Book Title: Jain Darshan Ek Adhbhut Vigyan Author(s): Sudhir Shah Publisher: Sudhir Shah View full book textPage 9
________________ અન્ય વિકલ્પો વિશે, કાર્મિક બંધનો, આહાર, સ્વાચ્ય, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, વગેરે વિજ્ઞાનમાં કરવા જેવા અનેક નવા સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરી, યોગ્ય પરિણામો મેળવી જૈન ધર્મ તરફથી માનવ જાતિને શ્રેષ્ઠ ભેટ આપી શકીએ. સાચું પૂછો તો જૈન દર્શનના પ્રત્યેક નિયમમાં - સિદ્ધાંતમાં વિજ્ઞાન સમાયેલું છે કારણકે ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા. આધુનિક વિજ્ઞાનની ઘણી બધી મર્યાદાઓ છે. તેથી અવાર નવાર આપણા દ્રષ્ટિકોણને - માન્યતાને બદલવી પડે છે. જ્યારે વિદ્વાનોના મતે જૈન દર્શન શાશ્વત હોવાથી એમાં તસુયે બદલાવને અવકાશ નથી. જૈન દર્શનમાં બતાવેલી આત્મા, પુનર્જન્મ, મોક્ષની વાતો વિજ્ઞાનની સમજની બહાર છે. આપણે આપણા શાસ્ત્રોને ખોટી રીતે સમજવાની ભૂલ એટલા માટે કરીએ છીએ કે આધુનિક વિજ્ઞાન પાસે એમાં દર્શાવેલ સત્યો સમજવા જેટલું ઉડાણ નથી અને વિજ્ઞાનના માપદંડને મર્યાદા છે અથવા તો શાસ્ત્રોના ભાષાંતર, રૂપાંતર વખતે ક્યાંક કશુંક રહી ગયું હોય. ગમે તે હોય તો પણ આપણે આપણા ધર્મમાં શ્રદ્ધા રાખવી પડશે. હા, સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણ જરૂરી છે. આપણે આપણા મહાન કર્મોને સમજવા માટે સામ્યક્ દ્રષ્ટિનો વિકાસ કરવો જોઈએ. સાથે સાથે વિજ્ઞાન મેળવેલ સિદ્ધિ અને સમજને પણ બિરદાવવા રહા. જે વાતો વિજ્ઞાને સર્વ સિદ્ધ કરી છે. અને જેનો ધાર્મિક વિધાનો સાથે મેળ ન ખાતો હોય તેવી વાતોને રીસર્ચ દ્વારા ચકાસવી જોઈએ અને જે તે સમયના સત્યને યથોચિત સ્વીકારવામાં ક્ષોભ ન અનુભવવો જોઈએ કેમકે સત્યથી ઉપર, પ્રામાણિકતાથી વિશેષ કશું જ નથી. અગાઉ જણાવ્યું તે મુજબ આખીયે ભારતીય સંસ્કૃતિ એ કાળે ઉન્નતિના શ્રેષ્ઠતમ શિખરે હતી. પવિત્ર વેદો, બૌદ્ધ ગ્રંથો તથા તે કાળના અન્ય દર્શનોમાં પણ ખરેખર અદ્દભુત જ્ઞાન - વિજ્ઞાન ની વાતો લખાયેલી છે. જેનો યથોચિત અભ્યાસ આખીય માનવજાતી અને પૃથ્વીના જીવ માત્રને કલ્યાણ અર્પી શકે. આજે આપણે બધાએ કટિબદ્ધ થઈને પ્રતિજ્ઞા કરવી પડશે કે આપણા ધર્મના અમૂલ્ય વારસાને સમજીશું. તેને ગરિમા પ્રદાન કરીશું. બધાથી વધારે ઉત્કૃષ્ટ સંશોધન કરી સમસ્ત પૃથ્વી પરના જીવોના ઉત્થાન માટે પ્રયત્ન કરીશું તો વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિનું જૈન ધર્મનું સ્વપ્ન સાકાર થાય અને સાથે સાથે ક્ષણનો પણ પ્રમાદ કર્યા વગર પોતાના આત્માના કલ્યાણ માટે આત્મસાક્ષાત્કાર કરી મુક્તિના પંથે પ્રયાણ કરી શકીશું. વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રોના યત્કિંચિત ઉંડાણ સમજવામાં આ લેખ લખવામાં મદદરૂપ તમામ તજજ્ઞો, વૈજ્ઞાનિકો તથા પંડિતોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. તેમ છતાં આ લેખમાં કે અન્યત્ર મારી બુદ્ધિની મર્યાદાના કારણે જિનાજ્ઞા વિરૂદ્ધ મારાથી કાંઈ પણ પ્રરૂપણા થઈ હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડમ્.Page Navigation
1 ... 7 8 9