________________
એ જ રીતે આપણું તિથિવિજ્ઞાન ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે ચંદ્રની પૃથ્વીની આસપાસની પરિક્રમાને લીધે શરીરમાંના પાણીના જથ્થામાં થતા વધારાની, એની શરીરના પી.એચ. પર થતી અસરોને ધ્યાનમાં રાખી આ નિયમો ઘડાયા છે. આ કારણે તિથિના દિવસે અમુક પ્રકારના લીલા શાકભાજી ટાળવા માટેના આ નિયમો છે કે જેથી એકંદરે આપણું સ્વાથ્ય સારી રીતે જાળવી શકાય. જૈન ધર્મના રાત્રિભોજનત્યાગ સાથે આજનું વિજ્ઞાન પણ સહમત થયું છે. સૂર્યાસ્ત પછી લીધેલ ખોરાકનું શક્તિને બદલે સીધું ચરબીમાં રૂપાંતર થાય છે અને શરીરની ચયાપચયની ક્રિયા અસ્તવ્યસ્ત થઈ જાય છે એવું વૈજ્ઞાનિક પ્રયોગોથી સિદ્ધ થયું છે. વિજ્ઞાન કહે છે કે સાંજે સંધ્યાકાળે શક્ય તેટલા વહેલા જમી લેવું જોઈએ. તેથી રાત્રિભોજન- ત્યાગ સંપૂર્ણપણે કોઈપણ જાતના અપવાદ વગર અપનાવવા યોગ્ય છે. તેથી વજન પણ કાબુમાં રહે છે. જો કે જૈન ધર્મમાં સૂર્યાસ્ત વખતે અને પછી અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિથી આહાર દોષિત થાય છે અને તે ખાવાથી હિંસા થાય છે તેનું પણ વર્ણન છે, જેથી રાત્રિભોજન મહાપાપ છે અને આ વાત પણ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે.
જૈન શાસ્ત્રમાં આહાર ત્રણ રીતે થાય છે તેની વાત છે. ૧. પ્રક્ષેપાહાર (સામાન્ય આહાર પદ્ધતિ) ૨. ઓજાહાર (Embryo feeding) અને ૩. લોમાહાર. લોમાહારની વાત કમાલ છે. અઠવાડિયાઓ અને મહિનાઓના ઉપવાસ દરમ્યાન મનુષ્યો કે પ્રાણીઓ કેવી રીતે જીવતા હોય છે તે વિજ્ઞાન માટે એક કોયડો છે. જૈન દર્શનમાં તેનું દિશાસૂચન તથા સમાધાન લોમાહારમાં છે. ચામડીના છિદ્રો ગંધ વગેરે યુક્ત પરમાણુમાંથી યોગ્ય જીવનશક્તિ, વૈશ્વિકશક્તિમાંથી મળી શકે.
જૈનોમાં સામયિક (૪૮ મિનિટ આત્મચિંતન, સ્વાધ્યાય, મૌન) અને પ્રતિક્રમણ (ગુરુસમક્ષ પાપોની આલોચના અને પુનઃ કદી ન કરવા તેની પ્રતિબદ્ધતા) નું ખુબ મહત્ત્વ છે. તેમાં ધ્યાનવિજ્ઞાન છે. સાથે કર્મક્ષયની પ્રક્રિયા છે. અત્યંત સૂક્ષ્મ વાત છે. સામાયિકમાં સમતા સાથે કર્મનિર્જરા, રાગદ્વેષમુક્તિ, મોહ-શોકથી વિરક્તિની વાત છે. પ્રતિક્રમણમાં ભૂતકાળ માટે પ્રાયશ્ચિત, વર્તમાન કાળ માટે વિશુદ્ધિ અને ભવિષ્ય માટે વિશલ્યની અદૂભુત પ્રક્રિયા છે.
જૈન આચારોમાં તપનું વિભાજન બહુ સુંદર રીતે થયું છે. જેટલું મહત્ત્વ બાહા તપનું છે તેટલું જ નહિ બલકે તેથી પણ વધુ મહત્ત્વ આંતરિક | અત્યંતર તપનું છે. બાહાતપમાં અનશન (ચાર પ્રકાર કે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ), ઊણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું), વૃત્તિસંક્ષેપ (વૃત્તિ ઉપર કાબુ રાખવો), રસત્યાગ (ઘી, દૂધ, દહીં, પકવાઝ વગેરેનો ત્યાગ), કાયક્લેશ (શરીરને કષ્ટ આપવું), સંલીનતા (શરીરના અંગેને સંકોચી રાખવા) આવે છે. અત્યંતર તપમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ (સાધુ, ગુરૂજી અને વિદ્વાનો અને વડીલની સેવા - સુશ્રુષા), સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન આવે છે. બાહા અને અત્યંતર બંને પ્રકારના તપ આત્માની ઉન્નતિના પગથિયા છે.
જૈન ધ્યાનમાં સામાયિક, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગના સુંદર નિરૂપણ છે. આ ઉપરાંત પ્રેક્ષાધ્યાન, ગ્રંથિભેદ અને આત્માનું આત્મા વડે ધ્યાન વગેરે અનેક પ્રકારે ધ્યાન સાધના કરવાની વાત આવે છે. ગુણવત્તાની દ્રષ્ટિએ જૈનોમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનને આગવું બતાવી તેમાં જ મન સ્થિર કરવાની આજ્ઞા છે. અશુભ ધ્યાન સ્વરૂપ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર રહેવાથી કષાયોથી મુક્તિ મળે છે અને મન પ્રફૂલ્લિત રાખી શકાય છે.
(3) તબીબી વિજ્ઞાન :
તબીબીવિજ્ઞાન વિશે ઉત્તરાધ્યયન સૂત્ર બૃહદુવૃત્તિ, વિપાક સૂત્ર, આચારાંગ સૂત્ર નિર્યુક્તિ, સ્થાનાંગ સૂત્ર વગેરેમાં સવિસ્તૃત વર્ણન છે.
સાત્વિક આહાર, વિગઈ વગરનો આહાર, તપશ્ચર્યા, મનનો નિગ્રહ, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ, સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે અપનાવવાથી હૃદય રોગ અને અન્ય હઠીલા રોગો ઉપર પણ કાબુ મેળવી શકાય છે. સ્વાથ્યને લગતી સમસ્યા સાંપ્રત સમાજનો સળગતો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે આ સંજોગોમાં શારિરીક અને માનસિક સ્વાથ્ય મેળવવા માટે તથા જાળવવા માટે જૈન ધર્મના સિદ્ધાંતો સૌથી વધારે અનુરૂપ જણાય છે. તેને અનુસરવાથી હકારાત્મક સ્વાથ્ય પ્રાપ્ત થાય છે, રોગોની નાબુદી થાય છે.
આપણી જીવનપદ્ધતિ ઘણા આજીવન રોગો જેવા કે હૃદયરોગ, બી.પી., ડાયાબિટીસ, લકવા તથા કેન્સરની કારણભૂત છે. આપણી ખરાબ જીવનશૈલી, આહારશૈલી, કસરતનો અભાવ તથા મનના નકારાત્મક અભિગમના કારણે ઘણા હઠીલા રોગો ઘર કરે છે. જો જૈન જીવનપદ્ધતિથી જીવવામાં આવે તો આ બધા રોગો ઉપર કાબુ મેળવી શકાય. આ અંગે થોડુઘણું સંશોધન થયું છે. પણ જૈન આહારવિજ્ઞાન અને જીવનશૈલી