઞાનનું નિરૂપણ કયાં જરૂરી છે? તેનો જવાબ એ છે કે જીવની ગતિ મોક્ષ સુધી કેવી રીતે થાય છે તે સમજવું હોય તો સર્વ જીવોનો તથા અજીવોનો અભ્યાસ જરૂરી છે. જીવની ગતિ સમજવા માટે જીવ તથા પદાર્થના ગતિના નિયમો જાણવા જોઈએ. જીવ હાલની સ્થિતિમાંથી મોક્ષે જાય તો ક્યાં ક્યાંથી પસાર થાય તે કોસ્મોલોજી દ્વારા સમજવું પડે. જીવ સિવાય બીજા ક્યાં દ્રવ્યો છે? સમયની શી આવશ્યકતા છે તે જાણવું પડે. જીવની ગતિ માટે ક્યું માધ્યમ આવશ્યક છે તે જાણવું જોઈએ. આ કારણથી પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અણુ, ઊર્જા, ષડુ દ્રવ્ય, નવ તત્ત્વ, કર્મવાદ, અનેકાન્તવાદ એમ અનેક શાસ્ત્રોની રચના જૈન ધર્મે કરી છે અને આખા અધ્યાત્મવાદને વિજ્ઞાનના સિદ્ધાંતો પર ઝીલ્યો છે. ૧૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9