________________
તીર્થંકર પરમાત્મા ભગવાનશ્રી મહાવીરસ્વામીએ વહાવેલી ઉપદેશ જ્ઞાનગંગા (દેશના) ને ગણધર ભગવંતોએ આગમરૂપે ઝીલી દ્વાદશાંગીની રચના કરી. આમાંની કેટલીક મહત્ત્વની વાતોને વાચક શ્રીઉમાસ્વાતિએ (આશરે પ્રથમ સદી - ઈશુ પછી) સંકલિત કરી. તે ગ્રંથ તત્ત્વાધિગમ સૂત્ર. માનવજાતિનું એ કદાચ પ્રથમ વિજ્ઞાન પુસ્તક કહી શકાય. તેમાં દશ અધ્યાય અથર્ પ્રકરણ છે. મહામનીષિ ઉમાસ્વાતિએ અત્યંત ગહન અભ્યાસ કરી તેના દોહન સ્વરૂપે સૂત્રાત્મક રીતે આ બધા વિજ્ઞાનોને તેમાં સાંકળી લીધા છે.
| શ્રી ઉમા સ્વાતિજીએ બ્રહ્માંડની રચના અને તેમાં વસેલા જીવોની ચર્ચા કરી છે. મનુષ્યલોક સિવાયના અન્ય લોકની ચર્ચાથી માંડીને જીવનશાસ્ત્રના વિવરણ અન્વયે જીવોનું વર્ગીકરણ કેવી રીતે કરવું તેમજ વાતાવરણમાં રહેલા સૂક્ષ્મજીવો અને સંમૂછિમ જીવોની (આપોઆપ ઉત્પન્ન થતા) વાત કરી છે.
શરીર, મગજ, ચિત્તની કામગીરીની ચર્ચા કરી છે. પદાર્થ વિજ્ઞાનની ચર્ચામાં પરમાણું વિષે તથા પરમાણું સંયોજન, પદાર્થની ગતિ એ બધી વાતો વિશદ્ રીતે કરી છે.
એમ જણાય છે કે જગતના ઈતિહાસમાં કદાચ કોઈપણ ધર્મ કે સંસ્કૃતિ સત્યની આટલી નજીક પહોંચી નહીં હોય. વાચક શ્રી ઉમાસ્વાતિના ગ્રંથ જો કોઈપણ આધુનિક અભ્યાસુ વાંચે તો માત્ર લેખક કે જૈન ધર્મ પ્રત્યે જ નહિ બલ્લે સમગ્ર પ્રાચીન ભારતીય સમાજ પ્રત્યે માનથી જુએ.
વાચકશ્રી ઉમાસ્વાતિજીએ પોતાને નમ્રતાથી લેખક નહિ પણ તે કાળે વિદ્યમાન જ્ઞાનના સંગ્રાહક અર્થાત્ સંકલનકાર જણાવે છે. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ તેમના સિદ્ધહેમશબ્દાનુશાસનમાં વાચક શ્રીઉમાસ્વાતિજીને શ્રેષ્ઠ સંગ્રાહક તરીકે નવાજયા છે. (૩પરિવર્તિ સંગૃહીતાર:) ખૂબીની વાત એ છે કે આ એક વ્યક્તિનું મૌલિક સંશોધન નથી પરંતુ સમગ્ર ભારતીય સમાજ તે સમયે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે ઉત્થાન પામેલો હતો. તે સત્યની યથાર્થતા પ્રગટ કરે છે.
પવિત્ર વેદોમાં પણ ઠેકઠેકાણે વિજ્ઞાન, જ્ઞાન, જીવન જીવવાની કલાની ચર્ચા છે. તથા આત્મા વિશે ગહન દોહન છે. બોદ્ધ ગ્રંથોમાં પણ વિજ્ઞાન અને ચેતના અંગે ખૂબ વિદ્વત્તાપૂર્ણ ચર્ચા છે. શીખ ધર્મના ગ્રંથ સાહેબમાં પણ વિભિન્નસૂત્રોમાં ગુરૂનાનકે અદ્દભુત જ્ઞાન - વિજ્ઞાન વર્ણવ્યું છે. હિંદુ, જૈન, બૌદ્ધ કે શીખ ધર્મના સ્થાપકોએ આ બધું ચેતનાના પરમ, ઉત્થાનના શિખરે આર્ષદ્રષ્ટિથી જોયું છે. કોઈપણ લેબોરેટરીમાં પ્રયોગો વગર આત્માની શક્તિથી જોયું છે તે બધા લગભગ એક સરખા સત્યની વાત કહે છે. કદાચ તેમના વર્ણનમાં કે તેમના સત્યને બતાવવાની રીતમાં ફરક હોઈ શકે.
જરૂર છે, આ બધા ધર્મોમાં રહેલા વિજ્ઞાનને વૈજ્ઞાનિકો તથા તજજ્ઞો સુધી પહોંચાડવાની અને જો તેના પર આજકાલની જરૂરિયાત પ્રમાણે યોગ્ય સંશોધનો થાય તો તેના દ્વારા જન સામાન્યનું તેમજ પ્રાણીમાત્રનું કલ્યાણ થાય તેમાં કોઈ સંશય નથી.
જૈન દર્શનની આ બધી વાતો તત્ત્વાર્થાધિગમ સૂત્ર તથા આગમોમાંથી થોડીક વિહંગાવલોકન સ્વરૂપે જોવા પ્રયત્ન કરીશું. (૧) મૂળભૂત વિજ્ઞાન જેમ કે પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે (૨) વ્રત, તપસ્યા અંગેનું વિજ્ઞાન અને આહાર વિજ્ઞાન. (૩) તબીબી વિજ્ઞાન તથા શરીરરચનાશાસ્ત્ર (૪) અન્ય વિજ્ઞાનો જેમકે પર્યાવરણ (Ecology), અર્થશાસ્ત્ર (Economics), કળા, સંગીત, ધ્વનિ, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, વેશ્યાવિજ્ઞાન (Aura science), જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન વગેરે. (૧) સૌ પ્રથમ મૂળભૂત વિજ્ઞાન તરીકે ભૌતિકશાસ્ત્રની વાત કરીશું. જૈન દર્શનમાં અણુને પદાર્થનો અવિભાજ્ય કણ કહાો છે, જેને આધુનિક વિજ્ઞાનના પરમાણુ (Atom) કરતાં પણ સૂક્ષ્મ અને જેનું પુનઃ વિભાજન ન થઈ શકે તેની પરમાણુ સંજ્ઞા આપવામાં આવી છે. દ્રવ્યરૂપે અણુ એટલે કે પરમાણુ અવિભાજ્ય છે પણ તેને પર્યાયો (વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ) છે. તે જ રીતે કાળના અવિભાજ્ય અંશને સમય કહાો છે, જે વર્તમાન એક ક્ષણથી પણ અસંખ્યાતમા ભાગે સૂક્ષ્મ છે. આકાશના અવિભાજ્ય અંશને પ્રદેશ કહો છે.
નીચેના અવતરણો વાચક શ્રીઉમાસ્વાતિરચિત તત્વાર્થસૂત્રમાંથી લીધા છે. (૧) વાવ: રુન્ધાર . (૩ધ્યાય-૫, સૂત્ર-૧) પદાર્થ બે પ્રકારે છે. અણુ અને સ્કંધ. (૨) સંધામેચ્ચ ઉદ્યને , (૩ળી-૫, સૂત્ર-૨૬) સ્કંધ તો સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદ બન્નેથી ઉત્પન્ન
૧૬