Book Title: Jain Darshan Ek Adhbhut Vigyan
Author(s): Sudhir Shah
Publisher: Sudhir Shah
Catalog link: https://jainqq.org/explore/249554/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન : એક અદ્ભુત વિજ્ઞાન ડો. સુધીર શાહ (M.D./D.M.ન્યુરોકીઝીશિયન, અમદાવાદ) www.sudhirneuro.org જૈનધર્મ અને તેનું તત્ત્વજ્ઞાન સહુથી વધુ પ્રાચીન, સૂક્ષ્મ અને સુસ્પષ્ટ છે. ભારતના અન્ય દર્શનો કરતાં પણ જૈનદર્શન વધુ પ્રાચીન છે. પ્રથમ તીર્થકર ઋષભદેવના ઉલ્લેખો વેદમાં અને પુરાણોમાં પ્રાપ્ત થાય છે અને જૈનધર્મના દેવ દેવીઓનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો અને તેમના ચતુર્યામ ધર્મનો ઉલ્લેખ બૌદ્ધ પાલિ ત્રિપિટકમાં જોવા મળે છે. આ બધાને આધારે એ પુરવાર થાય છે કે અન્ય ધર્મો કરતાં જૈનધર્મ વધુ પ્રાચીન છે. જૈનધર્મનું તત્ત્વજ્ઞાન પૂર્ણ છે તેમજ તાર્કિક અને વૈજ્ઞાનિક પણ છે. એને આધારે વિશ્વ અને એની ગતિવિધિઓને જાણવી સરળ પડે છે. જૈન દર્શનમાં જીંદગી જીવવાની સારી અને સાચી રીત મળે છે. એક સચોટ જીવનશૈલી છે. તદુપરાંત તેમાં આત્મા, કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો અને મોક્ષ માટેનો વ્યવસ્થિત પથ બતાવ્યો છે. જૈન તત્ત્વદર્શનમાં કર્મનો સિદ્ધાંત અત્યંત સચોટ રીતે સમજાવ્યો છે. તેની પાસે અનોખો અનેકાન્તવાદ પણ છે. જૈનદર્શન સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. તેનો મુખ્ય મંત્ર નવકારમંત્ર બિનસાંપ્રદાયિકતાનું અનોખું ઉદાહરણ છે. જૈનઘર્મમાં પર્યાવરણની સમતુલા વ્યવસ્થિત જળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જીવનના એક પરમ સત્ય એવા મૃત્યુની વ્યવસ્થિત તૈયારીની સાધના પદ્ધતિ સ્વરૂપ અનશન બતાવ્યું છે. જૈન દર્શનમાં પોતાના સિવાય અન્ય જીવોનું પણ લૌકિક અને લોકોત્તર તથા ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ કઈ રીતે કરી શકાય તેની અદભુત પદ્ધતિ | સાધના બતાવી છે. (પરસ્પરોપગ્રહો ગીવાનામ્ I) અને તે દ્વારા મોક્ષનો માર્ગ સૂચવ્યો છે. વિશેષતઃ આ માર્ગ આપણને પૂર્ણતઃ શારીરિક, માનસિક તથા ચૈતસિક સ્વાસ્થ અર્પે છે. દીઘયુષ્ય આપે છે. બધા પ્રાણીઓમાં માત્ર માનવમાં જ પરમજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. અને તે રીતે કોઈપણ જીવ પરમપદને પ્રાપ્ત કરી શકે છે તેવી સંભાવના જૈન ધર્મમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થયેલી છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે શાશ્વત અને સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. એટલું જ નહિ એ પુરાતન સત્ય આજે પણ સાંપ્રત સમાજના સંદર્ભે સુસંગત છે, એ આશ્ચર્યની વાત છે. અને તેથી તેને સર્વોચ્ચ વિજ્ઞાન કહી શકાય. મારા મતે ભગવાન મહાવીર, અત્યાર સુધી વિશ્વએ જોયેલા સર્વોચ્ચ કોટિના વિજ્ઞાની છે. આપ આ લેખ વાંચશો તેમ તેમ મારી વાત સાથે સહમત થતા જશો. એમણે આપેલું જ્ઞાન આજના આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે સુસંગત છે. દા.ત. ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શારીરિક સંરચનાશાસ્ત્ર અને તબીબીવિજ્ઞાન વગેરેના મૂળભૂત સિદ્ધાંતો સદીઓ પૂર્વે લખાયેલ જૈન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. તેનો આજના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સંપૂર્ણ મેળ મળે છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને આશ્ચર્યજનક વાત છે. ભગવાન મહાવીરે સૌ પ્રથમ જ્ઞાન ત્રિપદીમાં મૂકર્યું. ત્રિપદી સ્વરૂપ જળબિંદુમાં જાણે આખો શ્રત મહાસાગર સમાવી લીધો. એમ કહેવાય છે કે ત્રિપદીને ખોલતા જાવ તો તમામ શાસ્ત્રો ખુલતા જાય. પ્રભુ મહાવીર તેમના મુખ્ય શિષ્ય એવા ગણધર ભગવંતનોને ત્રિપદી આપે છે. -૧. ઉપગ્ન ઈ વા, ૨. વિગમે ઈ વા, ૩.જુવે ઈ વા. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય સ્વરૂપે શાશ્વત છે અને પર્યાય રૂપે તેની ઉત્પત્તિ અને વિલય વચ્ચે એક એવું દ્રવ્ય અથવા સ્વરૂપ છે જે શાશ્વત તત્ત્વ સાથેના લયને ચૂકતું નથી. આ ત્રિપદીના આધારે સમગ્ર જૈનદર્શનની રચના થઈ છે અને તે ટક્યું છે તેમ કહી શકાય. તેમાં તમામ જ્ઞાન-વિજ્ઞાનો સમાવિષ્ટ છે. હકીકતમાં આધુનિક વિજ્ઞાન જૈનદર્શન અને તત્વજ્ઞાનનો એક નાનકડો અંશ જ છે. અત્યારના વિજ્ઞાનમાં નિરૂપાયેલા અણુવિજ્ઞાનથી માંડી જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્રથી માંડીને કોસ્મોલોજી, ગતિના નિયમોથી માંડીને કણોની ગતિ, જીવોનું વર્ગીકરણ, ધ્વનિ અને તેની અસર, તપશ્ચર્યાથી શરીર પર થતી હકારાત્મક અસર. માનસશાસ્ત્રથી માંડી મનોચિકિત્સા - આ બધું જૈન તત્ત્વજ્ઞાનમાં ઠેર ઠેર પથરાયેલું જોવા મળે છે. એ જાણવું રસપ્રદ છે કે શાસ્ત્રોમાં ધર્મની ભાષામાં નર્યું વિજ્ઞાન ભરેલું છે. માનવ જાતના ઉત્થાન માટે ધર્મ અને વિજ્ઞાનનો સાચેજ સુભગ સમન્વય થયો છે. જીવોનો મોક્ષ થાય એટલે જીવોની ગતિ મોક્ષ સુધી થાય. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મોક્ષવિદ્યામાં પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગતિના નિયમો, કોસ્મોલોજી વગેરે વિજ્ઞાનનું નિરૂપણ કયાં જરૂરી છે? તેનો જવાબ એ છે કે જીવની ગતિ મોક્ષ સુધી કેવી રીતે થાય છે તે સમજવું હોય તો સર્વ જીવોનો તથા અજીવોનો અભ્યાસ જરૂરી છે. જીવની ગતિ સમજવા માટે જીવ તથા પદાર્થના ગતિના નિયમો જાણવા જોઈએ. જીવ હાલની સ્થિતિમાંથી મોક્ષે જાય તો ક્યાં ક્યાંથી પસાર થાય તે કોસ્મોલોજી દ્વારા સમજવું પડે. જીવ સિવાય બીજા ક્યાં દ્રવ્યો છે? સમયની શી આવશ્યકતા છે તે જાણવું પડે. જીવની ગતિ માટે ક્યું માધ્યમ આવશ્યક છે તે જાણવું જોઈએ. આ કારણથી પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અણુ, ઊર્જા, ષડુ દ્રવ્ય, નવ તત્ત્વ, કર્મવાદ, અનેકાન્તવાદ એમ અનેક શાસ્ત્રોની રચના જૈન ધર્મે કરી છે અને આખા અધ્યાત્મવાદને વિજ્ઞાનના સિદ્ધાંતો પર ઝીલ્યો છે. ૧૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર પરમાત્મા ભગવાનશ્રી મહાવીરસ્વામીએ વહાવેલી ઉપદેશ જ્ઞાનગંગા (દેશના) ને ગણધર ભગવંતોએ આગમરૂપે ઝીલી દ્વાદશાંગીની રચના કરી. આમાંની કેટલીક મહત્ત્વની વાતોને વાચક શ્રીઉમાસ્વાતિએ (આશરે પ્રથમ સદી - ઈશુ પછી) સંકલિત કરી. તે ગ્રંથ તત્ત્વાધિગમ સૂત્ર. માનવજાતિનું એ કદાચ પ્રથમ વિજ્ઞાન પુસ્તક કહી શકાય. તેમાં દશ અધ્યાય અથર્ પ્રકરણ છે. મહામનીષિ ઉમાસ્વાતિએ અત્યંત ગહન અભ્યાસ કરી તેના દોહન સ્વરૂપે સૂત્રાત્મક રીતે આ બધા વિજ્ઞાનોને તેમાં સાંકળી લીધા છે. | શ્રી ઉમા સ્વાતિજીએ બ્રહ્માંડની રચના અને તેમાં વસેલા જીવોની ચર્ચા કરી છે. મનુષ્યલોક સિવાયના અન્ય લોકની ચર્ચાથી માંડીને જીવનશાસ્ત્રના વિવરણ અન્વયે જીવોનું વર્ગીકરણ કેવી રીતે કરવું તેમજ વાતાવરણમાં રહેલા સૂક્ષ્મજીવો અને સંમૂછિમ જીવોની (આપોઆપ ઉત્પન્ન થતા) વાત કરી છે. શરીર, મગજ, ચિત્તની કામગીરીની ચર્ચા કરી છે. પદાર્થ વિજ્ઞાનની ચર્ચામાં પરમાણું વિષે તથા પરમાણું સંયોજન, પદાર્થની ગતિ એ બધી વાતો વિશદ્ રીતે કરી છે. એમ જણાય છે કે જગતના ઈતિહાસમાં કદાચ કોઈપણ ધર્મ કે સંસ્કૃતિ સત્યની આટલી નજીક પહોંચી નહીં હોય. વાચક શ્રી ઉમાસ્વાતિના ગ્રંથ જો કોઈપણ આધુનિક અભ્યાસુ વાંચે તો માત્ર લેખક કે જૈન ધર્મ પ્રત્યે જ નહિ બલ્લે સમગ્ર પ્રાચીન ભારતીય સમાજ પ્રત્યે માનથી જુએ. વાચકશ્રી ઉમાસ્વાતિજીએ પોતાને નમ્રતાથી લેખક નહિ પણ તે કાળે વિદ્યમાન જ્ઞાનના સંગ્રાહક અર્થાત્ સંકલનકાર જણાવે છે. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ તેમના સિદ્ધહેમશબ્દાનુશાસનમાં વાચક શ્રીઉમાસ્વાતિજીને શ્રેષ્ઠ સંગ્રાહક તરીકે નવાજયા છે. (૩પરિવર્તિ સંગૃહીતાર:) ખૂબીની વાત એ છે કે આ એક વ્યક્તિનું મૌલિક સંશોધન નથી પરંતુ સમગ્ર ભારતીય સમાજ તે સમયે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે ઉત્થાન પામેલો હતો. તે સત્યની યથાર્થતા પ્રગટ કરે છે. પવિત્ર વેદોમાં પણ ઠેકઠેકાણે વિજ્ઞાન, જ્ઞાન, જીવન જીવવાની કલાની ચર્ચા છે. તથા આત્મા વિશે ગહન દોહન છે. બોદ્ધ ગ્રંથોમાં પણ વિજ્ઞાન અને ચેતના અંગે ખૂબ વિદ્વત્તાપૂર્ણ ચર્ચા છે. શીખ ધર્મના ગ્રંથ સાહેબમાં પણ વિભિન્નસૂત્રોમાં ગુરૂનાનકે અદ્દભુત જ્ઞાન - વિજ્ઞાન વર્ણવ્યું છે. હિંદુ, જૈન, બૌદ્ધ કે શીખ ધર્મના સ્થાપકોએ આ બધું ચેતનાના પરમ, ઉત્થાનના શિખરે આર્ષદ્રષ્ટિથી જોયું છે. કોઈપણ લેબોરેટરીમાં પ્રયોગો વગર આત્માની શક્તિથી જોયું છે તે બધા લગભગ એક સરખા સત્યની વાત કહે છે. કદાચ તેમના વર્ણનમાં કે તેમના સત્યને બતાવવાની રીતમાં ફરક હોઈ શકે. જરૂર છે, આ બધા ધર્મોમાં રહેલા વિજ્ઞાનને વૈજ્ઞાનિકો તથા તજજ્ઞો સુધી પહોંચાડવાની અને જો તેના પર આજકાલની જરૂરિયાત પ્રમાણે યોગ્ય સંશોધનો થાય તો તેના દ્વારા જન સામાન્યનું તેમજ પ્રાણીમાત્રનું કલ્યાણ થાય તેમાં કોઈ સંશય નથી. જૈન દર્શનની આ બધી વાતો તત્ત્વાર્થાધિગમ સૂત્ર તથા આગમોમાંથી થોડીક વિહંગાવલોકન સ્વરૂપે જોવા પ્રયત્ન કરીશું. (૧) મૂળભૂત વિજ્ઞાન જેમ કે પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે (૨) વ્રત, તપસ્યા અંગેનું વિજ્ઞાન અને આહાર વિજ્ઞાન. (૩) તબીબી વિજ્ઞાન તથા શરીરરચનાશાસ્ત્ર (૪) અન્ય વિજ્ઞાનો જેમકે પર્યાવરણ (Ecology), અર્થશાસ્ત્ર (Economics), કળા, સંગીત, ધ્વનિ, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, વેશ્યાવિજ્ઞાન (Aura science), જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન વગેરે. (૧) સૌ પ્રથમ મૂળભૂત વિજ્ઞાન તરીકે ભૌતિકશાસ્ત્રની વાત કરીશું. જૈન દર્શનમાં અણુને પદાર્થનો અવિભાજ્ય કણ કહાો છે, જેને આધુનિક વિજ્ઞાનના પરમાણુ (Atom) કરતાં પણ સૂક્ષ્મ અને જેનું પુનઃ વિભાજન ન થઈ શકે તેની પરમાણુ સંજ્ઞા આપવામાં આવી છે. દ્રવ્યરૂપે અણુ એટલે કે પરમાણુ અવિભાજ્ય છે પણ તેને પર્યાયો (વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ) છે. તે જ રીતે કાળના અવિભાજ્ય અંશને સમય કહાો છે, જે વર્તમાન એક ક્ષણથી પણ અસંખ્યાતમા ભાગે સૂક્ષ્મ છે. આકાશના અવિભાજ્ય અંશને પ્રદેશ કહો છે. નીચેના અવતરણો વાચક શ્રીઉમાસ્વાતિરચિત તત્વાર્થસૂત્રમાંથી લીધા છે. (૧) વાવ: રુન્ધાર . (૩ધ્યાય-૫, સૂત્ર-૧) પદાર્થ બે પ્રકારે છે. અણુ અને સ્કંધ. (૨) સંધામેચ્ચ ઉદ્યને , (૩ળી-૫, સૂત્ર-૨૬) સ્કંધ તો સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદ બન્નેથી ઉત્પન્ન ૧૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ થાય છે. (સંઘાત એટલે Fusion અને ભેદ એટલે Fission) (૩) ખેરાલુ: I (31ધ્યાય-૧, સૂર-ર૦) જ્યારે અણુ તો ભેદથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ અણુ અવિભાજ્ય છે, જેને આજે આપણે પરમાણુ કહીએ છીએ. (૪) માંધાતામ્યાં રાક્ષTI: I (૩Nધ્યાય-૧, સૂત્ર-૨૮) ભેદ અને સંઘાતથી ચાલુષ સ્કંધ બને છે અર્થાત્ સ્કંધ એ સંઘટન અને વિઘટનની સમન્વય પ્રક્રિયાને લીધે ચાલુષ અર્થાત્ દ્રષ્ટિમાન થાય છે. (૫) ડાવ્યાધ્રૌવ્યયુ સત્ I (31ધ્યાય-૫, સૂત્ર-૨) જે ઉત્પાદન, વ્યય અને ધૌવ્ય એ ત્રણેયથી યુક્ત અર્થાત્ તદાત્મક હોય તે સત્ કહેવાય છે. સત્ એટલે જેનું અસ્તિત્વ (existence) છે તે હંમેશા ઉત્પત્તિ, વિનાશ અને ધૈર્યની પ્રક્રિયા યુકત હોય છે. (૬) તમાવીત્રે નિત્યમ્ ! (૩૬ધ્યાય-૧, સૂત્ર-૩૦) જે તેના પોતાના ભાવથી અર્થાતુ પોતાની જાતિથી ચુત ન થાય તે નિત્ય છે. સતુ પોતાના સ્વભાવથી ચુત થતું નથી. ત્રણેય કાળમાં એક સરખું અવસ્થિત રહે છે. તેથી તે નિત્ય છે. (Universal matter) (૭) નિરુત્વાક્ વન્ય: I (31ધ્યાય-૧, સૂત્ર-રૂર) સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બંધ થાય છે. (પરમાણુના positive અને negative charge નો ઉલ્લેખ છે.) (૮) ન સધન્યTUTIનામ્ . (૩ધ્યાય-૧, સૂત્ર-૨) સાપે સશાનામ્ ! (૩ધ્યાય-૬, સૂત્ર-૨૪) ઢયfધવાવાળાનાં તુ (૩Tધ્યાય-૫, સૂત્ર-૩૫) પરમાણુ વિજ્ઞાનની વાત આગળ વધારતા કહે છે કે જઘન્ય ગુણ અંશવાળા નિગ્ધ અને રૂલ અવયવોનો બંધ થતો નથી. જઘન્ય એટલે વિકૃષ્ટ અર્થાત્ અવિભાજ્ય. સમાન અંશ-ગુણ હોય તો સદશ અર્થાત્ સરખે સરખા રૂલ - રૂક્ષ અવયવોનો બંધ થતો નથી. બે અંશથી અધિક ગણવાળા અવયવોનો બંધ થાય છે. આમ અહીં રસાયણશાસ્ત્ર, રાસાયણિક બંધ અને તેના સૂક્ષ્મ નિયમોનું નિરૂપણ. હવે અહીં જુઓ શરીરવાત્મનઃ પ્રાપાના: I (STધ્યાય-૧, સૂત્ર-) સુહુર્ગવિતરણોપગ્રહાશ્વ ! (૩ધ્યાય-૫, સૂત્ર-ર૦) શરીર વાણી, મન, શ્વાસોચ્છવાસ, અને અપાન વાયુ પૌગલિક છે. (Matter functions as a material cause of body, speech, mind and breath), તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલનો ઉપકાર છે. ઔદારિક વગેરે શરીર પણ પુગલના કારણે જ છે. તે જ રીતે ભાષા, ભાવ મન, દ્રવ્ય મન, શ્વાસોચ્છવાસ (અપાન પ્રાણ) એ બધું પુદ્ગલને આભારી છે અને આત્મા પરનો અનુગ્રહ છે.) પરસ્પરોપગ્રહો નૈવાના ( ૩ય-૬, સૂત્ર-૨) પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું (એકબીજાને સહકાર આપવો અને એકબીજા ઉપર નિર્ભર રહેવું) તે જીવોનો ઉપકાર છે. આ અંગે આગળ ચર્ચા કરીશું કે અહિંસાના સિદ્ધાંતને તે કઈ રીતે સમર્થન આપે છે. વર્તના-પરિપITH: ક્રિયા પરત્વાપરત્વે ૫ વાની . (૩Tધ્યાય-૬, સૂત્ર-૨). કાળ (Time) નું કાર્ય (Function) શું? વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ વગેરે કાળનાં કાર્ય છે. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ આવી વિચારધારા કે સંશોધન આજની તારીખ સુધી થયું નથી. કાળ સ્વતંત્ર દ્રવ્ય છે અને બીજા દ્રવ્યના વિવિધ પર્યાય સ્વરૂપ વર્તના, પરિણામ, ગતિ વગેરે તેના કાર્ય છે. કાળ દ્રવ્ય ઉપર જૈન દર્શનના આધારે નોબેલ પ્રાઈઝ મળે તેવું સંશોધન થઈ શકે તેમ છે. પર્શ-રસ-- વવન્ત: તા: I (૩Tધ્યાય-, સૂત્ર-ર૩) શબ્દ-વન્ધ-સૌ-પ્રથૌલ્ય-સંરથાન-એ-તમશચ્છાયાફતપોદ્યોતવત્તરડ્યા (ધ્યાય-,સૂત્ર-ર૪) પુદ્ગલ પરમાણું (Matter) સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એમ ચતુર્ગુણયુક્ત છે. અહીં પરમાણુના પૃથક્કરણ સ્વરૂપની ચર્ચા છે. તે શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલત્વ, સંસ્થાન અર્થાત્ આકાર, ભેદ, અંધકાર, છાયા, આતપ, અને ઉદ્યોત(પ્રભા) સ્વરૂપ છે. આમ સમગ્ર અણુવિજ્ઞાન અને પુગલના લક્ષણો અને કાર્યનું સુંદર વર્ણન છે. અહીં એથીય વિશેષ પુદ્ગલ દ્રવ્યના બે વિભાગ બતાવ્યા છે. એક ઉપર ધન કે ઋણ વિદ્યુતભાર (Charged matter) છે અને બીજા ઉપર વિદ્યુતભાર નથી (Uncharged matter) અર્થાત્ તટસ્થ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યુતભારરહિત (Uncharged matter) અર્થાત્ તટથમાં ફોટોન (Photon), ગ્રેવિટોન (Graviton) અને ગ્લુઓન (Gluon) નો સમાવેશ થાય છે. જૈન દર્શનની ધર્માસ્તિકાય અને અઘર્માસ્તિકાયની વાત વૈજ્ઞાનિક સ્વરૂપે સમજવા જેવી છે. આજે વિજ્ઞાન જેને ઈથર વગેરે કાલ્પનિક દ્રવ્યથી સમજાવે છે તેના માટે જૈન દર્શનમાં ધર્માસ્તિકાયનું નિરૂપણ કરેલ છે અને તે વધુ ચોગ્ય છે. સમગ્ર બ્રહ્માંડમાં ૪ ડાર્ક મેટર ૧% મેટર અને ૯૫% ડાર્ક એનર્જી છે એ કદાચ અમસ્તિકાય હોઈ શકે. બીજા અધ્યાયમાં એક સૂત્ર છે. અનુ મતિ) (પ્રધ્યાપ-૨, સૂત્ર-૨૭) ગતિ હંમેશા સીધી લીટીમાં અર્થાત્ પંક્તિમાં થાય છે. જ્યાં સુધી બાહા બળ ન લાગે ત્યાં સુધી જીવ કે પુદ્ગલ/પદાર્થની ગતિ સીધી લીટીમાં જ થાય છે. તેનો આ સૂત્રમાં નિર્દેશ છે. જીવ અને પુદ્ગલ બંનેમાં ગતિક્રિયાની શક્તિ છે. નિમિત્ત મળતાં પરિણત થઈ તે ગતિ કરે છે. બાહા ઉપાધિથી તે વક્રગતિ ભલે કરે પરંતુ તેઓની સ્વાભાવિક ગતિ તો સીધી જ છે, ન્યૂટને આપણને પદાર્થની ગતિના નિયમો છેક ૧૬ મી સદીમાં આપ્યા. જ્યારે જૈન દર્શને તો જીવ અને પુગલ પદાર્થની ગતિના નિયમો સદીઓ પૂર્વે આપ્યા છે. આવો અદ્ભુત છે આપણો શાન-વિજ્ઞાનનો વારસો. આવી તો અનેક વાર્તા છે, છે અહીં જૈનદર્શનમાં અણુની ઉત્પત્તિ, વૈશ્વિક દ્રવ્યનો શાશ્વતતાનો સિદ્ધાંત, અણુ વિઘટન, દ્રવ્યનું સંયોજન-વિઘટન, પદાર્થની નિત્યતાનો સિદ્ધાંત, પદાર્થનું રૂપાંતરણ વગેરે અણુવિજ્ઞાન તથા પદાર્થવિજ્ઞાનના ગહનતમ સિદ્ધાંતોનું વર્ણન સૂત્રોમાં ત્યારે પ્રરૂપિત થયું હતું. જૈન શાસ્ત્રોમાં સબએટમિક પાર્કિલ્સનો પણ ઉલ્લેખ છે, જે હાલના ક્વાર્ક વગેરે કણોની સાથે સરખાવી શકાય. પૂજ્ય આચાર્ય શ્રીવિજયનદિોષસૂરિજીના એક સંશોધનાત્મક લેખ મુજબ નવા જ પ્રરૂપાયેલ કિંગ્સબોઝોન કર્યા પણ જૈન શાસ્ત્રોમાં ધર્માસ્તિકાય રૂપે બતાવેલ છે. આશ્ચર્યજનક રીતે આધુનિક વિજ્ઞાનના મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો જૈન શાસ્ત્રોમાં વ્યવસ્થિત રૂપે નિરૂપાયેલ છે. આમાં ખાસ કરીને તમે જોયું તે મુજબ નાના નાના સૂત્રોના રૂપમાં ગહન જ્ઞાન પ્રતિપાદિત થયેલ છે. તે તેની લાક્ષણિકતા છે. કાળ અર્થાત્ સમય (Time), અવકાશ (Space) અને પુદ્ગલ (Matter) ના મૂળભૂત સિદ્ધાંતો, શાશ્વતતાનો નિયમ, અણુ-પરમાણુ વિજ્ઞાન, દળનું સાતત્ય, સાર્પક્ષવાદ, ઊર્જાના સિદ્ધાંત, ગતિના નિચર્મા, અને જડત્વવાદ, શક્તિના નિયમો, ટેલિપથી, ટેલિપોર્ટીંગ, ધ્વનિના નિર્મા, મનની અગાધ શક્તિ...... આ બધું જ શાસ્ત્રોમાં સુંદર રીતે નિરૂપાયેલું છે. અને તેનો હેતુ માનવજાત અને વિશ્વના કલ્યાણ માટે અને અંતે દરેક આત્માના મોક્ષ માટેની વિદ્યા સમજાવવાનો છે. ક્યા ક્યા ઉપકરણોશી વસ્તુ પરિસ્થિતિનું સંપૂર્ણ દર્શન (Complete knowledge) પ્રાપ્ત થાય છે, તેનો જવાબ આપતા ભારતના આ પ્રાચીનતમ મહાન વિજ્ઞાની સંકલનકાર શ્રી ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શ, કાળ, અંતરભાવ વગેરેશી સંપૂર્ણ દર્શન પામી શકાય છે. એમણે એમ પણ લખ્યું છે કે પદાર્થ માત્રમાં, પછી તે જડ હોય કે ચેતન, દરેક પદાર્થમાં નિત્યતા અને ક્ષણિકતા સાથે સાથે હોય છે. એટલે કે અમુક અપેક્ષાએ તે નિત્ય હોય છે તો અમુક અપેક્ષાએ તે અનિત્ય હોય છે. અને તે રીતે તે પરિવર્તનશીલ હોય છે. આઈન્સ્ટાઈને કહ્યું છે કે પુદ્ગલને સ્થાન આપે તે જ અવકાશ છે, પુદ્ગલને અવકાશ છે. પુદ્ગલ અને અવકાશ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલ છે. અવકાશ વિના પુદ્ગલ સંભવ નથી. અવકાશ ન હોય તો પુદ્ગલ પણ ન હોય. તે જણાવતું એક વિધાન શ્રી ઉમાસ્વાતિજીએ પણ કર્યું છે. તેમણે કહ્યું કે જેટલા ક્ષેત્રમાં એક પરમાણુ રહી શકે તેટલા ક્ષેત્રને પ્રદેશ અર્થાત્ એક આકાશ પ્રદેશ કહે છે, જીવ વિજ્ઞાન : હવે જીવવિજ્ઞાનની વાત કરીએ તો આપણા વિજ્ઞાની શ્રી જગદીશચંદ્ર બોઝે વૃક્ષામાં પણ જીવ છે એવું પ્રતિપાદિત કર્યું છે. વનસ્પતિમાં જીવ છે એવું જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહ્યું જ છે પણ એક પગથિયું આગળ જઈને પૃથ્વી, પાણી, અગ્નિ અને હવામાં પણ જીવ-આત્મા છે એવું દર્શાવ્યું છે. આમ આ દિશામાં યોગ્ય સંશોધનની જરૂર છે. જેથી આપણે વિશ્વને યોગ્ય દિશા આપી શકીએ. અલબત્ત, સૈદ્ધાન્તિક રીતે સાબિત કરવા માટે આ અંગેના પ્રયત્નો ક્યાંક ક્યાંક ચાલુ થઈ ગયા છે. વાચક શ્રી ઉમાસ્વાતિજીએ જીવના વિભાગ પાડ્યા છે. જેનું વધારે સારૂં, વિકસિત ચિત્તતંત્ર તે ઉચ્ચતર પ્રાણી જેને જૈન પરિભાષામા સંશી કહે છે. તે સિવાય અલ્પવિકસિત ચિત્તતંત્રવાળા એટલે કે અસંત અર્થાત્ સંજ્ઞા વગરના જીવો એટલે કે જડ દેખાતા પદાર્થોમાં પણ ચેતના હોવાનું તેમણે કહ્યું. તેમણે જણાવ્યું કે પાણી અને હવામાં પણ જીવત્વ છે. જીવોના પ્રકાર તરીકે ત્રણ-સ્થાવર, ત્રણ એટલે હાલતા ચાલતા. - * Page #5 -------------------------------------------------------------------------- ________________ તેમાં બેઈદ્રિય. ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે. સ્થાવર અર્થાત્ એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. તેમાં પણ વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ એટલે નિગોદના જીવો. તેમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોમાં પણ સંમૂર્હિત જીવોની ઉત્પત્તિ. આ બધાનું સવિસ્તર વર્ણન. ખરેખર અદ્દભુત અને અકલ્પનીય છે. કેટલો વિશદ્ વિચાર આપણી પ્રાચીન સંસ્કૃતિએ કર્યો હશે? તત્વાર્થાધિગમ સૂત્રના બે સૂત્રો (જીવવિજ્ઞાનના) ખૂબ ધ્યાનાર્હ છે. ૧. ઉપયોગી સૂક્ષણમ્ I sentience (application of knowledge) is defining characteristic of life of soul. જીવની સંજ્ઞા કે વ્યાખ્યા એ છે કે પૂર્વસંચિત જ્ઞાન તથા અનુભવનો કે બોધનો સ્વોચિત, પોતાની મેળે ઉપયોગ કરે તે જીવ છે. જીવની આવી સચોટ વ્યાખ્યા વિજ્ઞાનમાં પણ ઉપલબ્ધ નથી. ઉપયોગ-બોધને લઈને જ પોતાનું તથા ઈતર પર્યાયોનું જ્ઞાન થાય. સુખ, દુઃખનો અનુભવ થાય.... વગેરે. ૨. પરરપરોપ નીવાનામ્ | The function of the soul is to render service to one another, એકબીજાને ઉપકારી થવું તે જીવનો સ્વાભાવિક હેતુ છે. પહેલી નજરે કદાચ આનું ઊંડાણ ખ્યાલ નહિ આવે પરંતુ આ સૂત્રનો હેતુ અહિંસાની આજ્ઞા છે. એક જીવ બીજા જીવના પ્રભાવમાં છે. Mach's principle of physics પ્રમાણે વિશ્વનો એક એક અણુ એકબીજા સાથે સંકળાયેલ છે. વિશ્વમાં એક અણુમાં ક્યાંક ફેરફાર થાય કે ખલેલ પહોંચે તો આખા વિશ્વની સંરચનાને અસર થાય, ખલેલ પહોંચે. તેમ એક જીવ બીજા જીવને દુઃખી કરે તો આખા વિશ્વના પ્રત્યેક જીવને તેની અસર થાય જ. એ વાત આમાં ગર્ભિત રીતે નિહિત છે. We are influenced by the rest. We all are entangled. કોઈપણ જીવને મન, વચન, કાયાથી દુઃખી ન કરી શકાય. જીવ વિજ્ઞાનમાં વનસ્પતિશાસ્ત્ર અન્વયે અનેક મહત્ત્વની વાતોનું વિજ્ઞાન ભરેલું છે. પ્રથમ તો વનસ્પતિમાં જીવ છે અને સંવેદના છે, એવી ગહન જૈન શાસ્ત્રની વાતને વિજ્ઞાનને સિદ્ધ કરતાં ૨૦મી સદી લાગી. જગદીશચંદ્ર બોઝે તે સિદ્ધ કર્યું. એથી વિશેષ જૈન શાસ્ત્રોમાં તો સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. વનસ્પતિકાય જીવને મૂળભૂત સંજ્ઞાઓ (instinct) હોય છે, સંવેદના હોય છે તે તો હવે વિજ્ઞાને સ્વીકાર્યું જ છે. પણ આ જીવોને કષાય હોય છે અને વેશ્યા હોય છે તે જૈન શાસ્ત્રોક્ત વાત સમજવા જેવી છે. જેમકે વનસ્પતિના આભામંડળના રંગો લીલો, પીળો વગેરે તે તેની વેશ્યા છે. તે તેની ભાવનાઓ અને સ્વભાવ વ્યક્ત કરે છે. જેવું અન્ન તેવો ઓડકાર, જેવું આપણે ખાઈએ, તેવા આપણા વિચારો થાય. દા.ત. બટાકા, સૂરણ વગેરે કંદમૂળમાં સંગ્રહ વૃત્તિ એટલે કે લોભ છે, તેથી તે દળદાર થાય છે. આવા પદાર્થો લેવાથી શક્ય છે, આપણને લોભ કષાય થાય. ગણિત શાસ્ત્ર : જૈન દર્શનમાં ગણિતવિજ્ઞાન ઉપર પણ ગ્રંથો લખાયેલા છે. નવમી સદીમાં શ્રી મહાવીરાચાર્યનો ગ્રંથ ગણિતસાર સંગ્રહ ગણિત જેવા કષ્ટસાધ્ય વિષય ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તેના નવા અધ્યાયમાં બીજગણિત, ભૂમિતિ અને અંકગણિતના અદ્ભુત સિદ્ધાંતો છે, જેમાં વર્ગમૂળ (Sqare root), ઘનમૂળ (cube root), અપૂર્ણાંક (Fraction), સમય, દશાંશ પદ્ધતિ તથા પાઈ ની સૂક્ષમ ગણતરી ઉપર પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય સ્વયંભુવ, દેવનંદિ, આદિનાથ વગેરે જૈનાચાર્યોએ પણ ગણિત ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. જૈન આગમોમાં સૂર્યપ્રજ્ઞપ્તિમાં અપૂર્ણાંક ઉપર ખૂબ ભાર મુખ્યો છે. જો કે જ્યોતિષપાતાલ નામનો જૈન ગ્રંથ અત્યારે અપ્રાપ્ય છે. જે સંભવત : શ્રી મહાવીરાચાર્યે લખેલ છે. માનસશાસ્ત્ર: માનસશાસ્ત્ર વિશે પણ જૈન ગ્રંથોમાં ઊંડાણપૂર્વક ઉલ્લેખ થયેલો જોવા મળે છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, વિચાર, નિર્ણય, એ મતિજ્ઞાન છે અને તે ઈન્દ્રિય અને મનને લીધે છે. એવું પ્રતિપાદન શાસ્ત્રમાં કર્યું છે. મનના બે ભેદ છે. ભાવ મન અને દ્રવ્ય મન. આધુનિક વિજ્ઞાને આ દિશામાં સંશોધન કરવાની જરૂર છે. જેટલું પ્રાણીનું મન-મગજ વધુ વિકસિત તેટલું તે ઉચ્ચતર પ્રાણી કહેવાય છે. સંઝિન : સમનરT : (૩૪ધ્યાય-, સૂત્ર ) આ ઉપરાંત પરપીડન વૃત્તિ વિશે શાસ્ત્રવચન છે કે પરપીડન માનવીના મનનો એક આવિષ્કાર છે. પોતાના કહેવાતા સિદ્ધાંતોની રક્ષા કરવા માટે ઘણા બીજાને પીડે છે. એ વૃત્તિનું ઊર્ધીકરણ શક્ય છે. એનો માર્ગ પણ એમાં બતાવ્યો છે. ન્યાયાધીશ ઉત્તમ કક્ષાના પરપીડક છે એમ નથી લાગતું? Page #6 -------------------------------------------------------------------------- ________________ Cazu? Thought - Thought • SPECT studies : Mana, vachana, kaya, Pudgala. સર્વ શ્રીમહાવીરસ્વામિ પરમાત્માએ કહ્યાં છે કે, શરીરની ક્રિયાથી, વાણીના ઉપયોગથી અને મનના વિચાર માત્રથી કર્મનો બંધ થાય છે. તેથી મન, વચન, કાયાના યોગમાં સાવધ રહેવું. શારીરિક ક્રિયાથી જેમ કે મારવાથી કર્મબંધ થાય તે તુરત સમજી શકાય. વાણીના દોષથી કોઈને દુઃખ પહોંચાડવાથી કર્મબંધ થાય તે પણ કદાચ સમજી શકાય પરંતુ વિજ્ઞાન છેક હમણાં સુધી મનના વિચારોને તરંગમય કે abstract માનતું હતું એટલે કે એના અણુમય અસ્તિત્વને સ્વીકારતું નહોતું. જ્યારે spect અને MRI ના પ્રયોગોમાં સિદ્ધ થયું છે કે મનનો પ્રત્યેક વિચાર, પ્રત્યેક લાગણી જેમકે ક્રોધ, દયા વગેરે મગજના એક ચોક્કસ કેન્દ્રમાં ઉદ્ભવે છે અને તે મશીનમાં નોંધાઈ શકે છે એટલે કે તે પોદુગલિક છે. એથી પ્રભુની વાત સ્પષ્ટ થાય છે કે આપણો પ્રત્યેક સુવિચાર કે કુવિચાર એક છાપ ઊભી કરે છે, એ આપણા શરીરમાં કે વિશ્વની વ્યવસ્થામાં તેથી જ કર્મ બંધનો હેતુ બને છે. આપણી વાણીનો એક એક શબ્દ પણ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત થાય છે અને આખા વિશ્વના અણુએ અણુએ અને જીવમાત્રને અસર કરે છે અને એ પાછો આપણને પોતાને પણ સૌથી વધુ અસર કરે છે. તેથી જ પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક શબ્દ કે પ્રત્યેક વિચારમાં અપ્રમત્ત/સાવધ રહેવું, જાગ્રત રહેવું, તેવો પ્રભુ વીર પરમાત્મા વારંવાર ઉપદેશ આપે છે. છસો વર્ષ પહેલાં સાધુઓ માનસપૃથ્થકરણ મનોચિકિત્સા કરતા હતા. ખુદ સિગમંડ ફ્રોઈડને આશ્ચર્ય થાય એવી વાતો એ કાળના લખાણોમાં જોવા મળે છે. CE ALLALLPAL (Directions): આચારાંગ નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ દિશાની ચર્ચા કરતાં જણાવ્યું છે કે ભરતક્ષેત્રમાં જે દિશા સૂર્યોદયની છે તે ઐરવતક્ષેત્રમાં સૂર્યાસ્તની છે અને ભરતક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે તે ઐરવતક્ષેત્રમાં સૂર્યોદયની છે પરંતુ બધાજ ક્ષેત્રમાં ઉત્તરદિશામાં મેરૂ પર્વત છે. આ લખવા માટે ચોક્કસ એમની પાસે અમેરીકા (ઐરાવતક્ષેત્ર) ની કોઈક આધારભૂત માહિતી હશે. (૨) વ્રત, તપસ્યા અંગેનું વિજ્ઞાન અને આહાર વિજ્ઞાનઃ જૈન ધર્મમાં બતાવેલ ધાર્મિક અનુષ્ઠાનો તથા છ આવશ્યક (સામાયિક અને પ્રતિક્રમણ સહિત), છ અત્યંતર તપ અને બાહા તપ, કઠોર ચુસ્ત તપસ્યા (એકાસણા, આયંબિલ, ઉપવાસ), આહારના નિયમો, આહારની આદત (આહાર વિજ્ઞાન), રાત્રિભોજન ત્યાગ, વિગઈ - મહા વિગઈવાળા આહારનો ત્યાગ, કાયોત્સર્ગ અને જૈન ધ્યાનની શરીર પર પડતી સુંદર અસર, ધર્મમાં નિરૂપેલી સોળ ભાવનાઓનું અનુસરણ. આ બધી બાબતો તથા અનુષ્ઠાનો સંપૂર્ણ શારીરિક તથા માનસિક સ્વાચ્ય, ભાવનાત્મક પ્રગતિ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે. આ વાત સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. આ દિશામાં આધુનિક પદ્ધતિથી સઘન પ્રયોગો થાય તો સમાજને ખૂબ ફાયદો થાય તેમ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે આપણું તિથિવિજ્ઞાન ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે ચંદ્રની પૃથ્વીની આસપાસની પરિક્રમાને લીધે શરીરમાંના પાણીના જથ્થામાં થતા વધારાની, એની શરીરના પી.એચ. પર થતી અસરોને ધ્યાનમાં રાખી આ નિયમો ઘડાયા છે. આ કારણે તિથિના દિવસે અમુક પ્રકારના લીલા શાકભાજી ટાળવા માટેના આ નિયમો છે કે જેથી એકંદરે આપણું સ્વાથ્ય સારી રીતે જાળવી શકાય. જૈન ધર્મના રાત્રિભોજનત્યાગ સાથે આજનું વિજ્ઞાન પણ સહમત થયું છે. સૂર્યાસ્ત પછી લીધેલ ખોરાકનું શક્તિને બદલે સીધું ચરબીમાં રૂપાંતર થાય છે અને શરીરની ચયાપચયની ક્રિયા અસ્તવ્યસ્ત થઈ જાય છે એવું વૈજ્ઞાનિક પ્રયોગોથી સિદ્ધ થયું છે. વિજ્ઞાન કહે છે કે સાંજે સંધ્યાકાળે શક્ય તેટલા વહેલા જમી લેવું જોઈએ. તેથી રાત્રિભોજન- ત્યાગ સંપૂર્ણપણે કોઈપણ જાતના અપવાદ વગર અપનાવવા યોગ્ય છે. તેથી વજન પણ કાબુમાં રહે છે. જો કે જૈન ધર્મમાં સૂર્યાસ્ત વખતે અને પછી અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિથી આહાર દોષિત થાય છે અને તે ખાવાથી હિંસા થાય છે તેનું પણ વર્ણન છે, જેથી રાત્રિભોજન મહાપાપ છે અને આ વાત પણ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે. જૈન શાસ્ત્રમાં આહાર ત્રણ રીતે થાય છે તેની વાત છે. ૧. પ્રક્ષેપાહાર (સામાન્ય આહાર પદ્ધતિ) ૨. ઓજાહાર (Embryo feeding) અને ૩. લોમાહાર. લોમાહારની વાત કમાલ છે. અઠવાડિયાઓ અને મહિનાઓના ઉપવાસ દરમ્યાન મનુષ્યો કે પ્રાણીઓ કેવી રીતે જીવતા હોય છે તે વિજ્ઞાન માટે એક કોયડો છે. જૈન દર્શનમાં તેનું દિશાસૂચન તથા સમાધાન લોમાહારમાં છે. ચામડીના છિદ્રો ગંધ વગેરે યુક્ત પરમાણુમાંથી યોગ્ય જીવનશક્તિ, વૈશ્વિકશક્તિમાંથી મળી શકે. જૈનોમાં સામયિક (૪૮ મિનિટ આત્મચિંતન, સ્વાધ્યાય, મૌન) અને પ્રતિક્રમણ (ગુરુસમક્ષ પાપોની આલોચના અને પુનઃ કદી ન કરવા તેની પ્રતિબદ્ધતા) નું ખુબ મહત્ત્વ છે. તેમાં ધ્યાનવિજ્ઞાન છે. સાથે કર્મક્ષયની પ્રક્રિયા છે. અત્યંત સૂક્ષ્મ વાત છે. સામાયિકમાં સમતા સાથે કર્મનિર્જરા, રાગદ્વેષમુક્તિ, મોહ-શોકથી વિરક્તિની વાત છે. પ્રતિક્રમણમાં ભૂતકાળ માટે પ્રાયશ્ચિત, વર્તમાન કાળ માટે વિશુદ્ધિ અને ભવિષ્ય માટે વિશલ્યની અદૂભુત પ્રક્રિયા છે. જૈન આચારોમાં તપનું વિભાજન બહુ સુંદર રીતે થયું છે. જેટલું મહત્ત્વ બાહા તપનું છે તેટલું જ નહિ બલકે તેથી પણ વધુ મહત્ત્વ આંતરિક | અત્યંતર તપનું છે. બાહાતપમાં અનશન (ચાર પ્રકાર કે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ), ઊણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું), વૃત્તિસંક્ષેપ (વૃત્તિ ઉપર કાબુ રાખવો), રસત્યાગ (ઘી, દૂધ, દહીં, પકવાઝ વગેરેનો ત્યાગ), કાયક્લેશ (શરીરને કષ્ટ આપવું), સંલીનતા (શરીરના અંગેને સંકોચી રાખવા) આવે છે. અત્યંતર તપમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ (સાધુ, ગુરૂજી અને વિદ્વાનો અને વડીલની સેવા - સુશ્રુષા), સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન આવે છે. બાહા અને અત્યંતર બંને પ્રકારના તપ આત્માની ઉન્નતિના પગથિયા છે. જૈન ધ્યાનમાં સામાયિક, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગના સુંદર નિરૂપણ છે. આ ઉપરાંત પ્રેક્ષાધ્યાન, ગ્રંથિભેદ અને આત્માનું આત્મા વડે ધ્યાન વગેરે અનેક પ્રકારે ધ્યાન સાધના કરવાની વાત આવે છે. ગુણવત્તાની દ્રષ્ટિએ જૈનોમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનને આગવું બતાવી તેમાં જ મન સ્થિર કરવાની આજ્ઞા છે. અશુભ ધ્યાન સ્વરૂપ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર રહેવાથી કષાયોથી મુક્તિ મળે છે અને મન પ્રફૂલ્લિત રાખી શકાય છે. (3) તબીબી વિજ્ઞાન : તબીબીવિજ્ઞાન વિશે ઉત્તરાધ્યયન સૂત્ર બૃહદુવૃત્તિ, વિપાક સૂત્ર, આચારાંગ સૂત્ર નિર્યુક્તિ, સ્થાનાંગ સૂત્ર વગેરેમાં સવિસ્તૃત વર્ણન છે. સાત્વિક આહાર, વિગઈ વગરનો આહાર, તપશ્ચર્યા, મનનો નિગ્રહ, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ, સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે અપનાવવાથી હૃદય રોગ અને અન્ય હઠીલા રોગો ઉપર પણ કાબુ મેળવી શકાય છે. સ્વાથ્યને લગતી સમસ્યા સાંપ્રત સમાજનો સળગતો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે આ સંજોગોમાં શારિરીક અને માનસિક સ્વાથ્ય મેળવવા માટે તથા જાળવવા માટે જૈન ધર્મના સિદ્ધાંતો સૌથી વધારે અનુરૂપ જણાય છે. તેને અનુસરવાથી હકારાત્મક સ્વાથ્ય પ્રાપ્ત થાય છે, રોગોની નાબુદી થાય છે. આપણી જીવનપદ્ધતિ ઘણા આજીવન રોગો જેવા કે હૃદયરોગ, બી.પી., ડાયાબિટીસ, લકવા તથા કેન્સરની કારણભૂત છે. આપણી ખરાબ જીવનશૈલી, આહારશૈલી, કસરતનો અભાવ તથા મનના નકારાત્મક અભિગમના કારણે ઘણા હઠીલા રોગો ઘર કરે છે. જો જૈન જીવનપદ્ધતિથી જીવવામાં આવે તો આ બધા રોગો ઉપર કાબુ મેળવી શકાય. આ અંગે થોડુઘણું સંશોધન થયું છે. પણ જૈન આહારવિજ્ઞાન અને જીવનશૈલી Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપરવિશેષ સંશોધન કરવાની તાતી જરૂર છે, જેનાથી ઘણાનું કલ્યાણ થઈ શકે. જૈન આગમ તંદુવેયાલિય પયગ્રા ગ્રંથમાં ગર્ભવિકાસ (Embryology) નું વર્ણન છે. તથા શરીરસંરચના (Anatomy) નું વિવરણ પણ જૈન આગમોમાં છે. (૪) અન્ય વિજ્ઞાન : ધ્વનિવિજ્ઞાન, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, પર્યાવરણની જાળવણી, અર્થશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન, આભામંડળનું વિજ્ઞાન વગેરે વિજ્ઞાનનું પણ જૈન દર્શનમાં નિરૂપણ થયું છે. જૈન આગમ અનુયોગદ્વાર સૂત્રમાં રાગ-રાગિણી, ધ્વનિ અને શબ્દની અભુત અસરો ઉપર સુંદર વિવરણ છે. પ્રભુ મહાવીર માલકૌંસ રાગમાં દેશના આપતા એવું કહ્યું છે. જૈનોનું મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન અને ધ્વનિવિજ્ઞાન પણ ગહન છે. જૈન પરંપરાનો નવકારમંત્ર અત્યંત પ્રભાવક ગણાય છે. તેની બીજી પણ મોટી એક વિશેષતા છે કે તે સંપૂર્ણપણે બિન સાંપ્રદાયિક છે. તેમાં તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તરીકે કોઈના વ્યક્તિગત નામ નથી. એ કક્ષાએ પહોંચેલ કોઈપણ તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જે કોઈ હોય તે સૌને ભાવપૂર્વક વંદન કરી તેમના ગુણો પોતાનામાં ઊતારવાની વાત છે. છેલ્લે આ જગતમાં વિચરતા અને પૂર્વના જે કોઈપણ સાધુ (સચ્ચરિત્ર) ને નમસ્કાર દ્વારા સુંદર વિનયની વાત કરી છે. જૈનોના અનત્ય સૂત્રમાં કાયોત્સર્ગ પૂર્વેની ભૂમિકા અને તેમાં થતા અનૈચ્છિક સુલમ દોષોનું સુંદર વૈજ્ઞાનિક આલેખન છે. ટૂંકમાં, ધામિર્ક સૂત્રોમાં પણ ખૂબ ઊંડાણ છે. જૈન શાસ્ત્રોમાં આવતી વેશ્યાઓ આજના આભામંડળની કિર્લિયન તસ્વીરો દ્વારા સમજાવી શકાય. જૈન સૂત્રોમાં રસાયણશાસ્ત્ર અને ધાતુવિજ્ઞાનની વાત છે. પારો કેમ સિધ્ધ કરવો અને સુવર્ણ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેના પણ ઉલ્લેખો છે. જૈન જ્યોતિષશાસ્ત્ર તો જગવિખ્યાત છે જ. પરમાત્મા મહાવીરસ્વામિએ અહિંસાને ધર્મમાં અગ્રીમતા આપી સાથે પર્યાવરણની સમતુલાના મહત્ત્વના સિદ્ધાંત આપ્યા. ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રને લગતી અને અર્થવિભાજનની પદ્ધતિના અત્યંત સુંદર સિદ્ધાંતો જો વિશ્વમાં પ્રસરે તો કોઈપણ મનુષ્ય દરિદ્ર ન રહે. આ દર્શાવે છે કે જીવનના સૂક્ષ્માતિસૂક્ષ્મ પાસાઓનું પણ જૈન દર્શન પાસે ગહન ચિંતન છે. અને વિશેષ છણાવટ સાથે તેના ઉપોયોની અદ્ભુત વાતો છે. જૈન દર્શનમાં અભુત કામિર્કવાદનો નિર્દેશ કરાયો છે. કર્મવાદના સિદ્ધાંતો દ્વારા જગતની સૂક્ષ્માતિસૂક્ષ્મ ઘટનાઓ અદૂભત રીતે સમજાવી શકાય છે. કોનો જન્મ કઈ યોનિમાં થયો, કોને કેવું સુખ, સમૃદ્ધિ કે દુખ કેમ મળે છે તે તેના દ્વારા સમજાવી શકાય. કર્મવાદને આમ તો કદાચ જિનેટિક કોડિંગ સાથે તાર્કિક સંબંધ છે. પણ સાચું પૂછો તો કર્મવાદએ જિનેટીક કોડિંગ કરતાં વધારે તર્કબદ્ધ છે અને સચોટ છે. બીજી રીતે કહીએ તો કામિક કોડિંગમાં જિનેટિક કોડિંગ સિદ્ધ કરી શકાય છે અને તે જ વિજ્ઞાનનો કાર્ય -કારણ સિદ્ધાંત (Principle of causality) છે. જેમ કર્મવાદ જૈન દર્શનનું હૃદય છે. તેમ ચાલાદ (અનેકાંતવાદ) જૈન દર્શનનું મસ્તિષ્ક (મગજ) છે. અત્યારના પ્રસિદ્ધ સાપેક્ષવાદ કરતાં જૈનદર્શનનો સ્યાદ્વાદ વધુ સચોટ છે. અને બ્રહ્માંડના નિયમોની વ્યાખ્યા વધુ સારી રીતે સમજાવી શકે છે. એમાં કોઈ બાંધછોડને અવકાશ નથી.એક તુલનાત્મક અભ્યાસ મુજબ આખી કવોન્ટમ થિયરી આપણા અનેકાંતવાદ અને સપ્તભંગી દ્વારા સુંદર રીતે સમજાવી શકાય તેમ છે. અનેકાંતવાદ એ એક ભૌતિક વાસ્તવિકતા છે તે સિદ્ધ કરી શકાય તેમ છે. જૈન દર્શન તો કર્મને પણ એક પૌગલિક સ્વરૂપમાં સ્વીકારે છે. તે એક અત્યંત અદભૂત વાત છે અને તે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થઈ શકે તેમ છે. જૈન દર્શનના લાક્ષણિક સિદ્ધાંતો - અહિંસા, અનેકાંતવાદ, સપ્તભંગી, ધર્મ-કર્મના સિદ્ધાંત, ક્રમબદ્ધ પર્યાય.... આ બધું કવોન્ટમ ફિઝિકસ, કાર્યકારણભાવ (auslity), Entanglement, Determinism, mach's Principle, ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત વગેરે સાથે સુંદર રીતે સમજાવી શકાય. ટૂંકમાં જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાનમાં કેટલીય વાતો સમાંતર છે. અને વિજ્ઞાનના વિકાસ સાથે જૈન દર્શનની આ બધી વાતોને વધુ ને વધુ વૈજ્ઞાનિક પુષ્ટિ મળી રહી છે, જે આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ન હોતું. તાત્પર્ય એ કે વિજ્ઞાનનો વ્યાપ હજી વધશે તો જૈન ધર્મની વાતો હજી વધુ સારી રીતે સમજી શકીશું. જૈન આગમ અને જૈન પુરાતન ગ્રંથોમાં ઘણી બધી વિગતો એવી નિરૂપાયેલી છે કે જે સાંપ્રત વિજ્ઞાનના જ્ઞાનથી પણ સમજી શકાઈ નથી. આ રીતે જોવા જઈએ તો જૈન દર્શન પાસે ઊર્જાના સ્ત્રોતો વિશે, આહારના Page #9 -------------------------------------------------------------------------- ________________ અન્ય વિકલ્પો વિશે, કાર્મિક બંધનો, આહાર, સ્વાચ્ય, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, વગેરે વિજ્ઞાનમાં કરવા જેવા અનેક નવા સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરી, યોગ્ય પરિણામો મેળવી જૈન ધર્મ તરફથી માનવ જાતિને શ્રેષ્ઠ ભેટ આપી શકીએ. સાચું પૂછો તો જૈન દર્શનના પ્રત્યેક નિયમમાં - સિદ્ધાંતમાં વિજ્ઞાન સમાયેલું છે કારણકે ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા. આધુનિક વિજ્ઞાનની ઘણી બધી મર્યાદાઓ છે. તેથી અવાર નવાર આપણા દ્રષ્ટિકોણને - માન્યતાને બદલવી પડે છે. જ્યારે વિદ્વાનોના મતે જૈન દર્શન શાશ્વત હોવાથી એમાં તસુયે બદલાવને અવકાશ નથી. જૈન દર્શનમાં બતાવેલી આત્મા, પુનર્જન્મ, મોક્ષની વાતો વિજ્ઞાનની સમજની બહાર છે. આપણે આપણા શાસ્ત્રોને ખોટી રીતે સમજવાની ભૂલ એટલા માટે કરીએ છીએ કે આધુનિક વિજ્ઞાન પાસે એમાં દર્શાવેલ સત્યો સમજવા જેટલું ઉડાણ નથી અને વિજ્ઞાનના માપદંડને મર્યાદા છે અથવા તો શાસ્ત્રોના ભાષાંતર, રૂપાંતર વખતે ક્યાંક કશુંક રહી ગયું હોય. ગમે તે હોય તો પણ આપણે આપણા ધર્મમાં શ્રદ્ધા રાખવી પડશે. હા, સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણ જરૂરી છે. આપણે આપણા મહાન કર્મોને સમજવા માટે સામ્યક્ દ્રષ્ટિનો વિકાસ કરવો જોઈએ. સાથે સાથે વિજ્ઞાન મેળવેલ સિદ્ધિ અને સમજને પણ બિરદાવવા રહા. જે વાતો વિજ્ઞાને સર્વ સિદ્ધ કરી છે. અને જેનો ધાર્મિક વિધાનો સાથે મેળ ન ખાતો હોય તેવી વાતોને રીસર્ચ દ્વારા ચકાસવી જોઈએ અને જે તે સમયના સત્યને યથોચિત સ્વીકારવામાં ક્ષોભ ન અનુભવવો જોઈએ કેમકે સત્યથી ઉપર, પ્રામાણિકતાથી વિશેષ કશું જ નથી. અગાઉ જણાવ્યું તે મુજબ આખીયે ભારતીય સંસ્કૃતિ એ કાળે ઉન્નતિના શ્રેષ્ઠતમ શિખરે હતી. પવિત્ર વેદો, બૌદ્ધ ગ્રંથો તથા તે કાળના અન્ય દર્શનોમાં પણ ખરેખર અદ્દભુત જ્ઞાન - વિજ્ઞાન ની વાતો લખાયેલી છે. જેનો યથોચિત અભ્યાસ આખીય માનવજાતી અને પૃથ્વીના જીવ માત્રને કલ્યાણ અર્પી શકે. આજે આપણે બધાએ કટિબદ્ધ થઈને પ્રતિજ્ઞા કરવી પડશે કે આપણા ધર્મના અમૂલ્ય વારસાને સમજીશું. તેને ગરિમા પ્રદાન કરીશું. બધાથી વધારે ઉત્કૃષ્ટ સંશોધન કરી સમસ્ત પૃથ્વી પરના જીવોના ઉત્થાન માટે પ્રયત્ન કરીશું તો વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિનું જૈન ધર્મનું સ્વપ્ન સાકાર થાય અને સાથે સાથે ક્ષણનો પણ પ્રમાદ કર્યા વગર પોતાના આત્માના કલ્યાણ માટે આત્મસાક્ષાત્કાર કરી મુક્તિના પંથે પ્રયાણ કરી શકીશું. વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રોના યત્કિંચિત ઉંડાણ સમજવામાં આ લેખ લખવામાં મદદરૂપ તમામ તજજ્ઞો, વૈજ્ઞાનિકો તથા પંડિતોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. તેમ છતાં આ લેખમાં કે અન્યત્ર મારી બુદ્ધિની મર્યાદાના કારણે જિનાજ્ઞા વિરૂદ્ધ મારાથી કાંઈ પણ પ્રરૂપણા થઈ હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડમ્.